Electrical engineering
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power)
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power) : વિદ્યુત ઉત્પન્ન કરતા પ્લાન્ટમાંથી વિદ્યુતનું વહન કરી તેને ઉપભોક્તા સુધી પહોંચાડવાની પદ્ધતિ. અનુકૂળ જગ્યા, જ્યાં ઊર્જાસ્રોત (જેવા કે કોલસા, ગૅસ, ઊંચાઈએ સંગ્રહાતું પાણી, સારા પ્રમાણમાં અને સતત વધુ ગતિએ મળતો પવન, વિશાળ ખુલ્લી જગ્યામાં વધુ તાપમાને મળી રહેતી સૌર ઊર્જા વગેરે) મળી…
વધુ વાંચો >સાઇક્લોટ્રૉન
સાઇક્લોટ્રૉન : એવી પ્રયુક્તિ, જેમાં વિદ્યુતભારિત કણોને ઉચ્ચ-ઊર્જાએ પ્રવેગિત કરી શકાય. વિદ્યુતભારિત કણ અચળ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સર્પિલ (spiral) ગતિપથના કેટલાય આંટા મારે છે. પરિવર્તનશીલ વિદ્યુતક્ષેત્રને લીધે હર વખતે બે વાહકો વચ્ચેની ખાલી જગ્યામાં થઈને પસાર થતાં કણ પ્રવેગિત થતો જાય છે. આકૃતિમાં આ બે વાહકો A અને B…
વધુ વાંચો >સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરાઈકુડી
સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂ દિલ્હીના નેજા હેઠળ પ્રસ્થાપિત 38 જેટલી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પૈકીની એક. ‘સેક્રિ’(C.E.C.R.I.)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાની સ્થાપના 25 જુલાઈ, 1948ના રોજ તામિલનાડુના કરાઈકુડી ખાતે થઈ હતી. તેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ઔદ્યોગિક અને…
વધુ વાંચો >સોલ્ડરિંગ ગન
સોલ્ડરિંગ ગન : ઝારણ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સોલ્ડરિંગ ગન એ ગરમી ઉત્પન્ન કરતું વિદ્યુત ગૂંચળું અને ધાતુના સળિયાની બનેલી હોય છે. આ ધાતુનો સળિયો વધારે તાપમાન સહન કરી શકે તેવી રીતે તેની રચના (ડિઝાઇન) તૈયાર કરવામાં આવે છે. સોલ્ડરિંગ ગન એ વીજાણુ (electronics) અને વિદ્યુતના અલગ અલગ…
વધુ વાંચો >સ્ટાઇનબૅક જ્હોન અર્ન્સ્ટ
સ્ટાઇનબૅક, જ્હોન અર્ન્સ્ટ (જ. 27 ફેબ્રુઆરી 1902, સેલિનાસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 1968, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નવલકથાકાર. જર્મન-આઇરિશ દંપતીનું સંતાન. 1962માં સાહિત્ય માટેના નોબલ પારિતોષિકથી વિભૂષિત. ઉચ્ચ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની કૉલેજમાં પ્રવેશ લીધો, પણ સ્નાતક ન થઈ શક્યા. 1925માં ન્યૂયૉર્ક જઈને મુક્ત લેખક તરીકે કારકિર્દી શરૂ કરી, પણ…
વધુ વાંચો >સ્ટાઇનમેટ્ઝ ચાર્લ્સ પ્રોટિયસ
સ્ટાઇનમેટ્ઝ, ચાર્લ્સ પ્રોટિયસ (જ. 9 એપ્રિલ 1865, બ્રેસ્લૌ, પ્રુશિયા; અ. 26 ઑક્ટોબર 1923, સ્કેનેક્ટડી (Schenectady), ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઊલટ-સૂલટ (A.C.) વિદ્યુતપ્રવાહતંત્રના મૌલિક વિચારો આપી વિદ્યુતયુગનો પ્રારંભ કરનાર, જર્મન ઇલેક્ટ્રિકલ ઇજનેર અને અમેરિકન સોશિયાલિસ્ટ પાર્ટીનો સભ્ય. તેનું મૂળ નામ કાર્લ ઑગસ્ટ રૂડોલ્ફ સ્ટાઇનમેટ્ઝ હતું. ચાર્લ્સ પ્રોટિયસ સ્ટાઇનમેટ્ઝ જન્મથી તે શારીરિક ક્ષતિઓ(ખોડખાંપણ)થી…
વધુ વાંચો >હૉટ પ્લેટ (hot plate)
હૉટ પ્લેટ (hot plate) : એક અથવા બે કે ત્રણ તાપન-અવયવો (elements) ધરાવતી વીજળી વડે ચાલતી સગડી (stove) જેવી પ્રયુક્તિ. એકલ (single) એકમ પ્રકારની હૉટ પ્લેટમાં અવરોધક તાર ભરતર (cast) લોખંડની તકતીમાં આવેલા ખાંચાઓ(grooves)માં મૂકેલો હોય છે અને તેને અગ્નિસહ માટી(fire clay)ના સિમેન્ટ અથવા પ્લાસ્ટર ઑવ્ પૅરિસ વડે વિસંવાદિત કરેલો…
વધુ વાંચો >