Electrical engineering

પ્રેરકત્વ (inductance)

પ્રેરકત્વ (inductance) : વિદ્યુત-પરિપથમાં વહન કરતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરતો વિદ્યુત-પરિપથનો ગુણધર્મ. વાહકમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. લેન્ઝના નિયમ મુજબ આવું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ચુંબકીય ક્ષેત્રના વિરોધ પરત્વે પરિપથની પ્રતિક્રિયાને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર સીધા પ્રવાહ…

વધુ વાંચો >

પ્રેરણ–ચુંબકીય (inductionmagnetic )

પ્રેરણ–ચુંબકીય (induction–magnetic) : વિદ્યુતપ્રવાહમાં ફેરફાર થવાથી પરિપથમાં વિદ્યુતચાલકબળ અથવા વિદ્યુતદબાણ ઉત્પન્ન થવાનો ગુણધર્મ. તેને વિદ્યુતચુંબકીય પ્રેરણ (electro magnetic induction) પણ કહે છે. આત્મપ્રેરણ એ કોઈ વાહક ગૂંચળામાં થતા પ્રવાહને કારણે તેમાં ઉદભવતા ઈ.એમ.એફ.(વોલ્ટેજ)ની ઘટના છે. કોઈ વાહકમાં પ્રવાહ વહે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે, જેનું ચુંબકીય ફલક્સ…

વધુ વાંચો >

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic)

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic) : સ્થૈતવિદ્યુત(static electricity)માં વિદ્યુતભારિત પદાર્થનો સીધો (direct) સંપર્ક કર્યા સિવાય અન્ય વિદ્યુતભારરહિત પદાર્થને ભારિત (charge) કરવાની પ્રક્રિયા. આ ઘટના વિદ્યુતચુંબકીય પ્રેરણ(electromagnetic induction)ની ઘટનાથી સાવ જુદી જ છે. આવા પ્રેરણ વડે અવાહક  બેઠક ઉપર રાખેલા સુવાહક પદાર્થ(ધાતુ)ને વિદ્યુતભારિત કરી શકાય છે. કાચના સળિયાને રેશમી કાપડના ટુકડા સાથે ઘસતાં,…

વધુ વાંચો >

બેર્ડ, જૉન લૉગી

બેર્ડ, જૉન લૉગી (જ. 1888, હેલેન્સબર્ગ, પશ્ચિમ સ્કૉટલૅન્ડ) : પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્યુત-ઇજનેર અને ટેલિવિઝનનો પ્રારંભ કરનારા નિષ્ણાત. વિદ્યુત-ઇજનેરી વિશે તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1922માં તેમણે હૅસ્ટિંગ્ઝ ખાતે વસવાટ સ્વીકાર્યો અને ત્યાં ટેલિવિઝનની શક્યતા વિશે સંશોધન આરંભ્યું. 1926માં તેમણે સર્વપ્રથમ ટેલિવિઝન-પ્રતિબિંબ(image)નું નિદર્શન કર્યું. તેમની 30-લાઇન યંત્રસંચાલિત સ્કૅનિંગ પદ્ધતિ બીબીસીએ 1929માં…

વધુ વાંચો >

માઇક્રોફોન

માઇક્રોફોન (Microphone) : વીજધ્વનિક (electro-acoustic) ઉપકરણ (device). તેમાં ધ્વનિના તરંગોને તેને અનુરૂપ વીજતરંગોમાં રૂપાંતરિત કરવા ટ્રાન્સડ્યૂસર(transducer)નો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક માઇક્રોફોનોનું વર્ગીકરણ દબાણ ઉપર, પ્રચલન (gradient) ઉપર, દબાણ તથા પ્રચલન બંને ઉપર અને તરંગ પર આધારિત એમ ચાર પ્રકારે કરવામાં આવે છે. દબાણ-પ્રકારના માઇક્રોફોનમાં દબાણમાં ફેરફારને અનુરૂપ વીજતરંગો ઉત્પન્ન…

વધુ વાંચો >

માઇક્રોવેવ

માઇક્રોવેવ (Microwaves) : એક પ્રકારના વીજચુંબકીય તરંગો (electromagnetic waves). તરંગલંબાઈ મુજબ તેમને ડેસિમીટર તરંગ, સેન્ટિમીટર તરંગ અને મિલિમીટર તરંગ તરીકે વિભાજિત કરવામાં આવે છે. આ આયનીકરણ કરતા ન હોય (non-ionizing) એવા તરંગો છે. તેની શક્તિ 10–5 eVથી 0.01 eV જેટલી હોય છે. વીજચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવની પડોશમાં ઓછી તરંગ-લંબાઈના વિસ્તારમાં પારરક્ત વિકિરણો…

વધુ વાંચો >

મિક્સર-ગ્રાઇન્ડર

મિક્સર-ગ્રાઇન્ડર : વસ્તુઓને દળી-પીસી કે કાપીને એકરૂપ (સમરસ) બનાવતું સાધન. આ પ્રકારનાં સાધનો રસોઈના કામ માટે વપરાતી શાક-ભાજી જેવી વસ્તુઓથી માંડીને કારખાનાંઓમાં રસાયણોને કાપી/કચડી પીસી/દળીને મિશ્રિત કરવા માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. જ્યારે વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે ઊભા નળાકારમાં દાંતાવાળી/બ્લેડવાળી ચકરી(impeller)ને ફેરવવામાં આવે છે. આકૃતિ 1માં તેને દર્શાવતું સાદું…

વધુ વાંચો >

મોટર-સ્ટાર્ટર

મોટર-સ્ટાર્ટર (electric motor starter) : ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા માટે વપરાતું સાધન. ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવામાં આવે ત્યારે તે લાઇનમાંથી ખૂબ મોટા પ્રમાણમાં વીજપ્રવાહ ખેંચે છે, જેને લીધે મોટર બળી ન જાય. સાથોસાથ લાઇનમાંથી પ્રવાહ મેળવી તે વખતે અન્ય ચાલુ મોટરોને મળતા વીજદાબ(વોલ્ટેજ)માં ઘટાડો થાય તે માટે ખાસ ગોઠવણી (ડિઝાઇન)…

વધુ વાંચો >

રેડિયો-આવૃત્તિ તાપન (radio frequency heating)

રેડિયો-આવૃત્તિ તાપન (radio frequency heating) : ઊંચી આવૃત્તિવાળા રેડિયો તરંગોની મદદથી ધાતુઓને ગરમ કરવાની પ્રક્રિયા. તેમાં આશરે 70,000 Hzના તરંગની જરૂર પડે છે. રેડિયો-આવૃત્તિની બે રીતો વિકસાવવામાં આવી છે. તે પૈકીની એક રીત પ્રેરણ-તાપન(induction heating)ની છે. આ રીત ધાતુઓને ગરમ કરવા માટે તેમજ જે ધાતુઓ સુવાહક છે તેમને માટે ઘણી…

વધુ વાંચો >

રેન્ચ

રેન્ચ : જુઓ ઓજારો.

વધુ વાંચો >