Economics
ગ્રાહક-ભાવાંક
ગ્રાહક-ભાવાંક : વસ્તુઓ અને સેવાઓના છૂટક ભાવોમાં થતા ફેરફારોને લીધે નિર્વાહખર્ચ પર થતી અસરો માપવાની પદ્ધતિ. તેને સૂચક અંક (index number) તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય સૂચક અંક તૈયાર કરતી વેળાએ મોટા ભાગના લોકો પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો જે વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર ખર્ચે છે તે વસ્તુઓ વસ્તીની…
વધુ વાંચો >ગ્રાહકવાદ (consumerism)
ગ્રાહકવાદ (consumerism) : જુઓ ગ્રાહક-સુરક્ષા.
વધુ વાંચો >ગ્રૅચ્યુઇટી
ગ્રૅચ્યુઇટી : બરતરફી સિવાયના અન્ય કોઈ કારણસર ફારેગ થતા કર્મચારી કે કામદારને સંસ્થા કે કંપની દ્વારા એકીસાથે ચૂકવાતી રકમ. તેના બે પ્રકાર છે : ઔદ્યોગિક કામદારોને લગતી ગ્રૅચ્યુઇટી અને સરકારી કર્મચારીઓને લગતી ગ્રૅચ્યુઇટી. ઔદ્યોગિક કામદારો : નિવૃત્તિ કે છટણી સમયે અથવા કામદાર અપંગ થાય કે તેનું મૃત્યુ થાય ત્યારે પણ…
વધુ વાંચો >ઘસારો (depreciation)
ઘસારો (depreciation) : મિલકત કાળક્રમે જીર્ણ થવાથી અથવા વેપારઉદ્યોગમાં વપરાવાથી તેના મૂલ્યની કિંમતમાં ક્રમશ: અને કાયમી ધોરણે થતો ઘટાડો અને તેના ફળસ્વરૂપે ખર્ચ તરીકે દર વર્ષે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવતો નાણાકીય બોજ. મિલકત કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેની ઉપયોગિતાની ક્ષમતા કેટલી છે તે બંને પરિસ્થિતિને…
વધુ વાંચો >ચક્રવર્તી, સુખમય
ચક્રવર્તી, સુખમય (જ. 26 જુલાઈ 1934, મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 22 ઑગસ્ટ 1990, ન્યૂદિલ્હી) : ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી. વિદ્યાકીય સિદ્ધિઓ અને પાંડિત્ય માટે જાણીતા કુટુંબમાં જન્મ. પિતા ભૂતપૂર્વ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી તે જ વિષય સાથે એમ.એ. થયા.…
વધુ વાંચો >ચલણ (currency)
ચલણ (currency) કોઈ પણ દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી કાયદેસર અને સર્વસ્વીકૃત હોય એવી વસ્તુ અને તેની પ્રથા. દરેક દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી વસ્તુ કે ચલણ જુદું જુદું હોય છે. ચલણનો અર્થ નાણું નથી; પરંતુ કોઈ પણ એક જ દેશના સંદર્ભમાં ચલણ અને નાણું પર્યાય તરીકે વપરાય છે. જુદા…
વધુ વાંચો >ચાણક્ય
ચાણક્ય : જુઓ કૌટિલ્ય
વધુ વાંચો >ચાંદી ચલણ
ચાંદી ચલણ : જુઓ ચલણ
વધુ વાંચો >