Drama
ટ્રૅજેડી
ટ્રૅજેડી : બહુધા પરાક્રમી પાત્રોના જીવનના શોકપ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્યસ્વરૂપ. ગ્રીક શબ્દ tragos (goat) અને acidein (to sing) પરથી બનેલા tragoidia (goat song) પરથી ‘ટ્રૅજેડી’ શબ્દ ઊતરી આવ્યો છે; શાબ્દિક અર્થ થાય અજ-ગીત. ટ્રૅજેડીનો સૌપ્રથમ શબ્દપ્રયોગ ગ્રીકોએ ઈ. સ. પૂ. 5માં કર્યો. આ…
વધુ વાંચો >ઠાકર, જશવંત
ઠાકર, જશવંત (જ. 5 મે 1915, મહેળાવ, જિ. ખેડા; અ. 25 ડિસેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના સુપ્રસિદ્ધ નટ, દિગ્દર્શક, નાટ્યકાર અને નાટ્યવિદ. તે દયાશંકર ઠાકરના પુત્ર. નાટ્યક્ષેત્રે નાનપણથી જ એમનામાં રાષ્ટ્રભાવનાનું બીજ રોપાયેલું, વ્યાયામશાળાની પ્રવૃત્તિએ તેને વિકસાવ્યું. પંદરમા વર્ષથી જ સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને તેમણે ‘અભેદ્યમંડળ’ની સ્થાપના કરી. ખાદીની ટોપી પહેરવા બદલ…
વધુ વાંચો >ઠાકર, ધનંજય નર્મદાશંકર
ઠાકર, ધનંજય નર્મદાશંકર (જ. 30 જૂન 1912, જેતલસર, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 2009, અમદાવાદ) : ગુજરાતી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. મૂળ વતન વીરમગામ. પિતા અમદાવાદમાં સ્થાયી થયેલા તેથી અમદાવાદમાં શિક્ષણ લીધેલું. ગુજરાત કૉલેજમાં બી.એસસી. સુધી અભ્યાસ કરીને (1928–1932) 1936માં મુંબઈની એસ.ટી. કૉલેજમાંથી બી.ટી. થયા. ગુજરાત કૉલેજમાં હતા ત્યારે…
વધુ વાંચો >ઠાકોર, કીર્તિદા
ઠાકોર, કીર્તિદા (જ. 11 ઑક્ટોબર 1936) : ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મક્ષેત્રની અભિનેત્રી. અભિનયની ચારેક દાયકાની કારકિર્દીમાં તેમણે પ્રશિષ્ટ નાટકો (‘જહાનઆરા’, ‘ચૌલાદેવી’, ‘ગૃહદાહ’, ‘ચિત્રાંગદા’ વગેરે), લોકકથાઓ (‘શેણી વિજાણંદ’ વગેરે), વ્યાવસાયિક રંગભૂમિનાં નાટકો(‘અમે બરફનાં પંખી’, ‘કૂંપળ ફૂટ્યાની વાત’, વગેરે)માં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ઇસરો (પીજ) ટીવીની નાટ્યશ્રેણીઓ તથા ‘રેવા’, ‘બહેરું…
વધુ વાંચો >ડાહ્યાભાઈ ધોળશાજી
ડાહ્યાભાઈ ધોળશાજી (જ. 19 માર્ચ 1867, અમદાવાદ; અ. 30 એપ્રિલ 1902, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. તખલ્લુસ ‘નવીન’. જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત ઝવેરી કુટુંબમાં જન્મ. પિતાનો વ્યવસાય ઝવેરાતનો. 1885માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ બાદ અભ્યાસ છોડ્યો. 1884માં તેમનાં પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમને…
વધુ વાંચો >ડિકિન્ઝ, ચાર્લ્સ
ડિકિન્ઝ, ચાર્લ્સ (જ. 7 ફેબ્રુઆરી 1812, પૉર્ટ્સમથ; અ. 9 જૂન 1870 કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર, તેમના જન્મનાં બે વર્ષ બાદ કુટુંબ લંડન આવ્યું. તેમના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન હતા. પિતાની ગરીબાઈના કારણે 12 વર્ષની વયે ચાર્લ્સને આજીવિકા માટે કામ શરૂ કરવું પડ્યું. થોડા મહિના એમણે એક દુકાનમાં શીશી…
વધુ વાંચો >ડી’ મેલો, મેલ્વિલ
ડી’ મેલો, મેલ્વિલ (જ. 1920; અ. 5 જૂન 1989) : રેડિયો-બ્રૉડકાસ્ટર. ગોવામાં રેંકડી અને ઘોડાગાડીમાં ફિલ્મોની જાહેરાતોથી કારકિર્દીની શરૂઆત. 1940માં અંગ્રેજી-સમાચારવાચક તરીકે રેડિયોમાં જોડાયા ત્યારથી ત્રણ દાયકા સુધી તે પ્રભાવક, ઘેરા રણકતા અવાજમાં અંગ્રેજી સમાચારવાચન, કૉમેન્ટરી, આંખે દેખ્યો અહેવાલ અને દસ્તાવેજી રૂપકોના નિર્માણ સાથે સંકળાયેલા રહ્યા. 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીનિધન…
વધુ વાંચો >ડેઉસ એક્સ મૅક્નિ
ડેઉસ એક્સ મૅક્નિ : નાટ્યસંદર્ભમાં વપરાતા મૂળ ગ્રીક શબ્દસમૂહનું લૅટિન ભાષાંતર. તેનો શબ્દાર્થ થાય ‘યંત્રમાંથી અવતરતા દેવ’. તાત્વિક રીતે જોતાં નાટ્યવસ્તુનો વિકાસ સાધવા કે સમાપન માટે કોઈ કૃત્રિમ તરકીબ (device) પ્રયોજવામાં આવે અથવા કોઈ નાટ્યબાહ્ય પરિબળ કે તત્વ તરફથી કોઈ અણધાર્યો કે અસંભવિત હસ્તક્ષેપ કરવામાં આવે તેને આ રીતે ઓળખવામાં…
વધુ વાંચો >ડેકા, હિતેશ
ડેકા, હિતેશ (જ. 1928, કામરૂપ જિલ્લો, અસમ) : અસમિયા ભાષાના લેખક. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને પછી માધ્યમિક શિક્ષણ નલબારીની શાળામાં લીધું. અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હોવાથી એમને છાત્રવૃત્તિ મળતી તેમાંથી ભણતરનો ખર્ચ નીકળતો. એમણે મૅટ્રિકની પરીક્ષા આપી ને કૉલેજમાં જોડાયા. ત્યાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. એટલે કૉલેજ છોડી જંગમાં …
વધુ વાંચો >ડેથ ઑવ્ અ સેલ્સમૅન
ડેથ ઑવ્ અ સેલ્સમૅન (1949) : અમેરિકન લેખક આર્થર મિલરનું નાટક. પ્રથમ વાર ભજવાયું અને પ્રકાશન પામ્યું કે તરત જ વિવેચકો તરફથી તેને સહજ આવકાર સાંપડ્યો. ન્યૂયૉર્ક સિટીના મૉરોસ્કો થિયેટરમાં તેના 742 પ્રયોગો થયા અને પુલિત્ઝર પ્રાઇઝ તેમજ ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડ એમ બંને ઇનામોનું તે વિજેતા બન્યું. નાટ્યવસ્તુના…
વધુ વાંચો >