Drama

ઑપેરા

ઑપેરા : મુખ્યત્વે પશ્ચિમની રંગભૂમિ પર લોકપ્રિય નીવડેલું સંગીત-મઢ્યું નાટ્યરૂપ. આ સંગીત રિચર્ડ વૅગ્નરનાં ઑપેરાની જેમ આખાય ર્દશ્યમાં સળંગ-સતત ગુંજતું રહે છે અથવા સંવાદ તથા ગાયનરૂપ ઉદગારોની વચ્ચે વચ્ચે પીરસાતું રહે છે. લૅટિન ભાષામાં ‘ઑપેરા’ બહુવચનનો શબ્દ છે; તેનું એકવચન તે opus એટલે કાર્ય; અર્થાત્ સંગીતકારની સ્વરરચના કે રચના. યુરોપમાં…

વધુ વાંચો >

ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678)

ઑલ ફૉર લવ (ઓર ‘ધ વર્લ્ડ વેલ લૉસ્ટ’) (1678) : શેક્સપિયરના ‘એન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ની વસ્તુ પર આધારિત અંગ્રેજ લેખક જૉન ડ્રાયડન લિખિત ‘હિરોઇક’ પ્રકારનું કરુણ નાટક. આ નાટકમાં અનુપ્રાસવાળી રચના(rhyme)નું વળગણ દૂર કરી લેખકે બ્લક વર્સનો પ્રયોગ કર્યો છે. ડ્રાયડનનું શ્રેષ્ઠ ગણાયેલું આ નાટક વારંવાર ભજવાયું છે. તેમાં સમય, સ્થળ…

વધુ વાંચો >

ઑલિવિયર, લૉરેન્સ

ઑલિવિયર, લૉરેન્સ (જ. 22 મે 1907, સરે, લંડન; અ. 11 જુલાઈ 1989, વેસ્ટ સસેક્સ, લંડન) : અંગ્રેજ અભિનેતા અને દિગ્દર્શક. અભિનયની શરૂઆત કરી 1922માં, શેક્સપિયરના નાટક ‘ધ ટેમિંગ ઑવ્ યુ’માં કૅથેરાઇનની ભૂમિકાથી, પછીનાં બેત્રણ વરસ ઠેકઠેકાણે અભિનય કર્યા બાદ, 1928માં બર્મિંગહામ રેપરટરી કંપનીમાં તેમને લંડનમાં કામ કરવાની તક મળી. પરિણામે…

વધુ વાંચો >

ઓસ્બૉર્ન, જૉન જેમ્સ

ઓસ્બૉર્ન, જૉન જેમ્સ (જ. 12 ડિસેમ્બર 1929, લંડન; અ. 24 ડિસેમ્બર 1994, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ‘ઍંગ્રી યંગમૅન’ – વિદ્રોહી નામે ઓળખાતા જૂથનો અગ્રેસર નાટ્યકાર. પ્રારંભિક કારકિર્દીમાં નાટકોમાં અભિનેતા બન્યા અને નવરાશે કવિતા અને નાટક લખ્યાં. 1956માં તેમનું નાટક ‘લૂક બૅક ઇન ઍન્ગર’ ભજવાયું અને તેનાથી અંગ્રેજી નાટકનો નવજન્મ થયો. આ…

વધુ વાંચો >

કન્ટ્રી વાઇફ

કન્ટ્રી વાઇફ (1675) : આંગ્લ નાટ્યકાર વિલિયમ વિચર્લી (1641-1715) રચિત પ્રખ્યાત કૉમેડી નાટક. 1675માં પ્રગટ થયેલું અને એ જ વર્ષે 12 જાન્યુઆરીના રોજ લંડનના થિયેટર રૉયલમાં ભજવાયેલું આ નાટક આજે તેમની શ્રેષ્ઠ કૃતિ લેખાય છે. સામાજિક તથા જાતીય જીવનનાં દંભ તેમજ લાલસા અને નગરજીવનની ભ્રષ્ટ રીતભાત પરત્વે તેમાં તીવ્ર કટાક્ષયુક્ત…

વધુ વાંચો >

કપૂર પૃથ્વીરાજ

કપૂર, પૃથ્વીરાજ (જ. 3 નવેમ્બર 1906, પેશાવર; અ. 29 મે 1972, મુંબઈ) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, ચિત્રપટ તથા રંગમંચના અભિનેતા અને દિગ્દર્શક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંજાબમાં લીધા પછી પેશાવરની એડવર્ડ કૉલેજમાંથી સ્નાતક થયા. ચલચિત્રવ્યવસાયમાં મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કંપની દ્વારા અભિનયકારકિર્દીની શરૂઆત કરી. 1929-32ના ગાળામાં તેમણે 9 મૂક ચલચિત્રોમાં…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કલાકેન્દ્ર – સૂરત

કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…

વધુ વાંચો >

કહો, મકનજી ક્યાં ચાલ્યા ?

કહો, મકનજી ક્યાં ચાલ્યા ? : સિતાંશુ યશશ્ચન્દ્રનું ત્રિઅંકી નાટક. મકનજી જેવો સીધોસાદો સંવેદનશીલ માણસ સત્યને (અમથાલાલને) શોધવા, પામવા અને પરિતૃપ્ત થવા પરિભ્રમણયાત્રાએ નીકળી પડે છે; પરંતુ ઉર્ફેસાહેબ જેવા ભ્રષ્ટ શાસકો અને સત્તાધારીઓ અમથાલાલનું મહોરું પહેરી વિવિધ પ્રલોભનોથી કે પછી ધાકધમકીથી મકનજીને ખરીદી લઈ તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે.…

વધુ વાંચો >

કંચુકી

કંચુકી : કંચુકનો અર્થ છે આવરણ કે વેષ્ટન. કંચુકો શિવને લપેટાઈને તેને જીવ બનાવી દે છે. પરમ શિવને જ્યારે સૃષ્ટિ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમનામાંથી બે તત્વો ઉત્પન્ન થાય છે – શિવ અને શક્તિ. પરમ શિવ નિર્ગુણ અને નિરંજન છે. શિવ સગુણ અને સિસૃક્ષા(સર્જન કરવાની ઇચ્છા)રૂપી ઉપાધિથી યુક્ત હોય…

વધુ વાંચો >