Chemistry

બ્લૅક, જૉસેફ

બ્લૅક, જૉસેફ (જ. 16 એપ્રિલ 1728, બોર્ડોફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1799, એડિનબરો) : બ્રિટિશ દાક્તર, રસાયણવિદ અને ભૌતિકશાસ્ત્રી. વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માના શોધક. રાસાયણિક તર્કશાસ્ત્રના પ્રણેતા. તેઓ દારૂના વેપારીના પુત્ર હતા. તેમણે તેમનું શિક્ષણ બેલફાસ્ટ, ગ્લાસગો તથા એડિનબરોમાં લીધું હતું. છેવટે તેમણે ઔષધવિદ્યા(medicine)નો અભ્યાસ કર્યો. એમ.ડી.ની ડિગ્રી માટેનું તેમનું…

વધુ વાંચો >

ભટનાગર, શાંતિસ્વરૂપ

ભટનાગર, શાંતિસ્વરૂપ (જ. 21 ફેબ્રુઆરી 1894, ભેરા, જિ. શાહપુર; અ. 1 જાન્યુઆરી 1955, દિલ્હી) : ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવંતા કવિ. તેમણે શાળાનું શિક્ષણ લાહોરમાંથી લીધું. અભ્યાસમાં તેજસ્વી હતા અને ખાસ કરીને ઉર્દૂ ભાષાના સારા અભ્યાસી હતા. 1916માં બીએસ.સી.ની ઉપાધિ મેળવી. દયાળસિંઘ કૉલેજ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…

વધુ વાંચો >

ભારમાપક પૃથક્કરણ

ભારમાપક પૃથક્કરણ (Gravimetric Analysis) માત્રાત્મક વિશ્લેષણ(quantitative analysis)નો એક પ્રકાર, જેમાં ઇચ્છિત ઘટક(તત્વ કે સમૂહ)ને સામાન્ય રીતે અવક્ષેપન (precipitation) દ્વારા શક્ય તેટલા શુદ્ધ સંયોજન રૂપે મેળવી તેને શુષ્ક બનાવી, તેનું વજન કરવામાં આવે છે. કોઈ કોઈ કિસ્સામાં એવું સંયોજન કે તત્વ પણ ઉદભવે છે કે જેમાં ઇચ્છિત તત્વ ન હોય, પણ…

વધુ વાંચો >

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ heavy water)

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ, heavy water) : સામાન્ય પાણી(H2O)માંના હાઇડ્રોજન(1H)નું તેના એક ભારે સમસ્થાનિક (isotope) ડ્યૂટેરિયમ (D અથવા 2H) વડે પ્રતિસ્થાપન થતાં મળતા પાણીનું એક રૂપ (form). સંજ્ઞા D2O અથવા 2H2O. આવર્તક કોષ્ટકમાં આવેલા સ્થાયી (બિનરેડિયોધર્મી, non-radioactive) સમસ્થાનિકોનાં યુગ્મો પૈકી 1H અને 2H વચ્ચે દળનો તફાવત પ્રમાણમાં સૌથી વધુ (એકના…

વધુ વાંચો >

ભારે રસાયણો

ભારે રસાયણો (heavy chemicals) : વિવિધ ઉદ્યોગોમાં વપરાશ માટે ટનબંધી જથ્થામાં ઉત્પન્ન કરવામાં આવતાં પાયારૂપ અકાર્બનિક અને કાર્બનિક રસાયણો. આ વર્ગમાં સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને ફૉસ્ફૉરિક ઍસિડો; નાઇટ્રોજન, ઑક્સિજન અને ક્લોરીન; એમોનિયા; ચૂનો; મીઠું; કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ), ધોવાનો સોડા અથવા સોડા એશ (સોડિયમ કાર્બોનેટ) તથા ઇથિલીન જેવાં રસાયણોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું)

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું) : પૃથ્વીના ભૂપૃષ્ઠ (crust), પ્રાવરણ (mantle) અને અંતર્ભાગ (ગર્ભભાગ) જેવાં મુખ્ય ક્ષેત્રો(zone)માં રાસાયણિક તત્વોનું વિતરણ. તે પૃથ્વી અને સૂર્યમાલા(solar system)ના પૂર્વ ઇતિહાસ અને તે પછીના ઉદ્વિકાસ (evolution) પર આધારિત છે. આ ઘટનાઓ ઘણા લાંબા સમય પહેલાં બનેલી હોઈ ખરેખર શું બન્યું હશે તેનો સીધો પુરાવો પ્રાપ્ય ન…

વધુ વાંચો >

ભેજદ્રવન

ભેજદ્રવન (deliquescence) : કેટલાક સ્ફટિકીય ઘન પદાર્થો દ્વારા હવામાંના ભેજને શોષી લઈ અંતે (સંતૃપ્ત) દ્રાવણ બનાવવાનો ગુણધર્મ. કેટલાક ઘન પદાર્થો આ અસર તુરત જ દર્શાવે છે. જ્યારે કેટલાક આ પ્રકારની અસર બિલકુલ દર્શાવતા નથી. કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl2), ફેરિક ક્લોરાઇડ (FeCl3), કૅલ્શિયમ નાઇટ્રેટ [Ca(NO3)2], મૅગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl2), સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અને…

વધુ વાંચો >

ભેજસ્રવન

ભેજસ્રવન (efflorescence) : હવામાં ખુલ્લા રખાતા જલયોજિત (hydrated) ઘન પદાર્થો દ્વારા તેમાં સંયોજિત પાણીના અણુઓને બાષ્પ રૂપે ગુમાવવાનો ગુણધર્મ. જ્યારે ઘન-પદાર્થની સપાટી ઉપરની જળબાષ્પનું આંશિક દબાણ (પદાર્થનું વિયોજન દબાણ) હવામાં રહેલી જળ-બાષ્પના આંશિક દબાણ કરતાં વધુ હોય ત્યારે આ ઘટના જોવા મળે છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) અને ગ્લોબર-ક્ષાર (Na2SO4·10H2O)…

વધુ વાંચો >

ભૌતિક રસાયણશાસ્ત્ર

ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…

વધુ વાંચો >

મધુરકો

મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો. પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય…

વધુ વાંચો >