Chemistry

બોરેટ

બોરેટ : બોરોન અને ઑક્સિજન બંને ધરાવતાં (બોરિક ઑક્સાઇડ, B2O3 સાથે સંબંધિત) ઋણાયનોનાં આયનિક સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જોકે સામાન્ય રીતે આ પદ ઑર્થોબોરિક ઍસિડ(H3BO3)ના ક્ષારો માટે વપરાય છે. લિથિયમ બોરેટ સાદો આયન B(OH)4– ધરાવે છે. પણ મોટાભાગનાં બોરેટ સંયોજનો સમતલીય (planar) BO3 સમૂહ અથવા ચતુષ્ફલકીય (tetrahedral) BO3(OH) સમૂહ…

વધુ વાંચો >

બૉરેન

બૉરેન (boranes) : બૉરોન (B) અને હાઇડ્રોજન(H)ના દ્વિઅંગી (binary) સંયોજનોના વર્ગ પૈકીનું કોઈ એક સંયોજન. તેમને બૉરોન હાઇડ્રાઇડ પણ કહે છે. આલ્કેન સાથે સામ્ય ધરાવતા હોવાથી તેમને બૉરેન કહેવામાં આવે છે. વર્ગનું સાદામાં સાદું સંયોજન બૉરેન (BH3) છે, પણ તે વાતાવરણના દબાણે અસ્થાયી હોઈ ડાઇબૉરેન(B2H6)માં ફેરવાય છે. બૉરોનના હાઇડ્રાઇડ બીજાં…

વધુ વાંચો >

બૉરોન

બૉરોન : આવર્તક કોષ્ટકના 13મા (અગાઉના IIIજા) સમૂહનું રાસાયણિક અધાતુતત્વ. સંજ્ઞા, B. હમ્ફ્રી ડેવીએ 1807માં અને ગે-લ્યૂસૅક તથા થેનાર્ડે 1808માં બૉરિક ઍસિડમાંથી લગભગ એકીવખતે આ તત્વ શોધ્યું હતું. બૉરિક ઍસિડના અપચયન માટે ડેવીએ વિદ્યુતવિભાજનનો અને ગે-લ્યૂસૅક અને થેનાર્ડે પોટૅશિયમનો ઉપયોગ કર્યો હતો. 1892માં હેન્રિ મોઇસાંએ 98 % કરતાં વધુ શુદ્ધતાવાળું…

વધુ વાંચો >

બોલ્ટ્ઝમૅન અચળાંક

બોલ્ટ્ઝમૅન અચળાંક (Boltzmann constant) : અણુ અથવા પરમાણુની ગતિજ ઊર્જા(kinetic energy)ને તાપમાન સાથે સાંકળી લેતો અચળાંક. સંજ્ઞા k. વાયુ અચળાંક Rને એવોગેડ્રો (Avogadro) સંખ્યા NA વડે ભાગવાથી તેનું મૂલ્ય મળે છે k = 1.3800662 x 10–23 જૂલ પ્રતિ કેલ્વિન. હીલિયમ અથવા આર્ગન જેવા એક-પારમાણ્વિક (monatomic) વાયુ એકબીજાને લંબ એવી ત્રણ…

વધુ વાંચો >

બૉશ, કાર્લ

બૉશ, કાર્લ (Bosch, Carl) (જ. 27 ઑગસ્ટ 1874, કોલોન, જર્મની; અ. 26 એપ્રિલ 1940, હાઇડલબર્ગ) : એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બૉશ-પદ્ધતિ વિકસાવનાર ઔદ્યોગિક રસાયણવિદ. એન્જિનિયર પિતાના પુત્ર કાર્લે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી લાઇપઝિગમાંથી 1898માં ડૉક્ટરેટ મેળવી. બાડીશે એનિલિન ઉન્ડ સોડા ફૅબ્રિક (BASF) નામના રંગના કારખાનામાં 1899થી નોકરી શરૂ કરી અને 1902થી 1907…

વધુ વાંચો >

બોહરિયમ (bohrium)

બોહરિયમ (bohrium) : આવર્તક કોષ્ટકમાંની અનુએક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bh; પરમાણુક્રમાંક 107. DSI. ડર્મસ્ટેટ ખાતે શીત-સંગલન (cold fusion) પ્રક્રિયા દ્વારા આ તત્વ મેળવવામાં આવ્યું હતું. 1981માં આ તત્વ (107) માટે 209Bi-ની પાતળી પતરી (વરખ, foil) ઉપર આયનીકૃત 54Cr પરમાણુઓના પ્રવેગિત પુંજ(beam)નો મારો ચલાવીને તે મેળવવામાં આવેલું. અંદર આવતા…

વધુ વાંચો >

બ્યૂટાડાઇઈન

બ્યૂટાડાઇઈન : C4H6 અણુસૂત્ર ધરાવતા બે એલિફેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનો પૈકીનું ગમે તે એક. જોકે સામાન્ય રીતે આ શબ્દ સંશ્લેષિત રબરમાંના મુખ્ય ઘટક 1, 3 – બ્યૂટાડાઇઈન (બ્યૂટા – 1, 3 – ડાઇઇન, વિનાઇલ ઇથીલિન, એરિથ્રિન કે ડાઇવિનાઇલ) માટે વપરાય છે. તેનું બંધારણીય સૂત્ર CH2 = CH – CH = CH2…

વધુ વાંચો >

બ્યૂટિરિક ઍસિડ

બ્યૂટિરિક ઍસિડ (બ્યૂટેનોઇક ઍસિડ, ઇથાઇલ ઍસેટિક ઍસિડ, પ્રોપાઇલ ફૉર્મિક ઍસિડ) : પ્રાણીજ ચરબી અને વનસ્પતિજ તેલોમાં ઍસ્ટર રૂપે મળી આવતો એલિફેટિક શ્રેણીનો સંતૃપ્ત ઍસિડ. બંધારણીય સૂત્ર CH3CH2CH2COOH. માખણમાં ગ્લિસેરાઇડ તરીકે તેનું પ્રમાણ 3 %થી 4 % જેટલું હોય છે. ખોરા (બગડી ગયેલા) માખણની અણગમતી વાસ એ આ ગ્લિસેરાઇડના જળવિભાજનથી ઉદભવતા…

વધુ વાંચો >

બ્યૂટિલ આલ્કોહૉલ

બ્યૂટિલ આલ્કોહૉલ : સમાન અણુસૂત્ર (C4H9OH) ધરાવતા ચાર સમાવયવી (isomeric) આલ્કોહૉલમાંનો એક. આ ચારેય સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો આ સાથેની  સારણી મુજબ છે : સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો બંધારણીય સૂત્ર નામ ઉ.બિં. (સે.) ગ.બિં. (સેં.) વિ.ઘ. (20° સે.) CH3CH2CH2CH2OH n-બ્યૂટિલ આલ્કોહૉલ (1-બ્યૂટેનોલ) 117.7° 90.2° 0.810 આઇસોબ્યૂટિલ…

વધુ વાંચો >

બ્યૂટીન

બ્યૂટીન : C4H8 અણુસૂત્રવાળા આલ્કીન સમુદાયોનો એક દ્વિબંધ ધરાવતો અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. આ અણુસૂત્રવાળા ચાર સમાવયવી (isomeric) હાઇડ્રૉકાર્બન છે, જેમનાં બંધારણીયસૂત્ર નીચે પ્રમાણે છે. આ ચારેય સંયોજનો બ્યૂટીન અથવા બ્યૂટિલીન હાઇડ્રૉકાર્બન તરીકે જાણીતાં છે. ઓરડાના દ્બાણે અને તાપમાને બધાં વાયુરૂપમાં હોય છે. ઔદ્યોગિક રીતે તે બ્યૂટેનના ઉદ્દીપકીય વિહાઇડ્રોજનીકરણ દ્વારા મેળવી શકાય…

વધુ વાંચો >