Chemistry
ધાતુસંકીર્ણો
ધાતુસંકીર્ણો (metal complexes) : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા કેન્દ્રસ્થ ધાતુ-આયન (અથવા પરમાણુ) સાથે લિગેન્ડ તરીકે ઓળખાતા સંકીર્ણકારક અધાતુ પરમાણુઓ, આયનો કે અણુઓના સંયોગથી ઉદભવતાં સંયોજનો. આ રીતે મળતો સંગુટિકાશ્મન (conglomeration) જો વીજભારિત હોય તો તેને સંકીર્ણ આયન કહે છે. ધાતુસંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ-પરમાણુ અને લિગેન્ડ વિશિષ્ટ પ્રકારના બંધથી જોડાયેલા હોવાથી…
વધુ વાંચો >ધાત્વિક ક્ષારણ
ધાત્વિક ક્ષારણ (metallic corrosion) ધાતુ અને તેના પર્યાવરણ વચ્ચેની રાસાયણિક કે વીજરાસાયણિક પ્રક્રિયાને પરિણામે થતો ધાતુનો ક્ષય (destruction), અવક્રમણ (degradation) અથવા અવનતિ (deterioration). આ પ્રક્રિયા સાથે ઘણી વાર ભૌતિક કે યાંત્રિકી પરિબળો (factors) પણ સંકળાયેલાં હોય છે. સંસ્કૃતિના વિકાસની સાથે યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો છે. આ યંત્રોની રચનામાં વપરાતી ધાતુઓ…
વધુ વાંચો >ધાત્વિક નિષ્ક્રિયતા
ધાત્વિક નિષ્ક્રિયતા (metallic passivity) ધાતુઓ દ્વારા પ્રદર્શિત થતી એક એવી અવસ્થા, જેમાં ધાતુ વીજરાસાયણિક માધ્યમ કે પર્યાવરણ સાથે પ્રક્રિયા કરવાની ઉષ્માગતિજ વૃત્તિ ધરાવવા છતાં તેમાં લાંબા સમય સુધી અપરિવર્તિત રહે છે. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન શોનબેઇન અને ફૅરેડેએ કર્યું હતું. ફૅરેડેએ જોયું કે લોખંડ ધૂમાયમાન (fuming) નાઇટ્રિક ઍસિડ સાથે સંસર્ગમાં…
વધુ વાંચો >ધાત્વિક બંધ
ધાત્વિક બંધ (metallic bond) : ઘન ધાતુ અથવા મિશ્રધાતુમાં પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખતું બળ. જાણીતાં તત્વો પૈકીનાં લગભગ ત્રણચતુર્થાંશ ભાગનાં ધાતુતત્વો છે. તે આ પ્રમાણેની ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવે છે : (i) ઊંચી ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા, (ii) લાક્ષણિક ધાત્વિક ચળકાટ અને પરાવર્તકતા (raflectivity), (iii) આઘાત–વર્ધનીયતા એટલે કે ટિપાઉપણું (malleability)…
વધુ વાંચો >નવસાર (Sal ammoniac)
નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl. એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે : (NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4 એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે…
વધુ વાંચો >નાઇટ્રસ ઍસિડ
નાઇટ્રસ ઍસિડ : આછા વાદળી રંગના દ્રાવણ રૂપે મળતો નાઇટ્રોજનનો નિર્બળ (weak) ઍસિડ. તેનું સૂત્ર છે HNO2. અણુભાર 47.01 તથા સંરચનાત્મક સૂત્ર શુદ્ધ સ્વરૂપમાં નાઇટ્રસ ઍસિડ મેળવી શકાયો નથી પરંતુ તેનાં ઊંચા સંકેન્દ્રણવાળાં જલીય દ્રાવણો નાઇટ્રાઇટ ક્ષારો(દા. ત., બેરિયમ નાઇટ્રાઇટ)માં ઍસિડ ઉમેરીને મેળવી શકાય છે. Ba(NO2)2 + H2SO4 → 2HNO2 +…
વધુ વાંચો >નાઇટ્રાઇટ
નાઇટ્રાઇટ : અસ્થાયી નાઇટ્રસ ઍસિડ(HNO2)માંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો ક્ષારો તથા લવણો પૈકીનું ગમે તે એક સંયોજન ક્ષારો. દા. ત., સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2 આયનિક સંયોજનો હોઈ તેઓ નાઇટ્રાઇટ ઋણાયન (NO2-) ધરાવે છે. આ ઋણાયનમાં બંધ – કોણ (bond angle) 115° હોય છે. નાઇટ્રસ ઍસિડના એસ્ટરો (esters) સહસંયોજક સંયોજનો હોઈ R-O-N-O…
વધુ વાંચો >નાઇટ્રાઇડ
નાઇટ્રાઇડ : નાઇટ્રોજન કરતાં ઓછી ઇલેક્ટ્રૉન-ઋણતા ધરાવતાં અથવા વધુ ધનવિદ્યુતી (electropositive) તત્ત્વો સાથે નાઇટ્રોજનનાં દ્વિ-અંગી સંયોજનો. (અપવાદ : એઝાઇડ N3–). આવર્તક કોષ્ટકમાંના સમૂહ a 1 ની ધાતુઓની નાઇટ્રોજન સાથે પ્રત્યક્ષ (direct) પ્રક્રિયાથી એઝાઇડ બને છે જેને કાળજીપૂર્વક (ધડાકો થતો અટકાવવા માટે) ગરમ કરતાં વિઘટન પામીને ઘન નાઇટ્રાઇડ, દા. ત., Li3N,…
વધુ વાંચો >નાઇટ્રિક ઍસિડ
નાઇટ્રિક ઍસિડ : એક પ્રબળ અકાર્બનિક ખનિજ (mineral) ઍસિડ. સૂત્ર HNO3. શુદ્ધ નાઇટ્રિક ઍસિડ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉ.બિંદુ 83° સે., બાષ્પદબાણ 62 મિમી.(25° સે.), શ્યાનતા 0.761 સેપો.(25° સે.), ઘનતા 1.52 (25° સે.), અને ઠારબિંદુ –47° સે. છે. તેના ઉપર પ્રકાશ પડવાથી તેમાંથી NO2 ઉત્પન્ન થવાને લીધે તેનું દ્રાવણ પીળા…
વધુ વાંચો >નાઇટ્રેટ
નાઇટ્રેટ : નાઇટ્રિક ઍસિડમાંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો (ક્ષારો અને એસ્ટરો) પૈકીનું ગમે તે એક સંયોજન. ક્ષારો (દા. ત., NH4NO3) આયનિક સંયોજનો હોય છે અને તેમાં નાઇટ્રેટ ઋણાયન (NO3–) તરીકે હોય છે. એસ્ટરો નાઇટ્રિક ઍસિડના સહસંયોજક સંયોજનો હોય છે અને તેમની સંરચના R-O-NO2 હોય છે, જેમાં R એ એક કાર્બનિક…
વધુ વાંચો >