Chemistry

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (જ. 29 નવેમ્બર 1919, અમદાવાદ; અ. 8 જાન્યુઆરી 1994, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના વિખ્યાત સંશોધક અને અધ્યાપક. પિતા જટાશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય. જયંતીભાઈએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ પિતાના માર્ગદર્શન નીચે ઘરે રહીને કરેલો તથા પાંચમા ધોરણથી નિશાળે જતા થયા. આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1936માં તેઓ મૅટ્રિક થયા. વધુ…

વધુ વાંચો >

ત્સિયન, રોજર યૉંચિયન

ત્સિયન, રોજર યૉંચિયન (Tsien, Roger Yonchien) (જ. 1 ફેબ્રુઆરી 1952, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવવૈજ્ઞાનિક અને લીલા પ્રસ્ફુરક પ્રૉટીન (green fluorescent protein, GFP) અંગેના સંશોધન બદલ 2008ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ત્સિયનનાં કુટુંબીઓ વુયુ (Wuyue) રાજ્યના રાજવી પરિવારનાં સંતાનો હતાં. ઐતિહાસિક ર્દષ્ટિએ ત્સિયન એ રાજા કિયાન લૂ (Qian Lue)…

વધુ વાંચો >

થર્મિટ

થર્મિટ (thermit) પ્રવિધિ : ઉચિત તત્વમિતીય પ્રમાણ(stoichiometric proportion)માં લીધેલા ધાતુના ઑક્સાઇડ અને ચૂર્ણિત (powdered) કે દાણાદાર ઍલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરી લોહ અને બિનલોહ (nonferrous) ધાતુઓના વેલ્ડિંગ માટે વપરાતી પદ્ધતિ. તેને ઍલ્યુમિનોથર્મિક પ્રવિધિ પણ કહે છે. તેમાં વપરાતું થર્માઇટ (thermite) મિશ્રણ (વજનથી 1 ભાગ ઍલ્યુમિનિયમ + 3.2 ભાગ લોખંડનો ઑક્સાઇડ) જર્મન…

વધુ વાંચો >

થાયમૉલ

થાયમૉલ (Thymol) : તીવ્ર વાસવાળો રંગહીન, સ્ફટિકમય પદાર્થ. ગુજરાતીમાં તે અજમાના અર્ક (સત્ત્વ) તરીકે જાણીતો છે. તે થાઇમ કપૂર (Thyme camphor) તરીકે પણ ઓળખાય છે. ફુદીના(mint)ના પ્રકારની લેમિયેસી (Lamiaceae) અથવા લેબિયેટી (Labiatae) કુળની તૂરી તૃણૌષધિને થાઇમ (Thyme) અથવા થાયમસ વલ્ગારિસ (Thymus vulgaris) કહે છે. તેમાંથી તે મળી આવે છે. થાઇમમાં…

વધુ વાંચો >

થાયોનિલ ક્લોરાઇડ

થાયોનિલ ક્લોરાઇડ : સલ્ફર ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફ્યુરસ ઑક્સિક્લોરાઇડ તરીકે પણ ઓળખાતું રંગવિહીન કે આછા પીળા રંગનું પ્રવાહી. તેની વાસ ગૂંગળામણ ઉપજાવે તેવી તીવ્ર હોય છે. તેનું ઉ.બિં. 78.8° સે., સૂત્ર SOCl2 અથવા OSCl2 ઠાર-બિંદુ –105° સે. તથા વિ. ઘનતા 1.638 છે. 140° સે. તાપમાને તે વિઘટન પામે છે. પાણીમાં પણ…

વધુ વાંચો >

થાયોયૂરિયા

થાયોયૂરિયા (Thiourea or Thiocarbamide) : યૂરિયાનું સલ્ફર ધરાવતું તુલ્યરૂપ સંયોજન. તે રંગવિહીન ઘન પદાર્થ છે. તેનું સૂત્ર H2NCSNH2, ગ. બિંદુ 180°–182° સે.. પાણીમાં સાધારણ દ્રાવ્ય તથા ઈથરમાં અદ્રાવ્ય છે. આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે. સ્વાદે કડવું હોય છે. શૂન્યાવકાશમાં 150°–160° સે. તાપમાને ઊર્ધ્વપાતનીય છે. થાયોયૂરિયા બનાવવાની ત્રણ સામાન્ય રીતો છે :…

વધુ વાંચો >

થાયોસાયનેટ

થાયોસાયનેટ : SCN સમૂહ ધરાવતાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો. તે થાયોસાયનિક ઍૅસિડ HSCNમાંથી ઉદભવેલાં હોય છે. સાયનિક ઍસિડની માફક થાયોસાયનિક ઍસિડ બે સ્વરૂપમાં હોય છે : આ બીજું સ્વરૂપ આઇસોથાયોસાયનિક ઍસિડ તરીકે જાણીતું છે તથા તેમાંથી આઇસોથાયોસાયનેટ્સ બને છે, જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે. અકાર્બનિક થાયોસાયનેટ લવણો સાયનાઇડો તથા…

વધુ વાંચો >

થિયોબ્રોમીન

થિયોબ્રોમીન (Theobromine અથવા B, 7 – Dimethylxanthine) : પાકાં, સૂકવેલાં થિયોબ્રોમા કેકાઓનાં બીજમાંથી મેળવવામાં આવતું આલ્કલૉઇડ. કોકો તથા ચૉકલેટ ઉદ્યોગમાંથી મળતી અવશિષ્ટ (waste) નીપજનું નિષ્કર્ષણ કરીને પણ તે કોઈ વાર મેળવવામાં આવે છે. સંશ્લેષણ દ્વારા પણ તે બનાવાય છે. થિયોબ્રોમીન કૅફિનને મળતું સંયોજન છે. ચામાંથી પણ તે મળે છે. તેને…

વધુ વાંચો >

થુલિયમ

થુલિયમ (Thulium) : આવર્ત્તકોષ્ટક(periodic table)ના ત્રીજા (અગાઉ III A) સમૂહમાં આવેલ લેન્થેનાઇડ(lenthanide)શ્રેણી અથવા લેન્થેનૉઇડ્ઝ(lenthanoids)માંના વિરલ મૃદા (rare earth) તત્વો પૈકીનું એક ધાત્વીય તત્વ. સંજ્ઞા Tm. 1879માં પર ટી. ક્લીવ (Per T, Cleve) નામના વૈજ્ઞાનિકે આ તત્વ શોધેલું. લૅટિન શબ્દ ‘Thule’ (most northerly land) પરથી આ તત્વને ‘થુલિયમ’નામ આપવામાં આવ્યું છે.…

વધુ વાંચો >

થેલિક ઍસિડ

થેલિક ઍસિડ : બેન્ઝિન ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ [C6H4 (COOH)2]ના ત્રણ સમઘટકો પૈકીનો એક સમઘટક. બેન્ઝિન વલયમાંના પાસે પાસેના બે કાર્બન પરમાણુઓ ઉપર ઑર્થો સ્થિતિમાં કાબૉર્ક્સિલ (– COOH) સમૂહ આવેલ હોવાથી તેને ઑર્થો અથવા 1, 2–થેલિક ઍસિડ કહે છે. તે ઑર્થો–બેન્ઝિન ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તેમજ બેન્ઝિન –1, 2–ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >