Chemistry

સેપોનિન (Saponin)

સેપોનિન (Saponin) : પાણી સાથે હલાવતાં સાબુની માફક ફીણ જેવું કલિલી દ્રાવણ આપતાં વિષાળુ ગ્લાયકોસાઇડ સંયોજનોનો એક પ્રકાર. વનસ્પતિસૃષ્ટિમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એશિયા તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણ (subtropical) વિસ્તારોમાં તેમજ પ્રશાંત (Pacific) મહાસાગરના દ્વીપોમાં થતાં વૃક્ષો અને છોડવાઓની જાતો (species) સોપબેરી (soapberry) તરીકે…

વધુ વાંચો >

સેબેતિયે પૉલ (Sabatier Paul)

સેબેતિયે, પૉલ (Sabatier, Paul) [જ. 5 નવેમ્બર 1854, કારકાન્સોન, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1941, ટૂલોઝ (Toulouse), ફ્રાન્સ] : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ અને 1912ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. પૅરિસ ખાતે ઈકોલે નૉર્મલે સુપિરિયોર(Ecole Normale Superieure)માં અભ્યાસ કર્યા બાદ તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં માર્સેલિન બર્થોલોટના મદદનીશ બન્યા અને ત્યાંથી 1880માં પીએચ.ડી.ની…

વધુ વાંચો >

સેલિસિલિક ઍસિડ (Salicylic acid)

સેલિસિલિક ઍસિડ (Salicylic acid) : ઍરોમેટિક કાર્બોક્સિલિક વર્ગનો હાઇડ્રૉક્સિ (અથવા ફિનોલિક) ઍસિડ. તે ઑર્થોહાઇડ્રૉક્સિ અથવા 1-હાઇડ્રૉક્સિબેન્ઝૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર, C6H4(OH)(COOH). કુદરતી રીતે તે ઓછી માત્રામાં ઘણા છોડવાઓમાં, ખાસ કરીને સ્પિરિયા(Speraea)ની વિવિધ જાતિઓમાં, મુક્ત સ્વરૂપે મળી આવે છે. એસ્ટર રૂપે પણ તે મળી આવે છે; દા.ત., વિન્ટરગ્રીન(wintergreen)ના તેલમાં…

વધુ વાંચો >

સેલિસિલેટ

સેલિસિલેટ : વિવિધ પ્રકારના ચામડીના વિકારો તથા દુખાવો ઘટાડતાં સંયોજનોનું જૂથ. સેલિસિલિક ઍસિડ (જુઓ આકૃતિ) ‘સેલિક્સ’ નામના વૃક્ષની છાલમાંથી મેળવાય છે. તેના પરથી તેનું નામ પડ્યું છે. તે એક રંગવિહીન, સ્ફટિકી સેન્દ્રિય અમ્લ (acid) છે અને વૃક્ષોમાં અંત:સ્રાવ(hormone)નું કામ કરે છે. તે ‘ઍસ્પિરિન’ના સક્રિય ઉપ-ઘટક (component) જેવું બંધારણ ધરાવે છે.…

વધુ વાંચો >

સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર)

સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર) : વનસ્પતિમાં મળી આવતો ગ્લુકોઝ એકમોની લાંબી, અશાખાન્વિત (unbranched) શૃંખલા ધરાવતો બહુશર્કરાયુક્ત (polysaccharide) ઘટક. સૂત્ર (C6H10O5)n. ઈ. પૂ. 3500ના અરસામાં ઇજિપ્શિયનો કેટલાક જલજ (aquatic) બરુ(reeds)ની મજ્જા(pith)માંથી લખવા માટેનો પપાયરસ (papyrus) નામનો કાગળ બનાવતા હતા. ‘સેલ્યુલોઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1840 આસપાસ કૃષિવિજ્ઞાની જીન બાપ્ટિસ્ટ પાયેને કર્યો હતો. તે છોડ…

વધુ વાંચો >

સેંગર ફ્રેડરિક

સેંગર, ફ્રેડરિક (જ. 13 ઑગસ્ટ 1918, રેન્ડકૉમ્બ, ગ્લુસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડોની સંરચનાને લગતા રાસાયણિક સંશોધનના અગ્રણી તથા રસાયણશાસ્ત્રમાં બે વખત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અંગ્રેજ જૈવરસાયણવિદ. એક દાક્તરના પુત્ર એવા સેંગરે કેમ્બ્રિજની સેન્ટ જ્હૉન કૉલેજમાં અભ્યાસ કરી 1939માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં બી.એ.ની પદવી મેળવી. તે પછી કેમ્બ્રિજ ખાતે…

વધુ વાંચો >

સોડિયમ

સોડિયમ : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Na. રોજિંદા વપરાશમાં લેવાતું સામાન્ય મીઠું (common salt) એ સોડિયમનો ક્લોરાઇડ ક્ષાર છે. 1807માં (સર) હમ્ફ્રી ડેવીએ 29 વર્ષની વયે પીગળેલા કૉસ્ટિક પોટાશ(KOH, પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ)ના વિદ્યુતવિભાજનથી પોટૅશિયમ ધાતુ મેળવી તેના થોડા દિવસો પછી તેમણે પીગળેલા કૉસ્ટિક સોડા(NaOH)ના વિદ્યુતવિભાજન દ્વારા…

વધુ વાંચો >

સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) :

સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં સોડિયમની આવક, સંગ્રહ, ઉત્સર્ગના નિયમન દ્વારા શારીરિક પ્રવાહીઓમાં તેનાં સ્તર તથા સાંદ્રતાની જાળવણી રાખવી તે. તેનું સાંકેતિક ચિહન Na છે. તે તત્વોની આવર્તન-સારણીમાં 11મો ક્રમાંક ધરાવે છે અને તેને આલ્કલી ધાતુ (ક્ષારદ) (alkali metal) રૂપે વર્ગીકૃત કરાય છે. ‘સોડા’ તરીકે જાણીતાં રસાયણો(દા.ત., કૉસ્ટિક…

વધુ વાંચો >

સોડિયમ આલ્જિનેટ

સોડિયમ આલ્જિનેટ : જુઓ સમુદ્રરસાયણો.

વધુ વાંચો >

સોડિયમ કાર્બોનેટ :

સોડિયમ કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ[કાર્બન ડાયૉક્સાઇડના જલીય દ્રાવણ(H2CO3)]નો ક્ષાર અને ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો આલ્કલી. નિર્જળ (anhydrous) (Na2CO3) (સોડા ઍશ અથવા સાલ સોડા), મૉનોહાઇડ્રેટ (Na2CO3·H2O) અને ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) (ધોવાનો સોડા)  એમ ત્રણ સ્વરૂપે તે મળે છે. ઉપસ્થિતિ (occurrence) : કુદરતી રીતે તે નીચેના નિક્ષેપોમાં મળી આવે છે : ટ્રોના (trona) :…

વધુ વાંચો >