Chemistry
સુમ્નેર જેમ્સ બેટ્ચેલર
સુમ્નેર, જેમ્સ બેટ્ચેલર (Sumner, James Batecheller) (જ. 19 નવેમ્બર 1887, કૅન્ટોન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 12 ઑગસ્ટ 1955, બફેલો, ન્યૂયૉર્ક) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1946ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એક તાલેવાન સૂતર ઉત્પાદનકાર ખેડૂતના પુત્ર. બાળપણમાં જ શિકાર દરમિયાન એક હાથ ગુમાવેલો. તેમણે હાર્વર્ડમાં રસાયણ અને શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1914માં…
વધુ વાંચો >સુવર્ણ (રસાયણશાસ્ત્ર)
સુવર્ણ (રસાયણશાસ્ત્ર) : આવર્ત કોષ્ટકના Ib સમૂહમાં આવેલું, સંજ્ઞા Au, પરમાણુક્રમાંક 79 અને પરમાણુભાર 196.967 ધરાવતું તત્વ. તે ઘેરા પીળા રંગની, ચળકતી, નરમ, કીમતી ધાતુ છે. મુક્ત સ્થિતિમાં મળી આવતું હોવાને કારણે પુરાણકાળથી કલાત્મક નમૂના, પૂજા માટેનાં પાત્રો, આભૂષણો અને સિક્કામાં તે વપરાતું આવ્યું છે. દરિયાનું પાણી ટન દીઠ 10…
વધુ વાંચો >સુવર્ણ-આંક (gold number)
સુવર્ણ–આંક (gold number) : વિશિષ્ટ રીતે બનાવેલા (0.5થી 0.06 ગ્રા./લિ. સોનું ધરાવતા) સોના(gold)ના લાલ વિલય(sol)માં 10 % સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના 1 મિલિ.ને ઝડપથી ઉમેરવામાં આવે ત્યારે વિલયનું ઘટ્ટીભવન (coagulation) થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા સંરક્ષક (protective) કલિલનો મિગ્રા.માં જથ્થો. કોઈ એક ધાતુના વિલયમાં સરેશ જેવો સ્થાયી (stable) કાર્બનિક કલિલી પદાર્થ…
વધુ વાંચો >સૂક્ષ્મ પૃથક્કરણ (microanalysis)
સૂક્ષ્મ પૃથક્કરણ (microanalysis) : પદાર્થના નાના નમૂનામાં રહેલા ઘટકોના અલ્પ (minute) જથ્થાઓની પરખ અને તેમનું નિર્ધારણ. કોઈ એક પદાર્થમાંના અમુક ઘટકની પરખ અથવા તેનું પ્રમાણ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી તે નક્કી કરવાનું વિશ્લેષક માટે ઘણી વાર આવશ્યક બને છે. સૂક્ષ્મ રસાયણ (micro chemistry) એ સારભૂત રીતે તો યોગ્ય…
વધુ વાંચો >સૂચકો (indicators)
સૂચકો (indicators) : કોઈ એક રાસાયણિક પદાર્થ અથવા આયનની હાજરી પોતાના રંગ દ્વારા સૂચવતો પદાર્થ. રાસાયણિક વિશ્લેષણની કદમિતીય (volumetric) પદ્ધતિમાં આવા સૂચકોનો વિશેષ ઉપયોગ થાય છે. સૂચકો અવલોકનકારને એ બાબતનો ખ્યાલ આપે છે કે કોઈ એક – (i) દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક કે તટસ્થ, (ii) ઉપચયન-અપચયન (oxidation-reduction) પ્રક્રિયા સંપૂર્ણ…
વધુ વાંચો >સેક થૉમસ રૉબર્ટ (Cech Thomas Robert)
સેક, થૉમસ રૉબર્ટ (Cech, Thomas Robert) (જ. 8 ડિસેમ્બર 1947, શિકાગો) : ફક્ત આનુવંશિક (hereditary) અણુ મનાતા આર.એન.એ.(ribonucleic acid, RNA)ના ઉદ્દીપકીય (catalytic) કાર્યની શોધ બદલ 1989ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સહવિજેતા હતા સીડની ઓલ્ટમેન. સેક ગ્રિનેલ(આયોવા)ની ગ્રિનેલ યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1970માં બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ 1975માં તેમણે…
વધુ વાંચો >સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા
સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે દેશમાં પ્રથમ જે ચાર કેન્દ્રીય સંશોધન સંસ્થાઓ સ્થાપવાનું નક્કી કર્યું તેમાંની એક સંસ્થા. આ સંસ્થાએ 1944થી નાના પાયે કાર્ય કરવાનું શરૂ કર્યું અને તેનું વિધિવત્ ઉદઘાટન 26 ઑગસ્ટ 1950ના દિવસે થયું. આ સંશોધન સંસ્થાએ પચાસના દાયકામાં જે…
વધુ વાંચો >સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ
સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું.…
વધુ વાંચો >સૅન્ડવિચ-સંયોજનો (Sandwich compounds)
સૅન્ડવિચ–સંયોજનો (Sandwich compounds) : જેમાં ધાતુનો પરમાણુ કે આયન બે કે વધુ સમતલ સંલગ્નીઓ (ligands) વચ્ચે પ્રગૃહીત (trapped) હોય તેવાં સંકીર્ણ સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જો ત્રણ સંલગ્ની વચ્ચે બે ધાતુ આયનો ગોઠવાયેલાં હોય તો તેને દ્વિમાપી (double decker) સૅન્ડવિચ-સંયોજન કહે છે. સૌથી પહેલું સૅન્ડવિચ-સંયોજન 1951માં બે અલગ અલગ…
વધુ વાંચો >સેપોજેનિન (Sapogenin)
સેપોજેનિન (Sapogenin) : સેપોનિનના જળવિભાજનથી મળતાં ઉચ્ચ આણ્વીય એગ્લાયકોનિક સમૂહોવાળાં સંયોજનો. છોડવાઓની અનેક જાતિઓમાં તે સ્ટીરૉઇડ અથવા ટ્રાઇટર્પિનૉઇડ સમૂહોનાં વ્યુત્પન્નો તરીકે ગ્લાયકોસાઇડ સ્વરૂપે મળે છે; આથી સેપોનિનના જળવિભાજનથી સેપોજેનિનની સાથે સાથે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ઝાયલોઝ (xylose), રહેંમ્નોઝ (rhamnose), એરેબિનોઝ (arabinose) જેવી શર્કરાઓ પણ મળે છે. સેપોનિનનું શુદ્ધીકરણ કરવું ઘણું મુશ્કેલ હોવાથી…
વધુ વાંચો >