Chemistry
સંક્રાંતિ-તત્ત્વો (transition elements)
સંક્રાંતિ–તત્ત્વો (transition elements) : આવર્તક કોષ્ટક(periodic table)માં આલ્કલાઇન મૃદા (alkaline earth) ધાતુઓ પછી આવેલ અને 3d, 4d અને 5d જેવા અંતરતમ (inner) કવચો(shells)ના ભરાવાથી ઉદ્ભવતાં તત્ત્વોની ત્રણ શ્રેઢીઓ (series). સંક્રાંતિ-તત્ત્વો 10 તત્ત્વોની એક એવી ત્રણ હાર (rows) અને એક ચોથી અધૂરી ભરાયેલી હાર ધરાવે છે. આ તત્ત્વોને d-બ્લૉક(d-block)-તત્ત્વો તરીકે પણ…
વધુ વાંચો >સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties)
સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) : દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય(solute)ના કણોની સંખ્યા (સાંદ્રતા) ઉપર જ આધાર રાખતા હોય પણ તેમની પ્રકૃતિ પર આધારિત ન હોય તેવા ગુણધર્મો. અભિસારક (રસાકર્ષણ, પરાસરણ, osmotic) દબાણ, દ્રાવકના બાષ્પદબાણ(vapour pressure)માં થતો ઘટાડો (ΔP = P°A – PA), ઉત્કલનબિંદુમાં થતો વધારો (ΔTB) અને ઠારબિંદુમાં થતો ઘટાડો (ΔTF) –…
વધુ વાંચો >સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions)
સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions) : એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે અણુઓ સંયોજાઈ મોટો અણુ બનાવે અને તે દરમિયાન પાણી અથવા આલ્કોહૉલ જેવો નાનો અણુ દૂર થાય. આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ નથી ગણાતી કારણ કે કેટલીક પ્રક્રિયાઓ યોગશીલન (addition) સોપાને જ અટકાવવી શક્ય હોય છે. અથવા જરૂર મુજબ આગળ પણ…
વધુ વાંચો >સંઘાત-સિદ્ધાંત (પ્રક્રિયા-દરનો) (collision theory of reaction rates)
સંઘાત–સિદ્ધાંત (પ્રક્રિયા–દરનો) (collision theory of reaction rates) : રાસાયણિક પ્રક્રિયાના દરની, ખાસ કરીને પ્રાથમિક (elementary) વાયુ-પ્રાવસ્થાકીય (gas phase) પ્રક્રિયાના દરને અણુઓ વચ્ચેના અસરકારક (effective) સંઘાત (collisions) સાથે સાંકળી લઈ, આગાહી કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત આર્હેનિયસ સમીકરણના ઉદ્ગમ (origin) માટેનું સૈદ્ધાંતિક માળખું પૂરું પાડે છે. સિદ્ધાંત એ અનુમાન પર આધારિત છે…
વધુ વાંચો >સંયોજકતા
સંયોજકતા : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >સંરૂપણ (conformation)
સંરૂપણ (conformation) : કાર્બનિક અણુમાંના પરમાણુઓની એકલ (single) સહસંયોજક (covalent) બંધ (s બંધ) આસપાસ મુક્ત-ચક્રણ (મુક્ત-ઘૂર્ણન) દ્વારા મળતી બે કે વધુ ત્રિપરિમાણી રચનાઓ પૈકીની ગમે તે એક. અણુઓ s બંધના ઘૂર્ણન દ્વારા વિવિધ ભૌમિતીય સ્વરૂપો બનાવે તેવાં સ્વરૂપોને સંરૂપકો (conformers) કહે છે. આ બધાં સ્વરૂપો જુદાં જુદાં સંયોજનો નથી હોતાં,…
વધુ વાંચો >સંવરણ-નિયમો (selection rules)
સંવરણ–નિયમો (selection rules) સ્પૅક્ટ્રમિકી(spectroscopy)માં પ્રાથમિક (elementary) કણ, નાભિક (nucleus), પરમાણુ, અણુ કે સ્ફટિક જેવી કોઈ એક પ્રણાલીમાં વિભિન્ન ઊર્જાસ્તરો (energy levels) વચ્ચે કયાં સંક્રમણો (transitions) શક્ય છે તે દર્શાવતા નિયમો. સ્પૅક્ટ્રમિકી એ પ્રકાશ (વીજચુંબકીય વિકિરણ) સાથે દ્રવ્યની પારસ્પરિક ક્રિયા (interaction) સાથે સંબંધિત છે, જ્યારે વર્ણપટ (spectrum) એ આ પારસ્પરિક ક્રિયા…
વધુ વાંચો >સંશ્લેષ (cohesion)
સંશ્લેષ (cohesion) : દ્રવ્યને ભેગું રાખતું બળ. અણુઓ અને પરમાણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણને લીધે આ બળ પેદા થાય છે. પદાર્થના કણો વચ્ચેનું અંતર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આ બળ ઘટતું જાય છે. થોડાક અપવાદો બાદ કરતાં, ઘન પદાર્થોમાં સંશ્લેષ મહત્તમ હોય છે. પ્રવાહીઓમાં આ બળ ઘન પદાર્થોની…
વધુ વાંચો >સંશ્લેષણ-વાયુ (synthesis gas અથવા syngas)
સંશ્લેષણ–વાયુ (synthesis gas અથવા syngas) : વિવિધ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાતા વાયુમિશ્રણો પૈકીનું એક. તે લગભગ 2થી 3 કદ હાઇડ્રોજન અને 1 કદ કાર્બન મૉનૉક્સાઇડનું મિશ્રણ છે અને મિથેનોલ તથા એમોનિયાના સંશ્લેષણ માટેનો સ્રોત ગણાય છે. જોકે બંને કિસ્સામાં વાયુમિશ્રણ એકસરખું હોતું નથી. આવાં વાયુમિશ્રણો કોક…
વધુ વાંચો >સંશ્લેષિત એસ્ટ્રોજન
સંશ્લેષિત એસ્ટ્રોજન : માદાના લૈંગિક અંતસ્રાવો. લૈંગિક અંત:સ્રાવો મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) માદાના લૈંગિક અંત:સ્રાવો – એસ્ટ્રોજન, (2) નરના લૈંગિક અંત:સ્રાવો – એન્ડ્રોજન તથા (3) ગર્ભાવસ્થા દરમિયાન સ્રવતા અંત:સ્રાવો – પ્રોજેસ્ટિન (progestin). સૌથી પહેલો લૈંગિક અંત:સ્રાવ એસ્ટ્રોન (oestrone or estrone) અલગ પડાયેલો. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીના ઍડોલ્ફ બ્યુટેનાન્ડટ…
વધુ વાંચો >