Botany

વનસ્પતિ-સમાજ (plant community)

વનસ્પતિ-સમાજ (plant community) કોઈ એક નૈસર્ગિક વિસ્તારમાં વસવાટ ધરાવતી સજીવોની જાતિઓનો સમૂહ. વનસ્પતિ-સમાજમાં વસતી જાતિઓ પરસ્પર સહિષ્ણુતા (tolerance) દાખવે છે અને લાભદાયી આંતરક્રિયાઓ કરે છે. સમાજમાં સજીવો એક જ આવાસ(habitat)માં વસે છે અને એકસરખા પર્યાવરણમાં વૃદ્ધિ પામે છે. આવા વનસ્પતિ-સમાજો વન, તૃણભૂમિ, રણ કે તળાવમાં થતી વનસ્પતિઓ દ્વારા બને છે.…

વધુ વાંચો >

વનસ્પતિ-સંગ્રહાલય

વનસ્પતિ-સંગ્રહાલય : વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં જાડા ધારક-કાગળ (mount paper) ઉપર ચોંટાડેલ નમૂનાઓ કોઈ ચોક્કસ જાણીતા વર્ગીકરણ મુજબ ગોઠવેલા હોય છે અને તેમને પિજ્યન હોલ કે સ્ટીલના ખાનાયુક્ત અથવા લાકડાના કબાટમાં મૂકવામાં આવે છે. વનસ્પતિ-સંગ્રહાલય સામાન્ય રીતે વનસ્પતિ-ઉદ્યાન સાથે સંકળાયેલું હોય છે. તે મોટેભાગે સંશોધનસંસ્થાઓમાં જોવા મળે છે. ફૉસબર્ગ…

વધુ વાંચો >

વનસ્પતિ-સંવર્ધન

વનસ્પતિ-સંવર્ધન વનસ્પતિઓનો ઉછેર. 6,000 વર્ષ પૂર્વે મેક્સિકન ઇન્ડિયનોએ વન્ય (wild) ઘાસને વધુ ઉત્પાદનશીલ ધાન્યમાં રૂપાંતર કરવાનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રત્યેક ઋતુમાં સૌથી સહિષ્ણુ (hardiest) બીજની પસંદગી કરતા હતા અને બીજી ઋતુમાં વાવતા હતા. મકાઈ તે સમયના રૂઢિગત ઉછેર(traditional breeding)થી શરૂ થઈ આધુનિક જૈવપ્રાવૈધિક વિજ્ઞાન (biotechnology) યુગ સુધી કૃષિવિદ્યાકીય કૌશલનું…

વધુ વાંચો >

વન્ય પેદાશો

વન્ય પેદાશો : વનમાંથી પ્રાપ્ત થતી પેદાશો. વનસ્પતિ-સૃદૃષ્ટિ પ્રાણી માત્ર માટે આહારવિહારનો અગત્યનો સ્રોત હોવાથી વન્ય પેદાશો માનવી માટે ઉપયોગી છે. એક રીતે જોઈએ તો જળ પણ એક ખૂબ અગત્યની વન્ય પેદાશ ગણાય. વનવિસ્તારની ભૂમિ વિશાળ જળશોષક વાદળી જેવું કામ આપે છે અને વરસાદી જળને સમુદ્રમાં વહી જતું અટકાવી જળસ્તરને…

વધુ વાંચો >

વરધારો (સમુદ્રશોક)

વરધારો (સમુદ્રશોક) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Burm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રપાલક, સમુદ્રશોષ, વૃદ્ધદારુ; બં. બિચતરક; ગુ. વરધારો, સમુદ્રશોક; હિં. બિધારા, સમુન્દર-કા-પાત; ક. તે. ચંદ્રપાડા; અં. એલિફંટ ક્રીપર, વૂલી મૉર્નિંગ ગ્લોરી) છે. તે ભારતમાં 300 મી.ની ઊંચાઈ સુધી…

વધુ વાંચો >

વરિયાળી

વરિયાળી દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Foericulum vulgare mill. syn. F. capillaceum gilib, F. officinale All. (સં. મિશ્રેયા, મ. બડી શેપ, હિં. બડી શોપ – સોંફ, બં. મૌરી, ગુ. વરિયાળી, ક. દોડુસબ્બસિગે, તે. પેદજીલકુરર, ત. સોહીકીરે, ફા. બાદિયાન, અં. ઇંડિયન સ્વીટ ફેનલ) છે. તે મજબૂત,…

વધુ વાંચો >

વરી

વરી : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum Blanco (હિં. ચેના, બારી; બં. ચીણા; મ. ગુ. વરી; ત. પાનીવારાગુ; તે. વારીગા; ક. બારાગુ; પં. ઓરિયા, ચીના, બચારી બાગમુ; અં. કૉમન મીલેટ, પ્રોસોમીલેટ, હૉગ મીલેટ) છે. તેનું મૂળ વતન પૂર્વ કે મધ્ય એશિયા માનવામાં આવે…

વધુ વાંચો >

વર્ધમાન પેશી (meristem)

વર્ધમાન પેશી (meristem) સતત કોષવિભાજન પામવાનો ગુણધર્મ ધરાવતા વનસ્પતિકોષોનો સમૂહ. તેઓ વનસ્પતિના સમગ્ર જીવન દરમિયાન અમર્યાદિતપણે નવા કોષો ઉત્પન્ન કરે છે. નવા ઉત્પન્ન થયેલા કોષો વૃદ્ધિ અને વિભેદન (differentiation) દ્વારા સ્થાયી પેશીઓમાં પરિણમે છે. આમ, વર્ધમાન પેશીઓ, નવી પેશીઓ, અંગોના ભાગ અને નવાં અંગોનું સર્જન કરી વૃદ્ધિ કરે છે. અનાવૃતબીજધારીઓ…

વધુ વાંચો >

વર્બિના (verbena)

વર્બિના (verbena) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેની ત્રણ જાતિઓ સામાન્ય રીતે બગીચામાં ઉછેરવામાં આવે છે : (1) વર્બિના હાઇબ્રિડ્સ (Verbena hybrids), (2) વર્બિના એરિનૉઇડીસ (V. erinoides) અને (3) વર્બિના વેનૉસા (V. venosa). જોકે હવે મોટેભાગે વર્બિના હાઇબ્રિડ્સ જાતિ ઉછેરવામાં આવે છે. મોટા છોડની નીચે, લીલીછમ…

વધુ વાંચો >

વર્બિનેસી

વર્બિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમિએલીસ (Lamiales), કુળ – વર્બિનેસી. આ કુળનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. વર્બિનાની કેટલીક જાતિઓ ઠંડા પ્રદેશમાં પણ…

વધુ વાંચો >