Botany
લિલી
લિલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની કેટલીક જાતિઓ. આ બધી જાતિઓ કંદમાંથી થાય છે. તેમનાં પાન સાંકડાં, પટ્ટી આકારનાં અને લાંબાં હોય છે. તેઓ બધી જગાએ થાય છે. પરંતુ થોડા ભેજવાળી આબોહવામાં અને સાધારણ છાંયામાં સારી રીતે થાય છે. તેની કેટલીક જાતિઓ આ પ્રમાણે છે. સ્પાઇડર લિલી અથવા…
વધુ વાંચો >લિંગનિશ્ચયન
લિંગનિશ્ચયન પ્રાથમિક લિંગી લક્ષણો (શુક્રપિંડો કે અંડપિંડોનો વિકાસ) અને વિવિધ દ્વિતીયક લિંગી લક્ષણોના સંદર્ભમાં સજીવની જાતિનું નિશ્ચયન. તે જનીનિક, અંત:સ્રાવી અને કેટલીક વાર પર્યાવરણીય નિયંત્રણ હેઠળ થતાં વિકાસકીય પરિવર્તનોની અત્યંત જટિલ પ્રક્રિયા પર આધારિત છે. જોકે સજીવ વિકાસનો કયો પથ અનુસરશે, તે ઘણી વાર એક અથવા બહુ થોડાં જનીનો નક્કી…
વધુ વાંચો >લિંગસૂત્રો
લિંગસૂત્રો : જુઓ લિંગનિશ્ચયન.
વધુ વાંચો >લિંગી અસંગતતા
લિંગી અસંગતતા : જીવનક્ષમ (viable) અને ફળદ્રૂપ (fertile) પરાગરજના પરાગનયન પછી પણ કાર્યશીલ (functional) માદા જન્યુઓ (female gametes) ધરાવતા સ્ત્રીકેસરની બીજનિર્માણની અસમર્થતા. અહીં, પરાગરજ અને સ્ત્રીકેસર એકબીજા માટે અસંગત (incompatible) કહેવાય છે. લિંગી અસંગતતા આંતરજાતીય (interspecific) અથવા અંત:જાતીય (intraspecific) હોઈ શકે છે. આંતરજાતીય અસંગતતા બે જુદી જુદી જાતિઓની વનસ્પતિઓ વચ્ચે…
વધુ વાંચો >લીઓસી
લીઓસી : જુઓ વાઇટેસી.
વધુ વાંચો >લીચી
લીચી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સેપિન્ડેસીની એક વૃક્ષ-પ્રજાતિ. તેની બે જાતિઓ થાય છે. Litchi philipinesis Radlk. ફિલિપાઇન્સમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. L. Chinensis (Gaertn.) Sonn. syn. Nephelium litchi cambess. (હિં., બં. લીચી) દક્ષિણ ચીનની સ્થાનિક જાતિ છે. લીચી 10 મી.થી 12 મી. ઊંચું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >લીમડો
લીમડો દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Azadirachta indica A. Juss. (સં. નિંબ, પ્રભદ્ર; સર્વતોભદ્ર; મ. કડૂનિંબ, બાળંત નિંબ; હિં., બં. નીમ; ત.તુ.ક. એવું.; તે. વેપ્પા; મલ. વેપ્પુ; અં. માર્ગોસા ટ્રી, નીમ ટ્રી) છે. તે વિશાળ, સદાહરિત, 12 મી.થી 18 મી. ઊંચું અને 1.8 મી.થી 2.4…
વધુ વાંચો >લીલ
લીલ બહુ થોડા અપવાદો બાદ કરતાં પાણીમાં વસવાટ ધરાવતો ક્લૉરોફિલયુક્ત એકાંગી વનસ્પતિસમૂહ. આ વનસ્પતિઓના દેહનું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોતું નથી તેમજ તેઓમાં પેશીય આયોજન પણ જોવા મળતું નથી. વનસ્પતિઓના આ પ્રકારના દેહને ‘સુકાય’ (thallus) કહે છે. તેઓમાં વિવિધ પોષકદ્રવ્યોના વહન માટેનાં તત્વોના અભાવને લીધે તેઓ અવાહક પેશીધારી…
વધુ વાંચો >લીલી ચા (સુગંધી ચા)
લીલી ચા (સુગંધી ચા) : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon citratus stapf syn. Andropogon citratus Dc. (સં. સુગંધભૂતૃણ; હિં. સુગંધી તૃણ; બં. ગંધબેના; મ. પાતીયા ચા, ગવતી ચા; ગુ. લીલી ચા; ક. સુગંધતૃણ; તે. નીમ્માગડ્ડી; ત. વસન પ્પીલ્લુ; મલ. વસન પ્યુલ્લા; અં. વેસ્ટ…
વધુ વાંચો >લીંડીપીપર (પીપર)
લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના…
વધુ વાંચો >