Archeology
વલભી સંવત
વલભી સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >વાકણકર, હરિભાઉ
વાકણકર, હરિભાઉ (જ. 4 મે 1919, નીમચ, મધ્યપ્રદેશ; અ. 4 એપ્રિલ 1988, સિંગાપુર) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિના પુરાતત્વવિદ, અગ્રણી ચિત્રકાર, સ્વાતંત્ર્યસેનાની તથા સામાજિક કાર્યકર. આખું નામ વિષ્ણુ શ્રીધર વાકણકર; પરંતુ અંગત વર્તુળમાં હરિભાઉ તરીકે જાણીતા હતા. ઇતિહાસકાર પરિવારમાં જન્મ. પિતાનું નામ શ્રીધર, માતાનું નામ સીતાબાઈ. શિક્ષણ એમ.એ. (પુરાતત્વ), જી. ડી. આર્ટ…
વધુ વાંચો >વિક્રમ સંવત
વિક્રમ સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >વિન્કલ્માન, જોઆકીમ
વિન્કલ્માન, જોઆકીમ (Wincklemann, Joachim) (જ. 9 ડિસેમ્બર, સ્ટેન્ડાલ, પ્રુશિયા; અ. 8 જૂન 1768, ત્રિયેસ્તે, ઇટાલી) : પ્રાચીન ગ્રીક કલાની હિમાયત કરનાર જર્મન પુરાતત્વવેત્તા અને કલા-ઇતિહાસકાર. તેમના પ્રભાવ હેઠળ યુરોપ અને અમેરિકામાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને ફિલસૂફીનાં ક્ષેત્રોમાં નવપ્રશિષ્ટવાદનો જન્મ થયો. તેમના પિતા મોચી હતા. અભ્યાસકાળ દરમિયાન હોમરના અનુવાદ વાંચ્યા…
વધુ વાંચો >વિલ્કિન્સ ચાર્લ્સ
વિલ્કિન્સ ચાર્લ્સ (ઈ. સ. 1798, ન્યૂયૉર્ક, યુ. એસ.; અ. 1877) : અમેરિકન નૌકા-અધિકારી અને પ્રસિદ્ધ દરિયાઈ પુરાવિદ. ચાર્લ્સે અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના નૌકાખાતામાં સામાન્ય અધિકારી તરીકે (1818) કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશ: બઢતી મેળવતા જતાં ઈ. સ. 1830માં નવી શરૂ કરાયેલ દરિયાઈ વેધશાળાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અપાયેલ…
વધુ વાંચો >વીરનિર્વાણ સંવત
વીરનિર્વાણ સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >વીર બલ્લાલ સંવત
વીર બલ્લાલ સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >વીરભદ્ર શિવની પ્રતિમા
વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો…
વધુ વાંચો >વૂલી, લિયૉનાર્ડ
વૂલી, લિયૉનાર્ડ (જ. 1880; અ. 1960) : પ્રખ્યાત બ્રિટિશ પુરાવિદ. પૂરું નામ સર વૂલી ચાર્લ્સ લિયૉનાર્ડ. ડૉ. વૂલીનું પ્રમુખ સંશોધન ‘ઉર’નું ખોદકામ ગણાય છે (1922-28). વર્તમાન ઇરાક(જૂનું નામ મેસોપોટામિયા)ના દક્ષિણે ફરાત નદીના કિનારે આવેલા સુમેરિયન નગર ‘ઉર’(Ur)નું વૂલીએ પદ્ધતિસરનું ખોદકામ કરી રાજા-રાણીની અકબંધ કબરો સહિતનું આખુંય માળખું પ્રકાશમાં આણ્યું. રાણી-રાજા(પ્રથમ…
વધુ વાંચો >વૈશાલી (નગરી)
વૈશાલી (નગરી) : બિહારમાં આવેલું નગર, જેનું અગાઉનું નામ બસાઢ હતું. તે લિચ્છવી ગણરાજ્યની રાજધાની હતું. બૌદ્ધ સાહિત્યમાં લિચ્છવીની જેમ વજ્જિ પણ વૈશાલીના જ કહેવાય છે. વજ્જિ સંઘની રાજધાની વૈશાલી જ હતી. પાલિ ત્રિપિટકમાં લિચ્છવી અને વજ્જિનો ઉલ્લેખ એક જ ગણરાજ્ય માટે થયો છે. ભગવાન બુદ્ધે બુદ્ધત્વ-પ્રાપ્તિ પછી પાંચમો વર્ષાવાસ…
વધુ વાંચો >