હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
નેપિયર ઘાસ
નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5…
વધુ વાંચો >પચરંગિયો
પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની…
વધુ વાંચો >પપૈયું
પપૈયું : દ્વિદળી વર્ગના કેરિકેસી (એરંડકર્કટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carica indica L. (સં. વાતકુંભફલ, મધુકર્કટી, એરંડકર્કટી, એરંડચિર્ભટ; હિં. પપાયા, પપીતા, એરંડકકડી, એરંડખરબૂજા; બં. પપેયા, પેપે, પપીતા વાતાલેબુ; મ. પપઇ, પપાયા; ગુ. પપૈયું, પોપૈયો, એરંડકાકડી, પપમ; પં. પપીતા, એરંડખરબૂઝા, તમ. પપ્યાય, બપ્પાગાઈ, પપ્પલિ; મલા. ઓમાકાઇ, કર્માસુ; તે. બોપ્પયિ; ક.…
વધુ વાંચો >પરવળના રોગો
પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે. સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું…
વધુ વાંચો >પાનના રોગો
પાનના રોગો : પરોપજીવી ફૂગ, બૅક્ટેરિયા, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, સ્પાયરોપ્લાઝ્મા કે રિકેટ્સિયા જેવા પરોપજીવી સજીવોના વનસ્પતિ કે છોડનાં પાન પરના આક્રમણને કારણે તેની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ થતાં પેદા થતા રોગો. તેથી આક્રમિત પાન કે પાનના વિસ્તારમાં ડાઘા-ટપકાં પીળાં ટપકાં કે પીળાં ધાબાં થાય છે. છોડના પાન ઉપર વિકૃત અસર થવાથી છોડની…
વધુ વાંચો >પીળિયો
પીળિયો : વિષાણુથી વનસ્પતિમાં થતો પાનનો રોગ. વિષાણુઓનું પાન પર આક્રમણ થતાં પાનનો કુદરતી લીલો રંગ ઓછો થાય છે અને પાનમાં પીળાશ વધતી જાય છે. મુખ્યત્વે પાનમાં નીલકણોનું પ્રમાણ ઘટવાથી વનસ્પતિને પીળિયો થાય છે. પાન પીળાં થતાં આખો છોડ પણ પીળો દેખાય છે. આ વિષાણુનો ફેલાવો જીવાત મારફત તેમજ અન્ય…
વધુ વાંચો >પીળી નસનો રોગ
પીળી નસનો રોગ : ભીંડાના પાનમાં ખૂબ જ સ્પષ્ટ પીળી નસનાં લક્ષણો પેદા કરતો વિષાણુજન્ય રોગ. આ વિષાણુઓ જ છોડની બીજ-પર્ણ અવસ્થાથી તે છોડની પરિપક્વ-અવસ્થા સુધીની કોઈ પણ અવસ્થામાં પાન પર આક્રમણ કરે છે. ભીંડાના પાકમાં ભારતનાં બધાં રાજ્યોમાં સૌથી વિશેષ નુકસાન કરતો આ રોગ છે. પાન પર વિષાણુનું આક્રમણ…
વધુ વાંચો >પીળો ગેરુ
પીળો ગેરુ : પક્સિનિયા સ્ટ્રાઇફૉરમિસ નામની ફૂગથી દુનિયાના ઘણા દેશોમાં ઘઉંને થતો રોગ. ભારતમાં આ રોગ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં વિશેષ નુકસાન કરે છે. આ ફૂગ પાન, પર્ણદંડ અને દાંડી, કંટી તેમજ દાણા ઉપર આક્રમણ કરે છે. પાન ઉપર આક્રમણ થતાં તેની ઉપર ચળકતા પીળા રંગના સૂક્ષ્મ બીજાણુઓ (યુરેડોસ્પોર) પટ્ટી-સ્વરૂપે…
વધુ વાંચો >પોચો સડો
પોચો સડો : ફૂગ અને જીવાણુઓના આક્રમણને લીધે ફળ અને શાકભાજીમાં થતો રોગ. તે મુખ્યત્વે ફળ અને શાકભાજીને અપૂરતાં હવા-ઉજાસવાળી પેટીમાં ભરી, અપૂરતી કાળજી રાખી તેમની હેરફેર કરવાથી થાય છે. આ સૂક્ષ્મ પરોપજીવીઓ કૃત્રિમ જખમ દ્વારા ફળમાં પ્રવેશ કરે છે અને તેની વૃદ્ધિ થતાં ફળ પોચું થઈ સડી જાય છે.…
વધુ વાંચો >પોટિયો અંગારિયો
પોટિયો અંગારિયો : કેટલાક અપરિપક્વ ધાન્ય-પાકોમાં દાણા તૈયાર થાય તે પહેલાં અંગારિયા ફૂગના આક્રમણથી થતો રોગ. આ રોગનું આક્રમણ થતાં પાકમાં દાણા તૈયાર થવાને બદલે વ્યાધિજન્ય ફૂગો વૃદ્ધિ પામે છે. દાણાની જગ્યાએ ફૂગની વૃદ્ધિ આવરણમાં પોપટી અથવા નાની શિંગ આકારમાં થાય છે. તેથી આ વ્યાધિજન્ય અંગારિયાને પોટિયો અંગારિયો કહે છે.…
વધુ વાંચો >