હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
ડુંગળી
ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત…
વધુ વાંચો >ડૂંડાનો અંગારિયો
ડૂંડાનો અંગારિયો (ડૂંડાનો આંજિયો) : જુવાર અને બાજરીના પાકમાં ફૂગથી થતો રોગ. જુવારના પાકમાં ખાસ કરીને સંકર અને વધુ ઉત્પન્ન આપતી જાતોમાં આ રોગ વધુ જોવા મળે છે. Sphacelotheca sorghi દ્વારા જુવારને અને Tolyposporium penicillariae દ્વારા બાજરીને અંગારિયો રોગ લાગુ પડે છે. વ્યાધિજન લક્ષણો : ડૂંડું આવે નહિ ત્યાં સુધી…
વધુ વાંચો >તમાકુ
તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…
વધુ વાંચો >તરબૂચ
તરબૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની વનસ્પતિનું ફળ. તેનું વૈજ્ઞાનિક નામ Citrulus vulgaris, Schrad (ગુ. તરબૂચ). ઉદભવ અને વિતરણ : તે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં વધતાઓછા પ્રમાણમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. તરબૂચના પાકા ફળમાં 92…
વધુ વાંચો >તલ
તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે. ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો…
વધુ વાંચો >તામ્રગેરુ
તામ્રગેરુ : આંબાના પાન પર Cephaleuros microid નામની લીલથી થતો ટપકાંનો રોગ. રોગની શરૂઆતમાં પાનની ફલક ઉપર પાણીપોચાં ધાબાં થાય છે, જે તારા આકાર અથવા ગોળ ટપકાંમાં પરિણમે છે. આ લીલ આક્રમણ બાદ પાનની સપાટી પર ગોળાકાર વૃદ્ધિ કરે છે. સમય જતાં લીલના તાંતણા નારંગી રંગ ધારણ કરે છે. તે…
વધુ વાંચો >તુવેર
તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની…
વધુ વાંચો >થડના રોગો
થડના રોગો : વિવિધ પ્રકારના રોગજનક (pathogenic) જીવાણુઓ, ફૂગ અને કીટકો દ્વારા થતા થડના રોગો. થડને થતા જાણીતા રોગોમાં કોહવારો, ચાઠાં, રસઝરણ અને જીવાતના રોગોનો સમાવેશ થાય છે. થડનો કોહવારો : આ રોગ પિથિયમ, ફાઇટોફ્થોરા, રહાઇઝોક્ટિનિયા અને ફ્યુઝેરિયમ જેવી ફૂગ દ્વારા થાય છે. આ ફૂગ થડમાં પ્રવેશી તેની પેશીઓમાં સડો…
વધુ વાંચો >દહિયો
દહિયો : કપાસને Ramularia arila નામની ફૂગથી થતો રોગ. તેને છારિયો પણ કહે છે. ભારતમાં તે દર વર્ષે દેશી જાતોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી.કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ તે જોવા મળેલ છે. લાંબા ચોમાસાવાળાં ભેજવાળાં વર્ષોમાં તેમજ નીચાણવાળા પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગથી થતા…
વધુ વાંચો >દાડમ
દાડમ : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી.…
વધુ વાંચો >