હસમુખ બારાડી
બર્લિનર એન્સેમ્બલ
બર્લિનર એન્સેમ્બલ (સ્થાપના, 1949) : જર્મનીની સુવિખ્યાત નાટક-મંડળી. જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્તોલ્ત બ્રેખ્તને તત્કાલીન સરકારે પૂર્વ જર્મનીમાં તે વસવા આકર્ષાય તે માટે તેમને મંડળી રચીને નાટકો કરવા બર્લિનમાં ‘દુઈયે થિયેટર’નો એક ભાગ આપ્યો. 1954 પછી બ્રેખ્તની મંડળી ‘બર્લિનર એન્સેમ્બલ’ને થિયેટર એમ શીફબોરડામમાં સુવાંગ રંગમંચ આપ્યો અને સંપૂર્ણ સરકારી મદદ…
વધુ વાંચો >બુકનેર, જ્યૉર્ગ
બુકનેર, જ્યૉર્ગ (જ. 1813; અ. 1837) : જર્મન નાટ્યકાર. ગટે અને શિલર જેવા તત્કાલીન નાટ્યકારોની રંગદર્શી કૃતિઓ સામેના પ્રત્યાઘાત રૂપે એમણે લખેલાં બે નાટકો ‘ડેન્ટૉન્સ ટોડ’ (1834) અને ‘વૉઇઝેક’(1836)થી નાટ્યસાહિત્યમાં પ્રકૃતિવાદનાં એમણે પૂર્વએંધાણ આપ્યાં, જે 1880ના દાયકામાં ફૂલ્યાંફાલ્યાં. કેટલાકને મતે આ નાટકોમાં આલેખાયેલી હિંસા અને દૂષિત માનસિકતાથી 1920ના દાયકાના અભિવ્યક્તિવાદનું…
વધુ વાંચો >બેરિમોર, જૉન
બેરિમોર, જૉન (જ. 1882; અ. 1942) : અંગ્રેજી-ભાષી તખ્તાનો નોંધપાત્ર અભિનેતા. અમેરિકી નટપિતા મૉરિસ બેરિમોર(1847–1905)ના આ સૌથી નાના પુત્રે 1903માં શિકાગોના ક્લીવલૅન્ડ થિયેટરમાં કારકિર્દીની શરૂઆત કરી. જૉન રૂપાળો, મોજીલો અને વિનોદી કૉમેડિયન હતો. 1961માં ગૉલ્સવર્ધીના ‘જસ્ટિસ’ નાટકના અભિનયથી એ પ્રેક્ષકોમાં ખૂબ માનીતો બન્યો. 1922માં ‘હૅમ્લેટ’માં એણે પ્રભાવક વાચિક અભિનય આપ્યો.…
વધુ વાંચો >બોખારી, અહમદશાહ
બોખારી, અહમદશાહ : ઑલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ મહાનિયામક, (1943). અહમદશાહ બોખારી અને એમના ભાઈ ઝુલ્ફિકાર અલી બોખારી અવિભક્ત હિંદની પ્રસારણસેવાનાં પ્રારંભનાં વર્ષોના સફળ વહીવટકર્તા તરીકે પંકાયેલા છે. એ બંને બંધુઓ ઑલ ઇન્ડિયા રેડિયોના બ્રિટિશ બ્રૉડ્કાસ્ટિંગ કૉર્પોરેશન–બી.બી.સી.–થી આવેલા સફળ નિયામક લિયોનેલ ફિલ્ડેનના સાથી હતા. અહમદશાહ પહેલાં લાહોરમાં સરકારી કૉલેજમાં અંગ્રેજી ભણાવતા…
વધુ વાંચો >બ્રેખ્ત, બર્ટોલ્ટ
બ્રેખ્ત, બર્ટોલ્ટ (જ. 10 ફેબ્રુઆરી 1898, ઑગ્સબર્ગ, જર્મની; અ. 14 ઑગસ્ટ 1956, ઇસ્ટ બર્લિન) : જર્મન નાટ્યકાર, કવિ. વીસમી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય આ નાટ્યકારે નાટ્યલેખન, અભિનય અને દિગ્દર્શનને સૈદ્ધાંતિક રીતે પણ સામાજિક ર્દષ્ટિકોણ આપ્યો; એથી વીસમી સદીના ઉત્તરાર્ધના નટ-પ્રેક્ષક સંબંધને નવું પરિમાણ મળ્યું. સદીના પૂર્વાર્ધની…
વધુ વાંચો >બ્રૉડવે
બ્રૉડવે : અમેરિકન વ્યાવસાયિક રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર. ન્યૂયૉર્કનો એક વિશાળ રસ્તો કે જેના ઉપર, અથવા જેને ફંટાતા અનેક રસ્તાઓ પર, એ શહેરનાં મોટાભાગનાં વ્યાવસાયિક નાટ્યગૃહો આવેલાં છે. એ નાટ્યગૃહોમાં જે રીતે, અને જે પ્રકારનાં, નાટકો આજ સુધી રજૂ થતાં આવ્યાં છે તેને લગતી સમગ્ર વ્યાવસાયિક નાટ્યપ્રવૃત્તિ માટે આ શબ્દ વાપરવામાં…
વધુ વાંચો >ભાદુડી, શિશિરકુમાર
ભાદુડી, શિશિરકુમાર (જ. 1889; અ. 29 જૂન 1959, કૉલકાતા) : ભારતીય રંગભૂમિના મેધાવી બંગાળી અભિનેતા. શિક્ષિત પરિવારના ફરજંદ તરીકે એમને ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણની તક મળી. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યું. એમના વિદ્યાગુરુઓમાં ભાષાવિજ્ઞાની સુનીતિકુમાર ચૅટરજી અને કલા-સમીક્ષક સુહરાવર્દી વગેરે હતા. 19 વર્ષની નાની વયે એમણે શેક્સપિયરના…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન
મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન (1936) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898–1956)નું ખૂબ અગત્યનું નાટક. વાત સત્તરમી સદીના યુદ્ધકાળની. 3 સંતાનો; પણ એમના પિતા જુદા જુદા. આ સ્ત્રી ત્રણેયને લઈને યુદ્ધમોરચે જતા સૈનિકોની પાછળ પાછળ રેંકડો લઈને ફરે, એમને ઉપયોગી માલ વેચી ગુજરાન ચલાવે છે. બે સંતાનો તો એમાં…
વધુ વાંચો >મનોહરસિંહ
મનોહરસિંહ (જ. 1937) : ભારતીય રંગભૂમિના નોંધપાત્ર હિન્દી-ભાષી અભિનેતા અને દિગ્દર્શક. 1960ના દાયકામાં દેશના ઉચ્ચ કોટિના દિગ્દર્શક ઇબ્રાહીમ અલ્કાઝીના વડપણ હેઠળ ચાલતા રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાન NSDમાં એમની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન જ મનોહરસિંહે અભિનેતા તરીકે કાઠું કાઢવા માંડ્યું હતું. તાલીમ દરમિયાન અલ્કાઝીના દિગ્દર્શનમાં ગિરીશ કર્નાડલિખિત નાટક ‘તુઘલક’માં મુખ્ય ભૂમિકા ભજવી…
વધુ વાંચો >