હર્ષદ રમણભાઈ પટેલ
રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering)
રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering) : ભૌતિક પ્રણાલીના પસંદ કરેલા પરિવર્તીઓ(variables)ને બરાબર ગોઠવીને પ્રણાલીને ઇચ્છિત (મનપસંદ) સ્થિતિમાં જાળવી રાખવાની વ્યવસ્થા. રાસાયણિક ઇજનેરીમાં કોઈ પણ પ્લાન્ટમાં દ્રવ્યના વહનનો સમાવેશ થતો હોય છે; દા. ત., દ્રવ્યનું એક પાત્રમાંથી બીજામાં વહેવું, પ્રવાહીનું બુદબુદન (bubbling) અને ઉત્કલન, સ્નિગ્ધ (viscous) દ્રવ્યોનું…
વધુ વાંચો >રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes)
રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes) : અસ્તિત્વમાં હોય (અથવા જેની રચના કરવાની હોય) તેવી પ્રણાલીનાં મુખ્ય પાસાંઓનું એવું નિરૂપણ (યથાર્થ ચિત્રણ, representation) કે જે પ્રણાલીના ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપની માહિતી આપે. આ ચિત્રણ શક્ય તેટલું સાદું પણ અતિશય સાદું ન હોવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા ઇજનેરી (chemical reaction…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – જોરહાટ
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, જોરહાટ : સીએસઆઈઆર (CSIR) સ્થાપિત વિવિધ પ્રયોગશાળાઓમાંની એક. ઈશાન ભારતના પ્રદેશોની કુદરતી સંપત્તિ આધારિત એવી સ્વદેશી ટૅકનૉલૉજી વિકસાવવા આ સંસ્થા કાર્ય કરે છે કે જે ગુણવત્તા, કિંમત તથા ક્ષમતાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હોય. સંસ્થાની સંશોધન તથા વિકાસ શાખા મુખ્યત્વે તેલક્ષેત્રોમાંથી મળતાં રસાયણો, કૃષિ-રસાયણો, સુગંધી દ્રવ્યો…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભુવનેશ્વર
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા…
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ
રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા. મુખ્યત્વે તે બાંધકામ માટેની સામગ્રી, ખનિજો, ધાતુવિજ્ઞાન (metallurgy) અને દ્રવ્યવિજ્ઞાન (materials science) તથા મધ્યપ્રદેશના કુદરતી સ્રોતોને લગતાં સંશોધન અને વિકાસ(R & D)નું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પ્રદેશના આર્થિક અને…
વધુ વાંચો >વાયુઓનું શોષણ (Absorption of gases)
વાયુઓનું શોષણ (Absorption of gases) : રાસાયણિક ઇજનેરીમાં વાયુમિશ્રણમાંથી એક અથવા વધુ ઘટકોને અલગ પાડવાની પરોક્ષ (indirect) વાયુ-પ્રવાહી-સ્થાનાંતરણ (masstransfer) વિધિ. રાસાયણિક ઇજનેરીમાં આ એક મુખ્ય પ્રચાલન (operation) છે, જે મહદ્ અંશે વિસરણ(diffusion)ના દર દ્વારા નિયંત્રિત આંતરપ્રાવસ્થા (interphase) દ્રવ્યમાન-સ્થાનાંતરણ ઉપર આધારિત છે. મિશ્રણને તેના ઘટકોમાં અલગ પાડવા માટેના ભૌતિક પ્રક્રમ(physical process)માં…
વધુ વાંચો >