હરેશ જયંતીલાલ જાની

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો (જ. 20 માર્ચ 1856, અમેરિકા; અ. 21 માર્ચ 1915) : વૈજ્ઞાનિક સંચાલનના અભિગમના મૂળ હિમાયતી અને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના આદ્ય પ્રવર્તક. 1874 સુધી શિક્ષણ લીધા પછી ફિલાડેલ્ફિયાની એક મશીનશૉપમાં જોડાઈ 1878 સુધી પૅટર્ન-મેકર અને કારીગર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1878માં તે જ રાજ્યની મિડવેલ સ્ટીલ કંપનીમાં કારીગર…

વધુ વાંચો >

ટ્રેવથિક રિચાર્ડ

ટ્રેવથિક રિચાર્ડ (જ. 13 એપ્રિલ 1771, ઇલ્લોજન, કૉર્નવૉલ, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1833, ડાર્ટફૉર્ડ, કૅન્ટ) : ઊંચા દબાણવાળી વરાળનો ઉપયોગ કરી વરાળયંત્રનું કદ અને વજન ઘટાડીને, વરાળથી ચાલતી આગગાડીને શક્ય બનાવનાર અંગ્રેજ યાંત્રિક ઇજનેર અને સંશોધક. વરાળયંત્રોના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપનારમાંના તેઓ એક હતા. કૉર્નવૉલમાં કોલસાની ખાણો નહિ હોવાને કારણે…

વધુ વાંચો >

સત્તાશૃંખલા

સત્તાશૃંખલા : સત્તા, હુકમ અને માહિતીસંચારનો પેઢીના વરિષ્ઠ સંચાલકથી પાયાના કર્મચારી સુધી વહેતો પ્રવાહ. ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ સમૂહમાં અસરકારક રીતે કામ કરી શકે, તેવું વાતાવરણ પ્રસ્થાપિત કરીને ટકાવવાની પ્રક્રિયાને સંચાલન કહે છે. ધ્યેયપ્રાપ્તિ માટે માનવ તથા અન્ય સાધનોનું વ્યવસ્થિત એકીકરણ કરીને અનેકવિધ પ્રક્રિયાઓને પદ્ધતિસર રીતે પાર પાડવી…

વધુ વાંચો >