હરિદાસ શ્રીધર કસ્તૂરે
ચરક (આયુર્વેદાચાર્ય)
ચરક (આયુર્વેદાચાર્ય) : ભારતવર્ષના પ્રાચીનકાળના એક સમર્થ આયુર્વેદાચાર્ય તથા ગ્રંથસંસ્કારકર્તા વિદ્વાન વૈદ્ય. ભારતના પ્રાચીન વ્યાકરણાચાર્ય પતંજલિ તથા આયુર્વેદના શલ્યક્રિયા(સર્જરી)ના જનક આચાર્ય ‘સુશ્રુત’ના તેઓ પુરોગામી હતા. ભારતમાં આયુર્વેદની ઔષધિ (મેડિસીન) શાખાના આદ્યપ્રવર્તક ભગવાન પુનર્વસુ, આત્રેય કે કૃષ્ણાત્રેય નામના મહર્ષિ ગણાય છે. તેમણે અગ્નિવેશ, ભેલ, હારિત, જતૂકર્ણ અને ક્ષારપાણિ નામના મેધાવી શિષ્યોને…
વધુ વાંચો >જતૂકર્ણ
જતૂકર્ણ (ઈ. પૂ. 1000 આ.) : પુનર્વસુ આત્રેયના શિષ્યોમાંના એક. તેમણે જતૂકર્ણતંત્ર અથવા જતૂકર્ણસંહિતા લખી છે તેમ મનાય છે. આયુર્વેદમાં પ્રસિદ્ધ ટીકાકારો ચક્રપાણિ, જેજ્જટ, ડલ્હણ, અરુણ દત્ત, વિજય, રામેત, નિશ્ચલકર, શ્રીકંઠ દત્ત તથા શિવદાસ સેન બધાએ પોતપોતાની ટીકામાં જતૂકર્ણનાં ઉદાહરણો ટાંક્યાં છે. તથાપિ આજના આયુર્વેદ વાઙ્મયમાં જતૂકર્ણસંહિતા ઉપલબ્ધ નથી. જતૂકર્ણ…
વધુ વાંચો >તૃષા
તૃષા : તરસ લાગવી તે. આયુર્વેદમાં અતિ તરસ રોગ ગણાય છે. ભય તથા શ્રમાધિક્યથી વાતપ્રકોપ દ્વારા અને ઉષ્ણતીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવાથી પિત્તપ્રકોપ દ્વારા તાલુમાં શોષ થાય છે અને તૃષારોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં જલવાહી (અંબુવહ) સ્રોત હોય છે. તેમાં દુષ્ટી થવાને કારણે પણ તૃષા થાય છે. તૃષારોગ વાતજ, પિત્તજ, કફજ,…
વધુ વાંચો >પંચકર્મ
પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે. (1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ,…
વધુ વાંચો >રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) :
રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) : એક દુર્ધર રોગ. તેને ‘રોગરાજ’ કહેવામાં આવે છે. ‘યક્ષ્મા’ એટલે ક્ષયનો રોગ. ‘રોગોનો રાજા’ એટલે ‘રાજયક્ષ્મા’. આધુનિક વૈદક પ્રમાણે ‘ટ્યુબરક્યુલૉસિસ’ (ટી.બી.) નામથી જે રોગ પ્રસિદ્ધ છે તેને આયુર્વેદમાં ‘રાજયક્ષ્મા’ કહેવામાં આવે છે. આ રોગમાં દેહની ધાતુઓમાં કાર્યક્ષય થાય છે તેથી તેને ક્ષયરોગ કહે છે. રસાદિ…
વધુ વાંચો >વાગ્ભટ્ટ
વાગ્ભટ્ટ : આયુર્વેદ ક્ષેત્રના એક જાણીતા ગ્રંથકાર. વૃદ્ધ વાગ્ભટ્ટ અને વાગ્ભટ્ટ નામથી બે આચાર્યો આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગસંગ્રહ’ નામના ગ્રંથની રચના કરી છે તો વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ-હૃદય’ નામનો ગ્રંથ લખ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ બે વ્યક્તિઓ જુદી નથી, એક જ છે. ‘અષ્ટાંગસંગ્રહ’ ગ્રંથમાં ચરક, સુશ્રુત વગેરેના…
વધુ વાંચો >શૂલરોગ
શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે…
વધુ વાંચો >