હરસુખ થાનકી

બડજાત્યા, તારાચંદ

બડજાત્યા, તારાચંદ (જ. 10 મે 1914, અ. 21 સપ્ટેમ્બર 1992) : સ્વચ્છ, સામાજિક ચિત્રોનું નિર્માણ અને વિતરણ કરવા માટે જાણીતી ચિત્રનિર્માણ સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સના સ્થાપક ચલચિત્રનિર્માતા. 1962માં પ્રથમ ચિત્ર ‘આરતી’થી માંડીને 1999માં ‘હમ સાથ સાથ હૈં’ સહિત કુલ 48 જેટલાં ચિત્રોનું નિર્માણ કરનાર રાજશ્રી પ્રોડક્શન્સ સંસ્થાની સ્થાપના કરનાર તારાચંદ બડજાત્યા…

વધુ વાંચો >

બડજાત્યા, સૂરજ

બડજાત્યા, સૂરજ (જ. 22 ફેબ્રુઆરી 1965) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં આવકની દૃષ્ટિએ સૌથી વધુ કમાણી કરનાર ચિત્ર ‘હમ આપ કે હૈં કૌન’ સહિત ત્રણ સફળ ચિત્રોનું દિગ્દર્શન કરનાર લેખક-દિગ્દર્શક. ખ્યાતનામ વિતરક અને નિર્માતા તારાચંદ બડજાત્યાના પૌત્ર સૂરજ બડજાત્યાએ ફિલ્મનિર્માણ કરતી તેમની સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સની સ્વચ્છ સામાજિક ચિત્રોનું નિર્માણ કરવાની પરંપરા…

વધુ વાંચો >

બરસાત (1949)

બરસાત (1949) : બે પ્રેમીઓના ઉત્કટ પ્રેમનું નિરૂપણ કરતું સફળ હિન્દી ચલચિત્ર. ભાષા : હિંદી, શ્વેતશ્યામ. નિર્માણ-સંસ્થા : આર. કે. ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક : રાજ કપૂર. કથા-પટકથા-સંવાદ : રામાનંદ સાગર. ગીત : હસરત જયપુરી, શૈલેન્દ્ર, રમેશ શાસ્ત્રી, જલાલ માહિલાબાદી. છબીકલા ; જાલ મિસ્ત્રી. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર,…

વધુ વાંચો >

બરુવા, પ્રમથેશ

બરુવા, પ્રમથેશ (જ. 24 ઑક્ટોબર 1903, ગૌરીપુર, આસામ; અ. 29 નવેમ્બર 1951) : ભારતીય ચલચિત્રોમાં સીમાચિહ્નરૂપ ગણાયેલા ચિત્ર ‘દેવદાસ’ના અભિનેતા-દિગ્દર્શક. ગૌરીપુરના રાજવી પરિવારમાં જન્મ. 1924માં કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. થયા બાદ ચલચિત્ર-નિર્માણનો અભ્યાસ કરવા યુરોપ ગયા. 1928માં આસામ વિધાન પરિષદના સભ્ય નિમાયા. એ જ વર્ષે ચિત્તરંજન દાસના સ્વરાજ્ય પક્ષના સભ્ય…

વધુ વાંચો >

બર્ગમૅન, ઇન્ગ્રિડ

બર્ગમૅન, ઇન્ગ્રિડ (જ. 29 ઑગસ્ટ 1915, સ્વીડન; અ. 1982) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંવેદનશીલ અભિનેત્રી. માતાનું અવસાન ત્રીજે વર્ષે અને પિતાનું અવસાન ચૌદમે વર્ષે થતાં તેમનો ઉછેર મોટાભાગે સગાંઓએ કર્યો હતો. 1933માં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ સ્ટૉકહોમની રૉયલ ડ્રામેટિક થિયેટર સ્કૂલમાં પ્રશિક્ષણ લીધું. સૌંદર્ય અને અભિનય-પ્રતિભા બંનેનો સુભગ સમન્વય હોવાને…

વધુ વાંચો >

બર્ગમૅન, ઇંગમાર

બર્ગમૅન, ઇંગમાર (જ. 14 જુલાઈ 1918, ઉપસાલા, સ્વીડન; અ. 30 જુલાઈ 2007, ફેરો, સ્વીડન) : સ્વિડિશ ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર દિગ્દર્શક. પિતાના અત્યંત કઠોર અનુશાસન હેઠળ તેમનું બાળપણ વીત્યું હતું. બાળપણના આ અનુભવોનું તેમનાં ચિત્રોમાં પ્રતિબિંબ પડતું રહ્યું છે. કારકિર્દીનો પ્રારંભ નાની ઉંમરે રંગમંચથી કર્યો. સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં નાટકોમાં અભિનય ઉપરાંત…

વધુ વાંચો >

બર્ટન, રિચાર્ડ

બર્ટન, રિચાર્ડ (જ. 1925, પોન્ટ્રહિડફેન, સાઉથ વેલ્સ; અ. 1984) : અંગ્રેજી રંગમંચ અને ચલચિત્રોના અભિનેતા. કોલસાની ખાણમાં કામ કરતા પિતાનાં 13 સંતાનો પૈકી 12મા નંબરના રિચાર્ડનું મૂળ નામ રિચાર્ડ વૉલ્ટર જેન્કિન્સ જુનિયર હતું. શાળાના શિક્ષક ફિલિપ બર્ટનને પ્રતાપે રિચાર્ડને ઑક્સફર્ડમાં નાટ્યવિદ્યા ભણવાની શિષ્યવૃત્તિ મળી હતી. શિક્ષકનું ઋણ ચૂકવવા પોતાના નામ…

વધુ વાંચો >

બર્તોલુચી, બર્નાર્ડો

બર્તોલુચી, બર્નાર્ડો (જ. 16 માર્ચ 1940, પર્મા, ઇટાલી; અ. 26 નવેમ્બર 2018, રોમ, ઇટાલી) : ઇટાલીના જાણીતા દિગ્દર્શક. રોઝેલિની, દ સિકા અને ઍન્ટોનિયોની પરંપરાને આગળ ધપાવતા બર્નાર્ડોએ યુવાવયે સિનેમા તરફ આકર્ષાતાં અભ્યાસ છોડ્યો અને નિર્દેશક પિયર પૉલો પૅસોલિનીના સહાયક તરીકે ‘ઍકૅટૉન’(1961)થી પ્રારંભ કર્યો. 1962માં તેમના ‘ઇન સર્ચ ઑવ્ મિસ્ટરી’ નામક…

વધુ વાંચો >

બર્મન, આર. ડી.

બર્મન, આર. ડી. (જ. 27 જૂન 1939, કલકત્તા; અ. 4 જાન્યુઆરી 1994) : પંચમ નામે જાણીતા પ્રયોગશીલ ફિલ્મ-સંગીતકાર. ખ્યાતનામ સંગીતકાર પિતા સચિન દેવ બર્મન પોતાના સંગીતમાં લોકસંગીતના ઉપયોગ માટે જાણીતા હતા, જ્યારે પુત્ર રાહુલ દેવ બર્મને વિદેશી ધૂનોનો ભારતીય સંગીત સાથે સમન્વય કરીને નામના મેળવી હતી. 1957માં ગુરુદત્તના ચિત્ર ‘પ્યાસા’માં…

વધુ વાંચો >

બર્મન, એસ. ડી.

બર્મન, એસ. ડી. (જ. 1906, ત્રિપુરા; અ. 31 ઑક્ટોબર 1975, મુંબઈ) : ફિલ્મ-સંગીતકાર. પિતા નવદ્વીપ દેવ બર્મન સિતારવાદક અને ધ્રુપદ-ગાયક હતા. ફિલ્મી દુનિયામાં ‘બર્મનદા’ તરીકે જાણીતા બનેલા સચિનદેવ બર્મને શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલીમ પિતા પાસે લીધા બાદ ઉસ્તાદ બાદલખાન અને ગુરુ ભીષ્મદેવ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. પહેલાં બંગાળી…

વધુ વાંચો >