હરસુખ થાનકી
દો આંખેં બારહ હાથ
દો આંખેં બારહ હાથ (1957) : પારિતોષિક વિજેતા નોંધપાત્ર હિન્દી ચલચિત્ર. ગુનેગારો જન્મથી ગુનેગાર નથી હોતા, પરિસ્થિતિ તેમને ગુનેગાર બનાવે છે. તેમને સુધરવાની તક મળે તો તેઓ સારા નાગરિક બની શકે છે એવું માનતા એક આદર્શવાદી જેલર અને છ ખૂંખાર કેદીઓની કથાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું હેતુપ્રધાન ચલચિત્ર. નિર્માણ વર્ષ :…
વધુ વાંચો >દો બીઘા જમીન
દો બીઘા જમીન : હિંદી ચલચિત્ર. બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીના ચલચિત્રસર્જક દ સીકાનાં સર્જનોમાં નિરૂપિત નવયથાર્થવાદથી પ્રભાવિત થઈને ભારતમાં જે ચલચિત્રો બન્યાં તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બિમલ રૉય દિગ્દર્શિત ‘દો બીઘા જમીન’ મહત્વપૂર્ણ સર્જન છે. નિર્માણ વર્ષ : 1953, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણસંસ્થા : બિમલ રૉય પ્રોડક્શન,…
વધુ વાંચો >નાગડા, ચાંપશીભાઈ
નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ; અ. 21 જાન્યુઆરી 2002, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાંપશીભાઈએ…
વધુ વાંચો >નિહાલાની, ગોવિંદ
નિહાલાની, ગોવિંદ (જ. 19 ડિસેમ્બર 1940, કરાંચી) : હિન્દી ચલચિત્રોના સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક. જન્મ વેપારી કુટુંબમાં. ડાબેરી વિચારસરણી સાથે જોડાયેલા આ સર્જકના પ્રથમ ચલચિત્ર ‘આક્રોશ’થી લઈને બધાં ચલચિત્રોમાં આ વિચારધારા એક યા બીજી રીતે પ્રતિબિંબિત થતી રહી છે. નવા પ્રવાહનાં ચલચિત્રોના આંદોલન સાથે જે કેટલાક સર્જકો સંકળાયેલા છે તેમાં ગોવિંદ…
વધુ વાંચો >નૂતન
નૂતન (જ. 4 જૂન 1936, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1991) : હિંદી ચલચિત્રજગતનાં અગ્રણી અભિનેત્રી. તેમનામાં પાત્રને આત્મસાત્ કરવાની ગજબની આવડત હતી. તેમનાં માતા શોભના સમર્થ તેમના જમાનામાં જાણીતાં અભિનેત્રી હતાં. નૂતનને અભિનેત્રી બનાવવા માટે તેમણે પોતે 1951માં ‘હમારી બેટી’ નામના ચલચિત્રનું નિર્માણ કર્યું. ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે મળીને તેમણે…
વધુ વાંચો >પટ્ટણી, ચંપકરાય
પટ્ટણી, ચંપકરાય (જ. 1897; અ. 1958) : મૂક ચલચિત્રોના જમાનામાં રાજકોટ ખાતે ખ્યાતનામ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપનાર બે ભાઈઓ પૈકીના એક. ચંપકરાયે છબિકાર (સિનેમૅટગ્રાફર) તરીકે ભારે નામના મેળવી હતી. પ્રથમ ચલચિત્ર ‘સમુદ્રમંથન’માં તેમણે અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં ખાસ પ્રભાવક યુક્તિઓ(special effects)નો જે રીતે ઉપયોગ કર્યો હતો એ જોઈને ઇંગ્લૅન્ડની ખ્યાતનામ…
વધુ વાંચો >પડોસી (1941)
પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ.…
વધુ વાંચો >પથેર પાંચાલી (ચલચિત્ર)
પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા…
વધુ વાંચો >પરાંજપે, સઇ
પરાંજપે, સઇ (જ. 19 માર્ચ 1938, લખનૌ) : હિન્દી ચલચિત્ર-નિર્માત્રી અને દિગ્દર્શિકા. કળા અને વ્યવસાયનો સમન્વય સાધીને મનોરંજનથી ભરપૂર વિચારપ્રેરક ચલચિત્રો બનાવવામાં તે ગજબની હથોટી ધરાવે છે. પિતા ઑસ્ટ્રેલિયા ખાતે હાઈકમિશનર હોવાથી સઇનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું હતું. અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. કળાનો વારસો તેમને તેમનાં માતા શકુન્તલા…
વધુ વાંચો >પરિણય
પરિણય : હિન્દી ચલચિત્ર. સાચો પ્રેમ કદી કોઈ બંધનો સ્વીકારતો નથી તે ખૂબ હૃદયસ્પર્શી રીતે તેમાં રજૂ થયેલું છે. નિર્માણવર્ષ : 1974. નિર્માણસંસ્થા : સમાંતર ચિત્ર. પટકથા : કાંતિલાલ રાઠોડ અને વિનય શુક્લ. દિગ્દર્શન: કાંતિલાલ રાઠોડ. સંવાદ : વિનય શુક્લ અને અનુરાગ. ગીતકાર : નકશ લાયલપુરી અને રામાનંદ શર્મા. છબીકલા…
વધુ વાંચો >