હરગોવિંદ બે. પટેલ

મિલર-સૂચિકાંકો

મિલર-સૂચિકાંકો (Miller-indices) : સ્ફટિકમાં જુદા જુદા સમતલોને સરળતાથી વ્યક્ત કરવા માટે જરૂરી સૂચિકાંકો. તેનો ખ્યાલ સૌપ્રથમ વાર મિલરે આપ્યો. સ્ફટિકનાં ખાસ લક્ષણો સરળતાથી આ પ્રમાણે અવલોકી શકાય છે : (1) સ્ફટિકના સ્વરૂપની બાહ્ય સંમિતિ; (2) વિદલન(સંભેદ)(cleavage)ની ઘટના; (3) વિષમદિગ્ધર્મી (anisotropic) પણ સમાંગ (homogeneous) લક્ષણો. OX, OY, OZ ત્રણ અક્ષ છે.…

વધુ વાંચો >

મિલિકન તેલ-બુંદ પ્રયોગ

મિલિકન તેલ-બુંદ પ્રયોગ : ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર ચોકસાઈપૂર્વક માપવા માટેનો પ્રયોગ. મિલિકન પહેલાં એચ. એ. વિલ્સને ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર માપવા માટે પ્રયોગ કરેલા, પણ તેમાં રહેલી કેટલીક ક્ષતિઓને કારણે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું મળ્યું. મિલિકને આ ક્ષતિઓ દૂર કરવા માટે અબાષ્પશીલ પ્રવાહી અથવા તેલના સમાન કદનાં બુંદનો ઉપયોગ કર્યો. વધુમાં તેણે માત્ર એક…

વધુ વાંચો >

રાવ, સી. રાધાકૃષ્ણ

રાવ, સી. રાધાકૃષ્ણ (જ. 10 સપ્ટેમ્બર 1920, હદગાલી, કર્ણાટક) : ભારતના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને ગણિતજ્ઞ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી 1940માં બી.એ. (ઑનર્સ) થયા. તે પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઈને 1943માં એમ.એ.ની ઉપાધિ મેળવી. વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કેમ્બ્રિજ…

વધુ વાંચો >

રિક્ટર, બર્ટન

રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર)

રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર) (જ. 26 એપ્રિલ 1879, ડ્યુસબરી, યૉર્કશાયર; અ. 15 ફેબ્રુઆરી 1959, એલ્ટૉન, હૅમ્પશાયર) : તાપાયનિક (ઉષ્મીય) ઘટનાને લગતા કાર્ય બદલ જેમને 1928નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તે બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. રિચર્ડસને શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું. 1906–1913 સુધી યુ.એસ.ની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ પાછા…

વધુ વાંચો >

રુબિયા, કાર્લો

રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે…

વધુ વાંચો >

રેઇનવૉટર જેમ્સ

રેઇનવૉટર જેમ્સ (જ. 9 ડિસેમ્બર 1917, કાઉન્સિલ, ઇડાહો, યુ.એસ.; અ. 31 મે 1986, યૉન્કર્સ, ન્યૂયૉર્ક) : ઈ. સ. 1975નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અમેરિકન નાગરિકત્વ ધરાવનાર ભૌતિકવિજ્ઞાની. પારમાણ્વિક ન્યૂક્લિયસમાં સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચેના સંબંધ(જોડાણ)ને લગતી શોધ તથા આ સંબંધ ઉપર આધારિત પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચનાના વિકાસને લગતી શોધ બદલ તેમને…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ ખનિજો

રેડિયો-ઍક્ટિવ ખનિજો : રાસાયણિક બંધારણની દૃષ્ટિએ આવશ્યક રીતે યુરેનિયમ અથવા થોરિયમ જેવાં રેડિયો-ઍક્ટિવ તત્વો ધરાવતાં ખનિજો. આવાં 150 જેટલાં ખનિજો પ્રથમ વિભાગમાં આવે છે. તેમાં કેટલાંક વિરલ છે તો કેટલાંક હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયાં નથી. આર્થિક મહત્વની દૃષ્ટિએ મુખ્ય યુરેનિયમ ખનિજો તરીકે ઑક્સાઇડ યુરેનિનાઇટ (uraninite) તથા તેનો પિચ…

વધુ વાંચો >

રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ)

રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ) (જ. 12 નવેમ્બર 1842, લૅંગફર્ડ ગ્રોવ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 30 જૂન 1919, ટર્લિંગ પ્લેસ, ઇસેક્સ) : ઘણા મહત્વના વાયુઓની ઘનતાના સંશોધન અને આના અનુસંધાનમાં આર્ગન વાયુની શોધ બદલ 1904ના ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. જેમ્સ મૅક્સવેલ પછી…

વધુ વાંચો >

રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering)

રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering) : જેમની ત્રિજ્યા, પ્રકાશની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવા ગોળાકાર કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન. વાયુ અને પ્રવાહીઓમાં λ તરંગલંબાઈના સૂક્ષ્મ વિસ્થાપન (shift) સાથે અસ્થિતિસ્થાપક (inelastic) પ્રકીર્ણનની બે જુદી પ્રક્રિયાઓ થાય છે. પ્રથમ દાબ-તરંગોને લીધે બ્રિલ્વાં (Brillouin) પ્રકીર્ણન, અને બીજું, અવ્યવસ્થા (entropy) અથવા તાપમાનની વધઘટમાંથી પેદા થતું પ્રકીર્ણન,…

વધુ વાંચો >