સ્વભાવવાદ
સ્વભાવવાદ
સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી…
વધુ વાંચો >