સ્વત:વાદ (automatism)
સ્વત:વાદ (automatism)
સ્વત:વાદ (automatism) : કલામાં પ્રચલિત એક વિચારધારા. આન્દ્રે બ્રેતોં(Andre Breton)એ 1924માં અતિવાસ્તવવાદ–અતિયથાર્થવાદ કે પરાવાસ્તવવાદ(surrealism)ના પ્રચારાર્થે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. આ વિચારધારાની અંતર્ગત સ્વત:વાદ (automatism) વિચારપ્રણાલીને પુષ્ટિ મળી. ‘દાદાવાદ’ના મૃત્યુ પછી આ વાદને અનુસરવાનું કેટલાક કલાકારોએ યથાર્થ માન્યું. ‘દાદાવાદ’માં જે ભંજકવૃત્તિવાળા વિચાર હતા તથા ચીલાચાલુ કલાપ્રણાલીનો નિષેધ કરવો તેવી વૃત્તિ હતી. …
વધુ વાંચો >