સ્થાપત્યકલા

ઉષ્ણીશ

ઉષ્ણીશ : બૌદ્ધ સ્તૂપોને ફરતી વેદિકા(railing)નો સૌથી ઉપરનો ભાગ. વેદિકાના બે બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી પીઢો (bars) સાલવીને ગોઠવવામાં આવતી. પીઢને સૂચિ પણ કહે છે. સ્તંભોની હારને આવરી લે તે રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢના તળિયે સ્તંભના અંતર પ્રમાણે…

વધુ વાંચો >

એક્ઝેડ્રા

એક્ઝેડ્રા : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલની અંદરનો એક અર્ધગોળાકાર ગોખલો, જેમાં ઘણી વાર બેઠક રખાયેલી હોય છે. ઘણી વાર ઓરડાનો આંતરિક ભાગ (apse or niche) પણ ગોખલામાં ફેરવાતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ઍક્રોપોલિસ

ઍક્રોપોલિસ : દેવ-દેવીઓનાં ભવ્ય સુંદર મંદિરો, રાજાઓનાં મહાલયો અને જાહેર ઇમારતોવાળું, 350 મી. લાંબા, 150 મી. પહોળા અને 45 મી. ઊંચા ખડકવાળી 91 મી. ઊંચી ટેકરી ઉપર આવેલ દુર્ગ સહિતનું પ્રાચીન ગ્રીક પવિત્ર સ્થળ. ઈ. પૂ. 4000 વર્ષ જેટલા પ્રાચીન આ સ્થળેથી પાષાણયુગના પાછળના સમયનાં માટીનાં વાસણો તથા હથિયારોના અવશેષો…

વધુ વાંચો >

ઍટિક

ઍટિક : સામાન્ય રીતે ઇમારતોના ઢળતા છાપરાવાળા ભાગમાં સમાયેલ માળ; પરંતુ રોમન સ્થાપત્યમાં સ્તંભોની ઉપર અને છાપરા વચ્ચેના ભાગમાં આવેલો નાનો માળ. તેની ઊંચાઈ સામાન્ય માળોની ઊંચાઈથી ઓછી હોય છે. અગાઉનાં ઘરોમાં તે માળિયું અથવા કાતરિયું કહેવાતું. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ઍટ્રિયમ

ઍટ્રિયમ : જુદાં જુદાં સ્થાપત્યમાં તેનો અર્થ જુદી જુદી રીતે થયો છે : (1) ઇટ્રુસ્કન અને રોમન સ્થાપત્યમાં નળિયાથી ઢંકાયેલ ઢળતી છતવાળાં મકાનો વડે ઘેરાયેલો ખુલ્લા ચોકવાળો ભાગ; જેમકે હાઉસ ઑફ ધ સિલ્વર વેડિંગ, પોમ્પેઇ. (2) ખ્રિસ્તી સ્થાપત્યમાં ચર્ચની સન્મુખે આવેલો ખુલ્લો ચોક, જે મોટેભાગે સ્તંભાવલીયુક્ત લંબચોરસ હોય છે; જેમકે…

વધુ વાંચો >

ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા)

ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા) : ઍગૅમેમ્નોનની કબર તરીકે પણ ઓળખાતી ગ્રીક ઇમારત. તે એજિયન સંસ્કૃતિની કબરોમાં સૌથી સુંદર છે. લગભગ ઈ. પૂ. 1325માં બંધાયેલી આ કબરનો મુખ્ય ભાગ આશરે 15 મી. વ્યાસના ઘેરાવાવાળો અને 13 મી. ઊંચો ઘુમ્મટ આકારનો છે. ઘુમ્મટનો ભાગ 34 વર્તુળાકાર થરોમાં બંધાયેલો છે. બધું જ બાંધકામ…

વધુ વાંચો >

એડફુનું હોરસનું મંદિર

એડફુનું હોરસનું મંદિર : ઇજિપ્ત સંસ્કૃતિના રોમન કાળની અસર નીચે બંધાયેલું મંદિર. ઈ. પૂ. 237-57 વચ્ચે ત્રણ હપતામાં બંધાયેલ આ મંદિર ઇજિપ્ત સંસ્કૃતિના રોમન કાળની અસરના વખતમાં બંધાયેલાં મંદિરોમાંનો એક સુંદર નમૂનો છે. મુખ્ય મંદિર ટોલેમી ત્રીજાના વખતમાં બંધાયેલું. બહારનો સભાખંડ (hypostyle hall) ઈ. પૂ. 140-124 દરમિયાન બંધાયો અને અંતે…

વધુ વાંચો >

એન્ટાબ્લેચર

એન્ટાબ્લેચર : સ્તંભો ઉપર આધારિત ઇમારતનો છતનો ભાગ. તે કૉરિન્થિયન, આયોનિક કે ડોરિક આર્ડરના સ્થાપત્યમાં જોવા મળે છે. મુખ્યત્વે તેના ત્રણ ભાગ હોય છે – કૉર્નિસ, ફ્રીઝ અને આર્કાઇટ્રેવ. આ પૈકી કૉર્નિસ અને આર્કાઇટ્રેવમાં સિમારેક્ટા, ફાસિઆ, મોડિલ્લિઅન્સ, ઑવોલો, ડેન્ટિલ્સ, સિમા રિવર્સા અને ઍસ્ટ્રેજલ જેવાં અંગો હોય છે. થૉમસ પરમાર

વધુ વાંચો >

ઍન્ટિક્વેરિયન

ઍન્ટિક્વેરિયન : પાશ્ચાત્ય સ્થાપત્યના સંદર્ભમાં પુનરુત્થાન સમયના સ્થાપત્યના એક આંતરિક ફેરફાર દર્શાવતા ગાળાનું સ્થાપત્ય. આ આંતરિક ફેરફારનો ગાળો ઈ. સ. 1750થી 1830 દરમિયાન રહ્યો હતો. જ્યારે ગ્રીક, રોમન અને મધ્યકાલીન સ્થાપત્યનાં મૂલ્યોને પુનર્જીવિત કરાયેલાં આ ગાળાના સ્થાપત્યની શૈલીનાં સચોટ ઉદાહરણો ગ્રીક અને ગૉથિક નવસર્જન તરીકે લગભગ ઓગણીસમી સદી સુધી પ્રચલિત…

વધુ વાંચો >

એપિડોરસ થિયેટર

એપિડોરસ થિયેટર : ગ્રીસનું સૌથી મોટું થિયેટર. પ્રાચીન ગ્રીક શહેર એપિડોરસ પેલોપોનેસસના કિનારાના વાયવ્ય ખૂણે સારોનિક અખાત પર આર્ગોલિસ જિલ્લામાં આવેલું છે. નાના (the younger) પોલિટિકસ રાજાએ અહીં ઈ. પૂ. 350માં બંધાવેલા થિયેટરનો ઉપયોગ હાલ પણ વાર્ષિક નાટ્યોત્સવ વખતે થાય છે. તેની રંગભૂમિ બે માળ ઊંચી હતી. નાટ્યસ્થળ 20 મી.…

વધુ વાંચો >