સ્તરનિર્દેશન (strike)
સ્તરનિર્દેશન (strike)
સ્તરનિર્દેશન (strike) : સ્તરોનું દિશાનિર્દેશન. સ્તરની તલસપાટી પર દોરાતી ક્ષિતિજ-સમાંતર રેખાની દિશા. નમન દર્શાવતી સ્તરસપાટી(કે સાંધાસપાટી કે સ્તરભંગ સપાટી)માં ક્ષિતિજ-સમાંતર રેખાકીય દિશાને સ્તરનિર્દેશન કહેવાય. રચનાત્મક દૃષ્ટિએ, નમેલા સ્તરનો ક્ષિતિજ-સમાંતરતા સાથેનો આડછેદ તે સ્તર માટેનું સ્તરનિર્દેશન થયું ગણાય. આમ સ્તરનિર્દેશન એ દિશાકીય લક્ષણ બને છે, જે દિશાકોણ દ્વારા દર્શાવી શકાય છે.…
વધુ વાંચો >