સૂર્યકાન્ત શાહ

હપતેથી વેચાણ-પ્રથા

હપતેથી વેચાણ-પ્રથા : પ્રથમ હપતામાં આંશિક કિંમત ચૂકવીને બાકીની કિંમત નિશ્ચિત રકમના નિશ્ચિત સંખ્યાના હપતામાં ચૂકવી મોંઘી વસ્તુ ખરીદવાની પ્રથા. કોઈ એક વ્યક્તિ કોઈ એક ચીજ ખરીદવાની (ખરીદ)શક્તિ પ્રાપ્ત કરે તે પહેલાં તે ચીજ ખરીદવા માંગતી હોય અને વેચનાર તેના પર ભરોસો મૂકવા તૈયાર હોય તો વેચાણની જે કેટલીક પ્રથાઓ…

વધુ વાંચો >

હવાઈ વહનપત્ર (air consignment note Air waybill)

હવાઈ વહનપત્ર (air consignment note, Air waybill) : હવાઈ માર્ગે માલ મોકલનારે (પ્રેષક) માલની સોંપણી માલગ્રહણ કરનાર(પ્રેષિત)ને સરળતાથી થાય તે માટે કરી આપેલો દસ્તાવેજ. રેલવે, ભારખટારા, જહાજ અને વિમાન દ્વારા માલ મોકલીને વ્યાપાર-ધંધો કરવામાં આવે છે. આંતરિક વ્યાપાર મહદ્અંશે માર્ગ-વ્યવહાર દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહદ્અંશે દરિયાઈ અને હવાઈ…

વધુ વાંચો >

હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી

હિંદુ અવિભક્ત પેઢી / ભાગીદારી : ભાગીદારીના કાયદા (Indian Partnership Act – 1932) હેઠળ રચાયેલી પેઢી કરતાં તદ્દન જુદા અને વિશિષ્ટ પ્રકારના હિંદુ અવિભક્ત કુટુંબની મિલકતની મદદ વડે આર્થિક/વાણિજ્ય પ્રવૃત્તિ કરતું કૌટુંબિક એકમ. ભારત અને નેપાળમાં પ્રસાર પામેલ હિંદુ ધર્મની કેટલીક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા સંયુક્ત કુટુંબ પ્રથાની છે. વંશના…

વધુ વાંચો >

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી રહે છે. એ વખતે ‘હીરા’ના…

વધુ વાંચો >

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો : અમેરિકાની વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપની – શિકાગોના હૉથૉર્ન નામના કારખાનાના શ્રમજીવીઓએ કામગીરી માટેની જુદી જુદી પરિસ્થિતિમાં કરેલા માનવીય વર્તનનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરવા માટે કરવામાં આવેલા પ્રયોગો. કર્મચારીઓના કામની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તા વધારવાના અનેક ઉપાયો પૈકી એક ઉપાય એમને વધારાની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તાના બદલામાં વધારે મહેનતાણું આપવાનો છે.…

વધુ વાંચો >