સંગીતકલા
સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય
સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર…
વધુ વાંચો >સંગીતવાદ્યોનું શાસ્ત્ર
સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…
વધુ વાંચો >સંગીતશિક્ષણ
સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને…
વધુ વાંચો >સંગીત સંકલ્પ (સંસ્થા)
સંગીત સંકલ્પ (સંસ્થા) : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર તથા ઊગતા શાસ્ત્રીય સંગીતકારોને સક્રિય પ્રોત્સાહન પૂરી પાડતી અખિલ ભારતીય સ્તરની સંસ્થા. સ્થાપના 22 જાન્યુઆરી 1989. મુખ્ય મથક દિલ્હી ખાતે. તેના ચાર મુખ્ય ઉદ્દેશો છે : (1) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સતત માન્યતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા તથા સ્વાર્પણની ભાવના…
વધુ વાંચો >સાતી, આરી
સાતી, આરી (જ. 1866, હોમ્ફલૂ, ફ્રાન્સ; અ. 1925, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીતનિયોજક. ફ્રેન્ચ પિતા અને સ્કૉટિશ માતાના તે સંતાન. 1878માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. પરંતુ તેમાં તેમને ન કોઈ આનંદ આવ્યો, ન કોઈ તેમનો વિકાસ થયો કે ન કશું તે શીખવા પામ્યા. તેથી…
વધુ વાંચો >સાદિકઅલીખાં (?)
સાદિકઅલીખાં (?) : વીણા તથા સૂરસિંગારના વિખ્યાત કલાકાર. તેમના પિતા બહાદુરહુસેનખાં પણ આ બંને વાદ્યોના કુશળ કલાકાર હતા. સાદિકઅલીખાંએ તેમના પિતા પાસેથી આ બંને વાદ્યો વગાડવાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેઓ કંઠ્ય સંગીતમાં પણ નિપુણ હતા. રામપુર નવાબ સાહબજાદા હૈદરઅલીખાંએ સાદિકઅલીખાંને પોતાના ગુરુ સ્થાને પ્રસ્થાપિત કર્યા હતા. સાદિકઅલીએ ઘણી બંદિશોની…
વધુ વાંચો >સાદિકઅલીખાં (રામપુર)
સાદિકઅલીખાં (રામપુર) (જ. 1893, જયપુર; અ. 17 જુલાઈ 1964) : વિખ્યાત બીનકાર. બાલ્યાવસ્થામાં જ તેમને બીન પ્રત્યે લગાવ થયો. તેમના પિતાનું નામ મુશર્રફખાં હતું, જેઓ જયપુરના વિખ્યાત બીનકાર રજબઅલીખાંના વંશજ હતા. ઉસ્તાદ મુશર્રફખાંએ બીનવાદનની તાલીમ ઉસ્તાદ રજબઅલીખાંસાહેબ પાસેથી લીધી હતી. સમયાંતરે તેમના જ પુત્ર સાદિકઅલીખાંએ ઉચ્ચ કક્ષાના બીનકાર તરીકે પ્રતિષ્ઠા…
વધુ વાંચો >સાબળે શાહીર
સાબળે, શાહીર (જ. 1925, મુંબઈ) : મરાઠી લોકસંગીતના અગ્રણી ગાયક, મરાઠી લોકનાટ્યના પ્રવર્તક અને તેના વિખ્યાત કલાકાર. તેમનું આખું નામ કૃષ્ણરાવ ગણપત સાબળે, પરંતુ મરાઠી ભાષકોમાં તેઓ ‘શાહીર સાબળે’ આ ટૂંકાક્ષરી નામથી જ ઓળખાતા હોય છે. ઈશ્વરદત્ત દમદાર અને કસદાર અવાજ ધરાવતા આ ગાયક કલાકારે સાને ગુરુજીની પ્રેરણાથી 1945માં મુંબઈના…
વધુ વાંચો >સામગાન અને તેના પ્રકારો
સામગાન અને તેના પ્રકારો : શ્રૌત કે વૈદિક યજ્ઞમાં સોમરસના પાન સમયે કરવામાં આવતું ગાન. પ્રાચીન ભારતમાં વૈદિક કાળમાં દેવોને ખુશ કરવા યજ્ઞો કરવામાં આવતા હતા. આ યજ્ઞમાં ચારેય વેદના બ્રાહ્મણો યજ્ઞવિધિ કરતા. ઋગ્વેદનો જ્ઞાની ‘હોતા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ દેવોને બોલાવવાનું આવાહનનું કાર્ય કરતો. એ પછી યજુર્વેદનો જ્ઞાની ‘અધ્વર્યુ’ નામથી…
વધુ વાંચો >સામતાપ્રસાદ
સામતાપ્રસાદ (જ. 1920, કાશી; અ. 2001, કાશી) : ભારતના દિગ્ગજ તબલાવાદક. પિતાનું નામ બાચા મિશ્ર જેઓ પોતે કુશળ તબલાવાદક હતા. તેમના પરિવારમાં તબલાવાદનની કલા વંશપરંપરાગત રીતે ચાલતી આવી છે. સામતાપ્રસાદ તેમણે તબલાવાદનની તાલીમની શરૂઆત પિતાના માર્ગદર્શન હેઠળ કરી હતી, પરંતુ તેમની નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં તેમણે તબલાવાદનની ઉચ્ચ શિક્ષા…
વધુ વાંચો >