સંગીતકલા

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ (જ. 16 એપ્રિલ 1936) : વિખ્યાત સિતારવાદક. તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંના શિષ્ય અને જાણીતા ફિલ્મસંગીત-નિર્દેશક તિમિરબરનના પુત્ર છે. દસેક વર્ષની ઉંમરે તેમણે સિતારવાદનની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ પોતાના મોટા ભાઈ અમિયકાંત પાસે તાલીમ લીધા બાદ તેઓ પિતા સાથે મુંબઈ આવ્યા. ત્યારબાદ વિખ્યાત સંગીતકાર લક્ષ્મીશંકર અને રાજેન્દ્રશંકરની…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ (જ. 1877, રાનાઘાટ, જિ. નાદિયા, પશ્ચિમ બંગાળ; અ ?) : વિખ્યાત સિતારવાદક. પિતા વામાચરણ કુશળ વાદક હોવા ઉપરાંત વાદ્યનિર્માણકલાના નિષ્ણાત હતા. તેમણે મયૂરભંજ રિયાસતમાં વર્ષો સુધી સંગીતકાર તરીકે સેવાઓ આપી હતી. તેમણે તે જમાનાના વિખ્યાત વાદકો પાસેથી ગાયન અને વાદનની શિક્ષા પ્રાપ્ત કરી હતી. પુત્ર જિતેન્દ્રનાથને બાળપણથી જ…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જોતિન

ભટ્ટાચાર્ય, જોતિન (જ. 1 જાન્યુઆરી 1926, કાશી) : ભારતના વિખ્યાત સરોદવાદક. પિતા પંડિત દીનાનાથ મૂળ ફરીદપુર જિલ્લાના કોટાલીપાડા ગામના નિવાસી હતા; પરંતુ વીસ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિષ અને સંસ્કૃતના અધ્યયન માટે બનારસ આવીને રહ્યા, જ્યાં જોતિનનો જન્મ થયો હતો. તેમનું ઔપચારિક શિક્ષણ બનારસ ખાતે થયું હતું. સાથોસાથ સંગીતની શિક્ષા પણ…

વધુ વાંચો >

ભરત (મુનિ)

ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય

વધુ વાંચો >

ભરતાચાર્ય (ભરતમુનિ)

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >

ભાતખંડે, વિષ્ણુ નારાયણ

ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા…

વધુ વાંચો >

ભાવસાર, ભીખુભાઈ

ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા…

વધુ વાંચો >

ભૈરવ

ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે : प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान । शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।। આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના…

વધુ વાંચો >

ભૈરવી

ભૈરવી : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિનો એક જાણીતો રાગ. ભૈરવી એક રાગિણી છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ભૈરવ રાગની સ્ત્રી તરીકે થયેલો છે. એમ કહેવાય છે કે માતા ભૈરવી ભગવાન શંકરનું ભજન કરે છે માટે ભૈરવીના સ્વરોમાં નિતાંત પ્રેમ અને ભક્તિની અનુભૂતિ થાય છે. ભૈરવીના સ્વરો મગજને, મનને અને હૃદયને…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >