શ્રદ્ધા ત્રિવેદી

વ્યાસ, હરિપ્રસાદ મણિરાય

વ્યાસ, હરિપ્રસાદ મણિરાય (જ. 25 મે 1904, બોડકા, જિ. વડોદરા; અ. 13 જુલાઈ 1980, સાનહોઝે; કૅલિફૉર્નિયા) : બાળસાહિત્યકાર અને હાસ્યલેખક. ઉપનામો ‘પ્રસાદ’ અને ‘હરિનવેદ’. 1921માં મૅટ્રિક. 1925થી ઝેનિથ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ઑફિસમાં મૅનેજર. ‘ગાંડીવ’ના વૈવિધ્યસભર કથાસાહિત્યમાં હરિપ્રસાદ વ્યાસ શિરમોર રહે છે તેમના ‘બકોર પટેલ’ના ત્રીસ ભાગની શ્રેણીથી.…

વધુ વાંચો >

સાત પગલાં આકાશમાં (1984)

સાત પગલાં આકાશમાં (1984) : કુન્દનિકા કાપડિયાકૃત અતિપ્રસિદ્ધ અને દિલ્હી સાહિત્ય અકાદમીના 1985ના પુરસ્કારથી સન્માનિત ગુજરાતી નવલકથા. 1982ના જુલાઈથી શરૂ થઈ 40 અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્ય ઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ…

વધુ વાંચો >

સુન્દરમ્

સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)] : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં…

વધુ વાંચો >

હર્ષ અશોક

હર્ષ, અશોક (જ. 23 સપ્ટેમ્બર 1915, મુન્દ્રા, જિ. કચ્છ; અ. 13 ડિસેમ્બર 2003, અમદાવાદ) : પત્રકાર, સંપાદક, ચરિત્રકાર, વાર્તાકાર અને અનુવાદક. પિતાનું નામ રતનશી અને માતાનું નામ લક્ષ્મીબહેન. પદ્ધતિસરની કેળવણીનો લાભ એમને બહુ ઓછો મળ્યો હતો. જે થોડું શિક્ષણ પામ્યા તે વતન મુન્દ્રામાં જ. રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય રહેલા. અભ્યાસ…

વધુ વાંચો >