શિવપ્રસાદ મ. જાની

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (1)

ભાસ્કરાચાર્ય (1) (ઈ. સ. 600) : આર્યભટ્ટના શિષ્ય. લઘુભાસ્કરીય અને મહાભાસ્કરીય ગ્રંથોના રચયિતા. તેમણે આર્યભટ્ટના ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવ્યા અને તેના પર ભાષ્ય રચ્યું. પહેલા પરિમાણના અનિશ્ચિત સમીકરણના ક્ષેત્રમાં તેમનો મોટો ફાળો છે. તેના ખગોળશાસ્ત્રમાં થતા ઉપયોગ અંગેનાં ઉદાહરણ પણ તેમણે આપેલાં છે. તેમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. શિવપ્રસાદ…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (2)

ભાસ્કરાચાર્ય (2) (ઈ. સ. 1144–1223) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. વેદ, કર્મકાંડ અને સાહિત્યના જ્ઞાતા. પિતાનું નામ મહેશ્વર ભટ્ટ. ગોત્ર શાંડિલ્ય, વંશ ત્રિવિક્રમ. જન્મનું સ્થળ : ભાસ્કરાચાર્યે કરેલા ઉલ્લેખ મુજબ – યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ. ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.…

વધુ વાંચો >

ભૂમિતિ (Geometry)

ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…

વધુ વાંચો >

મહત્તમ અને લઘુતમ મૂલ્યો

મહત્તમ અને લઘુતમ મૂલ્યો (maximum–minimum values) : અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે કે ઓછાં સ્થાનિક મૂલ્યો. વિધેયનું y મૂલ્ય, અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના (આગળના કે પાછળના) બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે હોય તો તે મૂલ્ય વિધેયનું સ્થાનિક મહત્તમ (local maximum) મૂલ્ય છે અને વિધેય દર્શાવતા વક્ર…

વધુ વાંચો >

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી (જ. 780, ઇરાક; અ. 850, બગદાદ) : અરબી ગણિતશાસ્ત્રી. તે અલ-મામુ અને અલ-મુઆઝીમ ખલીફના શાસનકાળ એટલે કે ઇસ્લામિક વિજ્ઞાનના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયો. અલ-ખ્વારિઝ્મીએ હિંદુ અંકોનો અરબસ્તાન મારફતે યુરોપના દેશોને પરિચય કરાવ્યો. વળી શૂન્ય તેમજ સંખ્યા દર્શાવવા માટેની હિંદુ અરબ દશાંકપદ્ધતિનો પણ પરિચય કરાવ્યો. કિતાબ-અલજબ્ર-વા-અલમુકાબલા (The book on Integration…

વધુ વાંચો >

મહાવીરાચાર્ય

મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ.…

વધુ વાંચો >

માધવ

માધવ (1340થી 1425 દરમિયાન) : કેરળના જાણીતા ગણિતી અને ખગોળશાસ્ત્રી. કેરળના બ્રાહ્મણોની એમ્પ્રાણ તરીકે ઓળખાતી પેટાજ્ઞાતિમાં જન્મેલા માધવ સંગમગ્રામના વતની હતા. તેમના ગામનું નામ ઇલન્નીપલ્લી હતું. તેમના ગાણિતિક પ્રદાન અંગે પ્રો. સી. ટી. રાજગોપાલે સંશોધનકાર્ય કરેલું છે. હિંદુ ખગોળશાસ્ત્રની કેરળ વિચારધારા અનુસાર રચાયેલા ઇતિહાસમાંથી તેમના પ્રદાન અંગેની કેટલીક વિગતો જાણવા…

વધુ વાંચો >

મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ

મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ (જ. 17 નવેમ્બર 1790, શૂલફોર્ટા સૅક્સની; અ. 26 સપ્ટેમ્બર 1868, લાઇપઝિગ) : જર્મન ગણિતી અને સૈદ્ધાંતિક ખગોળવેત્તા. વૈશ્લેષિક ભૂમિતિ અને સંસ્થિતિવિદ્યા પરના કામ માટે તેઓ જાણીતા છે. સંસ્થિતિવિદ્યામાંયે ખાસ કરીને એક પૃષ્ઠવાળી સપાટી ‘મુબિયસ પટ્ટી’ના સંશોધન માટે તેઓ જાણીતા છે. 1815માં મુબિયસ લાઇપઝિગ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક થયા…

વધુ વાંચો >

મુબિયસ પટ્ટી

મુબિયસ પટ્ટી (MÖbius Strip) : કાગળની લંબચોરસ પટ્ટીને અડધો આમળો (half twist) આપ્યા પછી તેના છેડાને ચોંટાડવાથી મળતી એકપાર્શ્વી (one-sided) પટ્ટી. સામાન્ય રીતે સપાટીને બે પાસાં (sides) હોય છે. એક આગળનું અને બીજું પાછળનું. ગોલક (sphere) કે વૃત્તજ-વલય (toroid) જેવી બંધ સપાટીઓને બહારનું અને અંદરનું એમ બે પાસાં હોય છે.…

વધુ વાંચો >