શિલીન નં. શુક્લ
ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poiso-ning)
ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poisoning) : ઑર્ગેનોફૉસ્ફરસ રસાયણોથી થતી ઝેરી અસર. તે જંતુનાશકો (insecticides), કીટનાશકો (pesticides) તથા દવાઓ તરીકે વપરાય છે; દા.ત., ડાઇઆઇસોપ્રોપાઇલ ફ્લુરોફૉસ્ફેટ (DFP), ટેટ્રાઇથાઇલ પાયરોફૉસ્ફેટ (TEPP) અને ઇકોથાયોફેટ જેવી દવાઓ તથા પેરાથિયોન, મેલેઠથિયોન, મિપાફોકસ, ઑક્ટામિથાઇલ પાયરોફૉસ્ફેટ ટેટ્રામાઇડ્ (OMPA), ડાયાઝીનોન જેવાં જંતુનાશકો, ટ્યુબન (tuban), સરીન અને સોમન જેવા ખૂબ જ…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન
ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન : બી-પ્રકારનો ચેપી કમળો અથવા યકૃતશોથ (hepatitis) કરતા વિષાણુ(virus)ની સપાટી પરનો પ્રતિજન (antigen, HBsAg). તે સૌપ્રથમ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં જોવા મળ્યો હતો. તે બે પૉલિપેપ્ટાઇડનો બનેલો છે તથા તેના a, d, y, w, r જેવા ઉપપ્રકારો છે, જેમાંથી ‘a’ ઉપપ્રકાર દરેક HBsAg પ્રતિજનમાં હોય છે. જ્યારે ઉગ્ર યકૃતશોથનાં ચિહ્નો…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >ઔષધચિકિત્સા – યકૃતના રોગોમાં
ઔષધચિકિત્સા, યકૃતના રોગોમાં : યકૃત(liver)ના રોગોમાં દવા વડે યકૃત તથા અન્ય અવયવોના રોગોની સારવાર. યકૃતના રોગોની સારવારના મુખ્ય સિદ્ધાંતોમાં સુનિશ્ચિત નિદાન, દર્દીનું આરોગ્યશિક્ષણ, વ્યક્તિગત જરૂરિયાત મુજબ સારવારનું આયોજન, ખોરાકમાં તૈલી પદાર્થો, પ્રોટીન તથા સોડિયમના પ્રમાણ અંગે જરૂરી ફેરફારો, શક્ય એટલાં ઓછાં ઔષધોનો ઉપયોગ વગેરે ગણી શકાય. યકૃતરોગના દર્દીને દારૂ પીવાનું…
વધુ વાંચો >ઔષધચિકિત્સા-સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં
ઔષધચિકિત્સા, સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં : સગર્ભા અને સ્તન્યપાની (lactating) સ્ત્રીઓમાં ગર્ભ તથા નવજાત શિશુ(neonate)ને જોખમ ઊભું ન થાય તેવી દવા વડે સારવાર કરવાના સિદ્ધાંતો. ઑર(placenta)માં થઈને લોહી દ્વારા કે માતાના દૂધ દ્વારા ગર્ભ કે શિશુમાં પહોંચતી દવા તેનાં અંગ, રૂપ તથા અવયવોનાં વૃદ્ધિ અને વિકાસને અસર કરી શકે છે.…
વધુ વાંચો >ઔષધીય રોગપ્રતિરોધ
ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : રસાયણ કે દવા વડે ચોક્કસ રોગ કે ચેપ અટકાવવો તે. રસીઓ કે પ્રતિરક્ષા (immuno) ગ્લૉબ્યૂલિનોનો ઉપયોગ તેમાં આવરી લેવાતો નથી. રોગપ્રતિરોધ માટે વપરાતી દવા કોઈ ચોક્કસ રોગ કે ચેપ સામે અસરકારક હોય છે અને બધા જ પ્રકારના ચેપ થતા અટકાવવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જાય…
વધુ વાંચો >ઔષધો અને ઔષધોનાં કાર્યો
ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે…
વધુ વાંચો >ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ
ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ : માણસના રોગમાં ઔષધ તરીકે વપરાનારા રસાયણની ઉપયોગિતા તથા આડઅસરો કે વિષાક્તતા (toxicity) નિશ્ચિત કરવા માટેની કસોટીઓ. પ્રાણીઓ પરના પ્રયોગોની માહિતીને આધારે ઔષધશાસ્ત્રી, જૈવરસાયણવિદ અને વિષવિદ (toxicologist) જે તે રસાયણનો માણસ પર ઔષધ તરીકે ઉપયોગ કરવા માટેના પ્રારંભિક પ્રયોગો અંગે નિર્ણય કરે છે. આવું રસાયણ પ્રાણીઓ…
વધુ વાંચો >ઔષધોની ગુણાત્મક કસોટીઓ
ઔષધોની ગુણાત્મક કસોટીઓ (qualitative testing of drugs) : નવા ઔષધના ગુણધર્મો અને તેની તબીબી ઉપયોગિતા નિશ્ચિત કરવાની કસોટીઓ નવી દવાની શોધ તથા તેના વિકાસ અને વ્યાપારિક ઉપયોગની પ્રક્રિયા ખર્ચાળ અને ઘણી લાંબી છે. કોઈ પણ રસાયણ નવી દવા તરીકે સ્વીકારાય તે પહેલાં ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે – (1) સૌપ્રથમ…
વધુ વાંચો >