શરદ પરીખ

અંડગ્રંથિકોષ્ઠ

અંડગ્રંથિકોષ્ઠ (ovarian cyst) : અંડગ્રંથિ(ovary)ની પ્રવાહી ભરેલી ગાંઠ. ક્યારેક અંડગ્રંથિની પેશીના કાર્યની વિષમતા કોષ્ઠ સર્જે છે. આવા કોષ્ઠને વિષમ-કાર્યશીલ (dysfunctional) કોષ્ઠ કહે છે. તે ત્રણ પ્રકારના હોય છે : (1) પુટિકા (follicular) કોષ્ઠ : જો તે કાર્યશીલ હોય તો અંત:સ્રાવ (hormone) ઉત્પન્ન કરે છે. તેથી ગર્ભાશયમાંથી લોહી પડવાનો, રુધિરસ્રાવી ગર્ભાશય-વ્યાધિ…

વધુ વાંચો >

આંશિક ખોતરણ

આંશિક ખોતરણ (fractional curettage) : ગર્ભાશયના અમુક ભાગનું ખોતરણ. ગર્ભાશય કૅન્સરની નિદાનલક્ષી તપાસ માટેનો એક પ્રકાર તે આંશિક ખોતરણ છે. તેના દ્વારા કૅન્સરના સ્થાન અને ગર્ભાશયગ્રીવા (uterine cervix) સુધીનો ફેલાવો ચકાસી શકાય છે. ઋતુસ્રાવ (menstruation) બંધ થવાની ઉંમરની કે તે બંધ થયા પછીની ઉંમરની સ્ત્રીઓની યોનિમાંથી અનિયમિતપણે લોહી પડે ત્યારે…

વધુ વાંચો >