વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
સિંહનાદ ગૂગળ
સિંહનાદ ગૂગળ : આયુર્વેદનું એક ઔષધ. આયુર્વેદવિજ્ઞાનમાં વિવિધ જાતનાં દર્દો માટે વિવિધ સ્વરૂપની દવાઓની યોજના છે. તેમાંની કેટલીક દવાઓ ‘ગૂગળ’ને મુખ્ય રાખીને બને છે. આ ગૂગળ આયુર્વેદના મતે વાત-કફદોષ તથા વૃદ્ધાવસ્થાનાશક ઉત્તમ રસાયન-ઔષધિ છે. તે ખાંસી, કૃમિ, વાતોદર, પ્લીહા (બરોળ) જેવા વાયુ કે કફપ્રધાન દર્દો, સોજા અને હરસનો નાશ કરનાર…
વધુ વાંચો >સીતાફળ
સીતાફળ દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona squamosa Linn. (સં. સીતાફલમ્; હિં. સીતાફલ, શરીફા; ગુ. મ. સીતાફળ; બં. આતા, સીતાફલ; ક. સીતાફલા; મલ. અટ્ટીચક્કા, સીથાપાઝામ; ત. આતા, સીથાપ્પાઝામ; તે. ગંધગાલારામુ, સીતાફલામુ; અં. કસ્ટર્ડ ઍપલ, સુગર ઍપલ, સ્વીટ્સોપ) છે. તે એક મોટું સદાહરિત, આડુંઅવળું વિકાસ પામતું…
વધુ વાંચો >સુકુમાર ઘૃત (કલ્પ)
સુકુમાર ઘૃત (કલ્પ) : આયુર્વેદિક ઔષધિ. આયુર્વેદિક ઔષધિનિર્માણશાસ્ત્રમાં અનેક પ્રકાર-સ્વરૂપની ઔષધિઓ બને છે; જેમાં ઔષધિયુક્ત ઘીની પણ અનેક વિશિષ્ટ દવાઓ છે. આયુર્વેદના મતે ઘી સૌમ્ય, શીતળ, મૃદુ, મધુર, વાત તથા પિત્તદોષનાશક, પૌષ્ટિક અને રસાયનગુણયુક્ત છે. તેનાથી બળ, વીર્ય, ઓજ, તેજ, મેધા, બુદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. વળી વિષનો પણ…
વધુ વાંચો >સુશ્રુત અને ‘સુશ્રુત-સંહિતા’
સુશ્રુત અને ‘સુશ્રુત–સંહિતા’ : પ્રાચીન ભારતના જગપ્રસિદ્ધ શલ્યચિકિત્સક (surgeon) અને તેમનો વિશ્વની શલ્યચિકિત્સા-(surgery)ના ક્ષેત્રે આદિ લેખાય તેવો ગ્રંથ. સુશ્રુત પ્રાચીન ભારતના આયુર્વેદિક સાહિત્યના તેજસ્વી રત્ન હતા. તેઓ ઋષિ વિશ્વામિત્રના વંશજ અને કાશીનરેશ દિવોદાસ ધન્વન્તરિના શિષ્ય હતા. તેમણે સમગ્ર વિશ્વને શલ્યચિકિત્સા(operation)નું પ્રથમ જ્ઞાન આપતો જે પ્રમાણભૂત ગ્રંથ રચ્યો તેને પ્રાચીન લેખકો…
વધુ વાંચો >સૂતશેખર રસ
સૂતશેખર રસ : આયુર્વેદની એક રસૌષધિ. આયુર્વેદીય ચિકિત્સા વિજ્ઞાનમાં અમ્લપિત્ત અને પિત્તજન્ય તમામ દર્દોમાં ‘સૂતશેખર રસ’ ખૂબ જ અકસીર અને ખૂબ જ પ્રચલિત ઔષધિ છે. તે સુવર્ણયુક્ત (મહા) અને સુવર્ણરહિત (લઘુ) એમ બે પ્રકારે બને છે. (1) સુવર્ણ સૂતશેખર રસ(ભા. ભૈ. ર.)નાં દ્રવ્યો : શુદ્ધ પારદ, સુવર્ણભસ્મ, ફુલાવેલ ટંકણ, શુદ્ધ…
વધુ વાંચો >સેન ગણનાથ પંડિત
સેન, ગણનાથ પંડિત (જ. ઈ. સ. 1877; અ. 1944) : સંસ્કૃતના અને આયુર્વેદના બંગાળી વિદ્વાન. ભારતમાં વિદેશી શાસનકાળ દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે 18મી-19મી સદીમાં ભારે અંધકાર-યુગ હતો. આ સમયે આયુર્વેદના ઉત્થાન માટે તાતી આવશ્યકતા હતી. આવા સમયે ભારતના સંસ્કૃતજ્ઞ ઘણા વિદ્વાનોને આયુર્વેદની પ્રગતિ માટે જરૂરી વૈદકવિદ્યાના ગ્રંથોની ખાસ આવશ્યકતા હતી, તેવા…
વધુ વાંચો >સેન શિવદાસ પંડિત
સેન, શિવદાસ પંડિત : ભારતમાં 14મી15મી સદીમાં આયુર્વેદના પ્રાચીન મૂળ ગ્રંથો ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘અષ્ટાંગહૃદય’ (વાગ્ભટ્ટ) જેવા ગ્રંથો ઉપર ટીકા-વિવેચન કરનારા ટીકાકારોમાંના એક. તેમનો જીવનકાળ 15મી શતાબ્દીનો ગણાય છે. ‘સેન’ અટકથી તેઓ બંગાળી વૈદ્ય હોવાનું તેમજ તેમણે એક પુસ્તકમાં લખેલ મંગલાચરણ ઉપરથી તેઓ વૈષ્ણવ હોવાનું જણાય છે. તેમણે પોતે પોતાના એક…
વધુ વાંચો >સ્વરભેદ (hoarseness of voice)
સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ…
વધુ વાંચો >