વીણા શેઠ

બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’)

બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’) (જ. 10 ઑગસ્ટ 1905, બેટ દ્વારકા; અ. 16 જાન્યુઆરી 1989) : ગુજરાતી ભાષાના નામાંકિત કવિ અને વિવેચક. 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી-ગુજરાતી સાથે બી.એ. થયા. 1932માં એલએલ.બી. અને 1936માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. થયા. પચાસેક વર્ષ સતત કાવ્ય-સર્જન કરનારા ગાંધીયુગના કવિ છે. પ્રારંભનાં કેટલાંક વર્ષ ‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર’માં…

વધુ વાંચો >

બોટાદકર, દામોદર ખુશાલદાસ

બોટાદકર, દામોદર ખુશાલદાસ (જ. 27 નવેમ્બર 1870, બોટાદ; અ. 7 સપ્ટેમ્બર 1924) : જાણીતા ગુજરાતી કવિ. સાત વર્ષની ઉંમરે પિતાનું શિરચ્છત્ર ગુમાવ્યું. પરિણામે છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહિ. માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા અનેક વ્યવસાય પર હાથ અજમાવેલ. કવિતા…

વધુ વાંચો >

બ્રહ્માનંદ

બ્રહ્માનંદ (જ. 1772, આબુ તળેટીનું ખાણ; અ. 1832) : સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા કવિ. બાળપણનું નામ લાડુદાન. પિતા શંભુદાન ગઢવી. માતા લાલુબા. જ્ઞાતિએ ચારણ. શિરોહી રાજ્યના ખર્ચે કચ્છ-ભુજમાં પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયેલા. ત્યાં ઈ. સ. 1804માં શ્રી સહજાનંદ સ્વામીનાં દર્શન. ઈ. સ. 1805માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. શરૂઆતમાં શ્રી રંગદાસજી નામ,…

વધુ વાંચો >

લલિત

લલિત (જ. 3૦ જૂન 1877, જૂનાગઢ; અ. 24 માર્ચ 1947) : ગુજરાતી કવિ. ‘લલિત’ તેમનું ઉપનામ છે. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. માતા સાર્થકગૌરી તરફથી સંગીતના સંસ્કાર અને પિતા મહાશંકર તરફથી સાહિત્યના સંસ્કાર સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં લીધું. 19૦3માં ગોંડળમાં સંગ્રામજી હાઇસ્કૂલમાં નોકરી કરી. 19૦8થી 191૦ સુધી…

વધુ વાંચો >