વિદ્યુત ઇજનેરી

ચાર્જ કપલ્ડ ઉપકરણ (charge coupled device – CCD)

ચાર્જ કપલ્ડ ઉપકરણ (charge coupled device – CCD) : અર્ધવાહકની સપાટી ઉપર તૈયાર કરેલા વિભવ-કૂપ(potential well)માં અલ્પાંશ વિદ્યુતભાર(minority charge)ને સંગ્રહ કરવા માટેની અર્ધવાહક પ્રયુક્તિ. પાસે પાસે હોય તેવા વિભવકૂપમાં વિદ્યુતભારને સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉડની સપાટી ઉપર આપેલા વિદ્યુતદબાણ વડે વિભવ-કૂપને નિયંત્રિત કરે છે. વિભવ-કૂપ અસંતુલિત સ્થિતિ ધરાવે છે માટે…

વધુ વાંચો >

ચાર્જ કપલ્ડ ડિવાઇસ કૅમેરા

ચાર્જ કપલ્ડ ડિવાઇસ કૅમેરા : જુઓ ચાર્જ કપલ્ડ ઉપકરણ

વધુ વાંચો >

ચુંબકીય દ્રવ-ગતિકીય જનિત્ર (magnetohydrodynamic generator)

ચુંબકીય દ્રવ-ગતિકીય જનિત્ર (magnetohydrodynamic generator) : ચુંબકના બે ધ્રુવો વચ્ચે વહન કરતા પ્લાઝમા (વિદ્યુતભારિત અને તટસ્થ કણ ધરાવતું તરલ) દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત-ઊર્જાનો સ્રોત. પરંપરાગત રીતે ઉષ્મા-ઊર્જાની મદદથી વરાળ ઉત્પન્ન કરી ટર્બાઇન ચલાવવામાં આવે છે. ટર્બાઇન સાથે જોડેલા વિદ્યુત જનિત્રથી વિદ્યુત-ઊર્જા મેળવવામાં આવે છે. આમ, પ્રથમ ઉષ્મા-ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં અને…

વધુ વાંચો >

ચુંબકીય દ્વિધ્રુવ (magnetic dipole)

ચુંબકીય દ્વિધ્રુવ (magnetic dipole) : ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. કાયમી ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો ઉત્તર તથા દક્ષિણ એમ બે ધ્રુવવાળા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એક જ ધ્રુવ ધરાવતા ચુંબકના અસ્તિત્વ માટે આજ સુધી સ્પષ્ટ પુરાવાઓ મળ્યા નથી. ચુંબકત્વનું મૂળ કારણ પદાર્થના અણુઓમાંની ઇલેક્ટ્રૉનની ગતિ…

વધુ વાંચો >

ચોક અથવા ચોકિંગ ગૂંચળું (choke or choking coil)

ચોક અથવા ચોકિંગ ગૂંચળું (choke or choking coil) : સ્રોતમાંથી અચળ વોલ્ટેજે વિદ્યુતપ્રવાહ પ્રાપ્ત થઈ રહ્યો હોય ત્યારે, ઊર્જાના લઘુતમ વ્યય સાથે, વિદ્યુતપ્રવાહમાં ઘટાડો કરવા માટેની યોજના. પ્રત્યાવર્તી વિદ્યુત પરિપથ(alternating current કે A. C. circuit)માંથી રાખેલા સંગ્રાહક(capacitor)માંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ફેઝમાં  કે 90° જેટલો અગ્રગામી હોય છે; જ્યારે તેમાં રાખેલા…

વધુ વાંચો >

ચૉપર (chopper)

ચૉપર (chopper) : સિગ્નલ પરિપથ(signal circuit)ને નિશ્ચિત સમયાંતરે ચાલુ-બંધ કરતી એક વિદ્યુત-યાંત્રિક રચના. સિગ્નલ પરિપથ ઉપરાંત પ્રકાશ-વૈદ્યુત, ઇલેક્ટ્રૉનિક અને ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં ચૉપર યાંત્રિકીય કાર્ય કરે છે. પહેલાંના સમયમાં કૅમેરામાં પ્રકાશનું નિયંત્રણ કરવા માટે વપરાતી ઑપ્ટિકલ શટર(optical shutter)ની રચના ચૉપરને મળતી આવે છે. ચૉપર શબ્દ ચૉપિંગ (chopping interruption-રુકાવટ) પરથી આવેલો છે.…

વધુ વાંચો >

જળવિદ્યુત

જળવિદ્યુત : દ્રવચાલિત (hydraulic) ઊર્જાના રૂપાંતરણથી પ્રાપ્ત થતી વિદ્યુત. ઊંચા સ્થાનેથી નીચા સ્થાને પડતા પાણીની સ્થિતિઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર થતું હોય છે, જેનું જનિત્ર (generator) વડે વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. નદી, સરોવર અને સમુદ્રના પાણીનું સૂર્યના તાપથી બાષ્પીભવન થાય છે અને બાષ્પનાં વાદળ રચાય છે, જે વરસાદના પાણી રૂપે…

વધુ વાંચો >

જૂલનો નિયમ

જૂલનો નિયમ (Joule’s law) : વિદ્યુતમાં જે દરે પરિપથનો અવરોધ, વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર કરે તે દર્શાવતો ગણિતીય સંબંધ. 1841માં અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી જેમ્સ પ્રેસ્કૉટ જૂલે શોધી કાઢ્યું કે વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા, તારના વિદ્યુત અવરોધ તથા વિદ્યુતપ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તેમણે દર્શાવ્યું કે દર સેકન્ડે…

વધુ વાંચો >

ટેસ્લા, નિકોલા

ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્  પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે…

વધુ વાંચો >

ટ્રાન્ઝિસ્ટર

ટ્રાન્ઝિસ્ટર : ઘન અવસ્થા ઇલેક્ટ્રૉનિક્સ(soild state electronics)નું એક ઉપકરણ જેના દ્વારા ઇલેક્ટ્રૉનિક્સની બધી જ પ્રક્રિયાઓ શક્ય  બને છે. ટ્રાન્ઝિસ્ટરના અમુક ભાગમાં અવરોધ (resistance) ઘટી જતો હોઈ અને બીજા ભાગમાં વધી જતો હોવાથી અવરોધના મૂલ્યનું પરિવર્તન થાય છે. તેથી તેનું નામ ‘transfer + resistor’ ઉપરથી ‘transistor’ આપવામાં આવેલું છે. અવરોધના મૂલ્યમાં…

વધુ વાંચો >