વિદ્યુત ઇજનેરી
ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
ઇલેક્ટ્રિક ઇસ્ત્રી : કપડાંની કરચલી દૂર કરવાનું વીજળિક સાધન. વીજળીની તાપજનક અસર વડે તે આ કાર્ય કરે છે. અહીં વપરાતા ઉચ્ચ વીજ-વિરોધક તારને લીધે વીજશક્તિનું ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. તેના મુખ્ય ભાગો : (1) તળિયું અથવા સોલ-પ્લેટ, (2) નાઇક્રોમ તારનું એલિમેન્ટ તથા અબરખનું અવાહક પડ, (3) વજનપ્લેટ, (4) લોખંડનું ઢાંકણ,…
વધુ વાંચો >ઉત્પાદક વાયુ
ઉત્પાદક વાયુ : જુઓ ઈંધનો.
વધુ વાંચો >ઉષ્માગતિશાસ્ત્ર
ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) જુદી જુદી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માના સ્થાનાંતર, અને ઉષ્મા અને કાર્ય વચ્ચેના પરસ્પર રૂપાંતરણનો અભ્યાસ. તે પ્રાકૃતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં વિવિધ પ્રકારની ઊર્જાનો ગુણદર્શક અને પરિમાણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેનો અભ્યાસ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેમાં સારી એવી અગત્ય ધરાવે છે.…
વધુ વાંચો >ઉષ્માવિનિમયક
ઉષ્માવિનિમયક (heat exchanger) : અવરોધની એક બાજુએ વહેતા ઊંચા તાપમાનવાળા તરલ(fluid)માંથી અવરોધની બીજી બાજુએ વહેતા નીચા તાપમાનવાળા તરલમાં ઉષ્માવિનિમયનું કાર્ય કરતું સાધન (device). સામાન્ય રીતે આ સાધન તરલની અવસ્થાનું રૂપાંતર કર્યા વગર ઉષ્માનાં સ્થાનાન્તર, વિલોપન અથવા પુન:પ્રાપ્તિ માટે વપરાય છે. જો તરલનું પ્રવાહીકરણ થાય તો આ સાધન સંઘનિત્ર (condenser) કે…
વધુ વાંચો >ઊર્જા
ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…
વધુ વાંચો >ઍડિસન, ટૉમસ આલ્વા
ઍડિસન, ટૉમસ આલ્વા (જ. 11 ફેબ્રુઆરી 1847, ઓહાયો; અ. 18 ઑક્ટોબર 1931, વેસ્ટ ઑરેન્જ ન્યૂ જર્સી) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અગ્રણી અમેરિકન સંશોધક. સૅમ્યુઅલ ઑગ્ડન અને નાન્સી ઇલિયટ એડિસનનાં ચાર બાળકોમાં સૌથી નાના. સાત વર્ષની ઉંમરે તેમનું શાળાશિક્ષણ શરૂ થયું, પણ ત્રણ માસ પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી…
વધુ વાંચો >ઍન્ટેના
ઍન્ટેના અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો પ્રસાર કરનાર તથા અવકાશમાં આવેલા વિદ્યુતચુંબકીય તરંગને ઝીલનાર, સંચારણ-પદ્ધતિનો એક અગત્યનો ઘટક. તે અવકાશ અને સંચારણ(transmission)લાઇન વચ્ચે પરિવર્તક જેવું કાર્ય કરે છે. પ્રસારણ તંત્રનો તે સૌથી છેલ્લો ઘટક છે જ્યારે અભિગ્રાહી બાજુનો પ્રથમ ઘટક છે. મૅક્સવેલના વિદ્યુતચુંબકીય તરંગોના સિદ્ધાંતનું સર્વપ્રથમ પ્રાયોગિક નિદર્શન, 1877માં હર્ટ્ઝે પોતે બનાવેલા…
વધુ વાંચો >ઓજારો (tools)
ઓજારો (tools) સામાન્ય રીતે વસ્તુનાં ઉત્પાદન, મરામત કે ફેરફાર માટે વપરાતાં સાધનો. વસ્તુને કાપીને, ખેંચીને, ટીપીને, ઘસીને અથવા સરાણ પર સજીને તેમાં ફેરફાર થઈ શકે છે. વસ્તુનાં ઉત્પાદન અને મરામતની ક્રિયાઓમાં સામાન્ય રીતે ઓજારોની અનિવાર્યપણે જરૂર પડે છે. જમીન ખેડતો ખેડૂત, ચણતરકામ કરતો કડિયો, સુથારી કામ કરતો સુથાર કે ઑપરેશન…
વધુ વાંચો >ગ્રિડ
ગ્રિડ : વિદ્યુતમથકમાંથી વિદ્યુતના દબાણ અને આવૃત્તિ(frequency)માં ફેરફાર કે વધઘટ સિવાય વિદ્યુતશક્તિ(electrical power)ના સંચારણ (transmission) અને વિતરણ (distribution) માટે, તેમજ ટેલિફોન માટે વપરાતા તારના દોરડાની જાળ(network). વિદ્યુત મથકમાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કર્યા પછી ઊર્જાનો ઓછામાં ઓછો વ્યય થાય, વિદ્યુતદબાણ અને તેની આવૃત્તિમાં વધઘટ થાય નહીં અને તેનું કુશળતાપૂર્વક ઉદ્યોગો, ખેતી,…
વધુ વાંચો >