વાર્કે પોંકુન્નમ્

વાર્કે, પોંકુન્નમ્

વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…

વધુ વાંચો >