વાતાવરણશાસ્ત્ર

સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT)

સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT) : પ્રાણી અને વનસ્પતિના કુદરતી રહેણાક(નિવાસ)ને લગતા (ઊભા થતા) પ્રશ્નોના નિરાકરણ બાબતે જરૂરી આયોજન અને સંચાલનકાર્ય અંગે શિક્ષણ આપતી આગવી સંસ્થા. 1962માં સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તરીકે શરૂ થયેલ આ સંસ્થા હવે 2005 સુધીમાં રહેણાક(habitat)-સંલગ્ન અનેક વિષયોને આવરી લેતી એક મોટી વિદ્યાસંકુલ બની ગઈ…

વધુ વાંચો >

હરિકેન

હરિકેન : આશરે 320 કિમી.થી માંડીને 480 કિમી.નો વ્યાસ ધરાવતું, ઘૂમરાતું પ્રચંડ વાવાઝોડું. આ પ્રકારનાં વાવાઝોડાં સામાન્ય રીતે ઍટલૅન્ટિક અને પૅસિફિક મહાસાગરમાં અવારનવાર ઉદભવતાં રહે છે. તેમના ફૂંકાવાનો વેગ તેમના કેન્દ્ર ભાગ નજીક 120 કિમી./કલાકનો હોય છે. ક્યારેક ક્યારેક આ વિસ્તારોમાં ઉત્પન્ન થતાં હરિકેનથી જાનમાલને મોટા પાયા પર નુકસાન થતું…

વધુ વાંચો >

હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકો

હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકો : હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકોનો અભ્યાસ. પૃથ્વીનું સર્જન તો સૂર્ય તેમજ સૌરમંડળના અન્ય ગ્રહોની સાથે સાથે જ સાડાચાર અબજ વર્ષો પૂર્વે થયું. સર્જન બાદ 70થી 80 કરોડ વર્ષ જેવા સમયગાળા માટે એની સપાટી બંધાતી અને તૂટતી રહી. આ સમય નવસર્જિત…

વધુ વાંચો >

હવામાનનું માપન તથા હવામાનની આગાહી

હવામાનનું માપન તથા હવામાનની આગાહી હવામાન : વાતાવરણના જુદા જુદા ઘટકોની રોજબરોજની સ્થિતિ. પૃથ્વીનું વાતાવરણ તેના ભૌતિકી સ્વરૂપ અનુસાર પાંચ સ્તરોમાં વહેંચી શકાય. સૌથી નીચેનું સ્તર તે વિષમતાપમંડળ (ટ્રૉપોસ્ફિયર, troposphere). આ સ્તર પૃથ્વીની સપાટીથી શરૂ કરીને લગભગ 18 કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. આપણે જેને હવામાન તરીકે અનુભવીએ છીએ તે…

વધુ વાંચો >

હવાવેગ-નિર્દેશક (anemometer)

હવાવેગ-નિર્દેશક (anemometer) : પવનની ઝડપ અને દિશા દર્શાવતું યંત્ર. ‘પવન’ માટેના ગ્રીક શબ્દ ‘anemos’ પરથી આ સાધન માટેનો અંગ્રેજી શબ્દ anemometer આવ્યો છે. આમ તો અનેક પ્રકારનાં હવાવેગમાપકો વિકસાવાયેલ છે; પરંતુ તેમાંનાં મોટા ભાગનાં તો વિશિષ્ટ સંયોગોમાં વાયુપ્રવાહ માપવા માટે જ વપરાય છે. ઋતુવિજ્ઞાન સંબંધિત અવલોકનો લેતી વેધશાળા(meteorological observatory)માં તો…

વધુ વાંચો >

હેડલી કોશ (Hadley cell)

હેડલી કોશ (Hadley cell) : પૃથ્વીના વાતાવરણમાં, મધ્ય-અક્ષાંશો(30° ઉ. અને દ.)ના વિસ્તારો અને વિષુવવૃત્તના વિસ્તાર વચ્ચે સર્જાતો એક વિસ્તૃત વાયુપ્રવાહોનો કોશ. આ કોશમાં પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં સામાન્ય વાયુપ્રવાહની દિશા મધ્ય અક્ષાંશો તરફથી વિષુવવૃત્ત તરફ હોય છે. (આ સામાન્ય પવનોનો પ્રવાહ ભૂગોળમાં વેપારી વાયુઓ trade winds નામે ઓળખાય છે.) વિષુવવૃત્તના…

વધુ વાંચો >

હેમન્ત ઋતુ

હેમન્ત ઋતુ : ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ. ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુઓ મુખ્ય છે. આ ત્રણ ઋતુઓને પેટાવિભાગોમાં વહેંચી છ ઋતુઓ માનવામાં આવે છે. આ છ ઋતુઓ આ પ્રમાણે છે – હેમન્ત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઉત્તર ગોળાર્ધમાં તે નવેમ્બર, ડિસેમ્બર…

વધુ વાંચો >