વનસ્પતિશાસ્ત્ર
ગૂંદી
ગૂંદી : દ્વિદળીના ઇહરેશિયેસી કુળનો છોડ. હિં. लसुडे, અં. Lasora/sebestan, લૅટિન પ્રજાતિ Cordia sp. પ્રારંભમાં કુળ Boraginaceaeમાં તેનો સમાવેશ થયેલ પરંતુ પછી ગૂંદી-Cordia, કજિયાળી, Ehretia રૂડિયો —Kotula અને કારવાસ — Sericostomma એ ચાર વનસ્પતિઓનું જુદું કુળ રચાયું છે. Cordiaની સાત જાતિઓ ગુજરાતમાં મળે છે. તે પૈકી વડ ગૂંદો, મોટો ગૂંદો…
વધુ વાંચો >ગૅમ્બજ (Gamboge અથવા Camboge)
ગૅમ્બજ (Gamboge અથવા Camboge) : અગ્નિ એશિયામાં ગાર્સિનીઆ કુળ(genus)માંથી મળતો સખત, બરડ, ગુંદર જેવો રેઝિન (gum-resin). મુખ્યત્વે કંબોડિયા, થાઇલૅન્ડ તથા દક્ષિણ વિયેટનામમાં ઊગતા ગાર્સિનિયા હાનબ્યુરી (G. hanburyi) વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આ વૃક્ષ વિભક્તલિંગી (dioecious) વૃક્ષો છે જે ચામડા જેવાં, ઘેરા લીલાં રંગના ચળકતાં પાંદડાં, નાનાં પીળાં ફૂલો અને સામાન્ય…
વધુ વાંચો >ગેસ્નેરિયેસી
ગેસ્નેરિયેસી : દ્વિદળી વર્ગના યુક્તદલાના પર્સોનેલીસ ગોત્રનું એક કુળ. પ્રખ્યાત પ્રકૃતિવિદ કોન્રાડ ગેસ્નરના નામે આ દ્વિદળીના એક કુળને ગેસ્નેરિયેસી નામ અપાયું છે. ગરમ પ્રદેશોનું આ કુળ આશરે 120 પ્રજાતિઓ અને 2,000 જાતિઓ ધરાવે છે. મહદ્અંશે છોડવા રૂપે હોઈ તે જવલ્લે જ કાષ્ઠમય (woody) હોય છે. ક્ષુપ અથવા મૂળારોહી કે પરરોહી…
વધુ વાંચો >ગોબેલ, કાર્લ (ઇમેન્યુઅલ એબેરહાર્ડ)
ગોબેલ, કાર્લ (ઇમેન્યુઅલ એબેરહાર્ડ) (જ. 8 માર્ચ 1855, બીલીઘેઇમ, બાડેન; અ. 9 ઑક્ટોબર 1932, મ્યૂનિક) : ઓગણીસમી સદીના જર્મનીના અગ્રણ્ય વનસ્પતિવિદ. વિલ્હેલ્મ હૉફમેસ્ટિર, હેઇનરીચએન્ટોન-ડી-બેરી અને જુલિયસ વૉન સેરસ તેમના ગુરુ હતા. તેમની પાસે અભ્યાસ કરીને ગોબેલ કાર્લે 1877માં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. ઘણીબધી જગ્યાએ શિક્ષક તરીકેની સેવા આપ્યા બાદ 1891માં…
વધુ વાંચો >ગોમ્ફ્રીના (Gomphrena)
ગોમ્ફ્રીના (Gomphrena) : કુળ Amarantaceaeનો કોઈ પણ ઋતુમાં ઊગી શકતો, 30થી 40 સેમી. ઊંચો મોસમી ફૂલનો છોડ. ગુ. બટન, અં. Globe Amaranthus = Bachelor’s button. જાંબલી રંગનો પ્રકાંડ; સપ્ટેમ્બરથી નવેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ સુધી લાલાશ પડતા કે જાંબલી કે સફેદ, જાંબુડા કે કેસરી રંગના નાના પરિમિત મુંડક પુષ્પવિન્યાસમાં આવતાં પુષ્પો;…
વધુ વાંચો >ગોરખ આંબલી
ગોરખ આંબલી : જુઓ રૂખડો.
વધુ વાંચો >ગોરખગાંજો
ગોરખગાંજો (પ્રશ્નપર્ણી, રાનગાંજો, કપૂરી-મધુરી, ગોરખડી, સાનીબર) : દ્વિબીજદલાની શ્રેણી અદલાના કુળ Amarantha ceaeનો નાનો 20થી 30 સેમી. ઊંચાઈવાળો રુવાંટીવાળો ઊભો છોડ. તેનું લૅટિન નામ Aerva lanata (L) Juss છે. તેની અન્ય જાતોમાં બુર કે ગોરખગાંજડો તે સંખેડા-બહાદરપુર પાસે મળતો A. javanica (Burm – f) Juss, ઝીણા પાનનો બુર, એમ. એચ.…
વધુ વાંચો >ગોરખ મૂંડી
ગોરખ મૂંડી : દ્વિદળીના યુક્તદલાના કુળ Compositae-(Asteraceae)નો પથરાતો છોડ. (સં. मुण्डिका, श्रावणी; ગુ. ભુરાંડી કલાર; Bhurandi). તેના સહસભ્યોમાં કલહાર, ગાડરુ, ઉત્કંટો, સોનકી વગેરે છે. તેનું લૅટિન નામ Sphaeranthus indicus છે. જમીન ઉપર પથરાતાં પ્રકાંડ અને શાખા સપક્ષ અને રોમમય ગ્રંથિવાળાં હોય છે. અદંડી, સાદાં અધોગામી પર્ણોની કિનારી કંટકમય હોય છે.…
વધુ વાંચો >ગોરડ
ગોરડ : બાવળની જાતનું નાના કદનું કાંટાવાળા પાનખર જંગલનું વૃક્ષ. શાસ્ત્રીય નામ : એકેસિયા સેનેગાલ (Acacia senegal); કુળ માઇમૉસેસી (Mimosaceae). ગોરડનાં ઝાડ 4.6થી 6 મીટર (15–20 ફૂટ) ઊંચાઈનાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે સ્થળે અર્ધશુષ્ક કાંટાવાળા પાનખર જંગલ કે વગડામાં કે નદીના વાંઘામાં ઊગતાં જોવા મળે છે. તે…
વધુ વાંચો >ગોલ્ડન રૉડ (golden rod)
ગોલ્ડન રૉડ (golden rod) : કુળ Compositaeનો બહુવાર્ષિક નાનાં પીળાં ફૂલો ધરાવતો છોડ. ગુ. સોનછડી, અં. yellow daisy. તેનું લૅટિન નામ Solidago canadensis L. છે. વચમાંથી છોડની લાંબી દાંડી ટોચ ઉપર પીંછા જેવી થઈને ફૂલોથી ભરાઈ જાય છે તેથી ચોમાસામાં આકર્ષક લાગે છે. ફૂલદાનીમાં ફૂલો લાંબો સમય ટકી રહે છે…
વધુ વાંચો >