વનસ્પતિશાસ્ત્ર

ઉલ્મસ (અલ્મસ)

ઉલ્મસ (અલ્મસ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઉલ્મેસી કુળની એક પ્રજાતિ. તે ‘એલ્મ’ કે ‘મીઠા એલ્મ’ તરીકે ઓળખાવાતી પર્ણપાતી (deciduous) વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 5 જાતિઓ થાય છે અને હિમાલયની ગિરિમાળા તેમજ સિક્કિમમાં તે મળી આવે છે. Ulmus lanceifolia Roxb.…

વધુ વાંચો >

ઉષ્મા-સામયિકતા

ઉષ્મા-સામયિકતા (thermoperiodism) : વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ ઉપર તાપમાનના ફેરફારોનો પ્રતિભાવ. વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર દૈનિક તાપમાનના ફેરફારોની ઘણી જ અસર પડે છે. તેની સમજૂતી ફ્રિઝ વેન્ટ નામના વનસ્પતિશાસ્ત્રીએ Compositae કુળના એકવર્ષાયુ છોડ Lathoenia charysostomaમાં પ્રાયોગિક રીતે દર્શાવી હતી. જો રાત્રિ-તાપમાન 20o સે. હોય તો તે છોડ 60 દિવસ જીવે…

વધુ વાંચો >

ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી)

ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Merremia emarginata (Burm f.) Hallier syn. M. gangetica (L.) Cufod; Ipomoea reniformis Choisy (સં. મૂષકકર્ણી, આખુપણી; હિં. મુસાકાની; બં. ઇન્દરકાણીપાના; મ. ઉંદીરકાની; ક. વલ્લિહરૂહૈ; તે. એલિક-જેમુડુ; તા. એલિકથુકીરાઇ, યુ. લપસીની) છે. સુભગા, પડિયો, શંખાવળી,…

વધુ વાંચો >

ઉંબરો

ઉંબરો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus glomerata Roxb. syn. F. racemosa Linn. (સં. ઉદુંબર, મ. ઉંબર, હિં. ઉદુંબર, ગુલ્લર, બં. યજ્ઞડુમુર, ગુ. ઉંબરો, ઉંબરડો, ગુલર; તે. અત્તિ, બોડ્ડા; તા. અત્તિમાર; ફા. અંજીરે, આદમ; મલા. અત્તિ, અં. ફીગ ટ્રી.) છે. વડ, પીપળ, રબર, માખણકટોરી…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

ઊમાયસિટ્સ (Oomycetes)

ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes. કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય…

વધુ વાંચો >

ઊંધાફૂલી

ઊંધાફૂલી : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichodesma indicum R. Br. (સં. અવાંકપુષ્પી, અધ:પુષ્પી, રોમાલુ; હિ. અંધાહુલી, ધ્વેટા કુલ્ફા, રત્મંડી; મ. છોટા ફુલવા; ગુ. ઊંધાફૂલી) છે. ગુજરાતમાં Trichodesmaની ચાર જાતિઓ મળી આવે છે. ગુજરાતના પ્રખ્યાત વનસ્પતિવિદ જયકૃષ્ણ ઇંદ્રજીએ T. africanum R. Br. ફક્ત કચ્છમાં મળતી…

વધુ વાંચો >

એક્લકંટો

એક્લકંટો : જુઓ શતાવરી.

વધુ વાંચો >

એકલ-ચરમાવસ્થા

એકલ-ચરમાવસ્થા (monoclimax) : જીવનસંઘર્ષનો સફળ સામનો કરી ઉજ્જડ નિકેત(niche)માં વનસ્પતિ-સમાજ દ્વારા કાયમ પ્રસ્થાપિત થવાની પરિઘટના. સંક્રમણકાળ દરમિયાન પ્રભાવ ધરાવ્યા પછી કાળક્રમે તે ગુમાવતાં વનસ્પતિ-સમાજમાં એક સભ્યનું સ્થાન બીજા સભ્યો લે છે. છેવટે પર્યાવરણ સાથે બધી રીતે અનુકૂલન પામેલા વનસ્પતિ-સમાજના સભ્યો ત્યાં સ્થાયી બને છે. આ વિચારધારાના આદ્યપ્રવર્તક ક્લિમેન્ટ્સ હતા. તેમના…

વધુ વાંચો >

એકાંગી વનસ્પતિઓ

એકાંગી વનસ્પતિઓ (thallophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં અંગો વિનાની વાહકપેશીવિહીન વનસ્પતિઓ. આ વનસ્પતિસમૂહમાં પેશીય આયોજન હોતું નથી. તેઓ એકકોષી પ્રજનનાંગો ધરાવે છે અને ફલન બાદ તેઓમાં યુગ્મનજ(zygote)માંથી ભ્રૂણજનન (embryogenesis) થતું નથી. આવી વનસ્પતિઓના દેહને સુકાય (thallus) કહે છે. એકાંગી વનસ્પતિઓમાં જીવાણુઓ (bacteria), લીલ (algae), ફૂગ (fungi) અને લાઇકેન(lichens)નો…

વધુ વાંચો >