વનસ્પતિરોગશાસ્ત્ર
કેવડિયો
કેવડિયો : વનસ્પતિનાં પાંદડાં અને શિરાને પીળાં કે હરિત-પીળાં બનાવી દેતો રોગ. ફૂગ (fungus), વિષાણુ (virus) અથવા મૂળતત્વ(element)ના અભાવથી વનસ્પતિને આ રોગ થાય છે. ડાઉની મિલ્ડ્યૂ નામની ફૂગને લીધે પાંદડાં ઉપરની બાજુએથી પીળાં દેખાય છે, જ્યારે નીચેની બાજુએથી સહેજ રાખોડી અથવા જાંબુડિયાં રોમ ઊગે છે. પાંદડાં સુકાઈને કરમાઈ જાય છે.…
વધુ વાંચો >કોકડવું
કોકડવું (leaf curl) : અન્ય નામ કુંજરો. રોગકારક : વિષાણુ (virus). લક્ષણો : રોગયુક્ત પાન નાનાં, જાડાં, ખરબચડાં બનીને કોકડાઈ જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકીચૂકી થઈ જાય છે. કોઈક વખતે પાનની નીચેના ભાગમાં કાનપટ્ટી જેવી વૃદ્ધિ પણ જોવા મળે છે. રોગપ્રેરક બળો : સફેદ માખીનો ઉપદ્રવ રોગ…
વધુ વાંચો >કોકીડીઓ ઓઇડો માયકોસિસ
કોકીડીઓ ઓઇડો માયકોસિસ : કોકીડીઓઇડીસ ઇમિટિસ નામની ફૂગથી વનસ્પતિને થતો રોગ. સેબોરાડ ગ્લુકોઝ અગારના માધ્યમ ઉપર તે ફૂગ જેવું તંતુમય સંવર્ધન દર્શાવે છે, જ્યારે રોગગ્રસ્ત ભાગમાંથી થતા બહિ:સ્રાવમાં તે જાડી દીવાલના આંતર બીજાણુવાળા એકકોષીય જીવ તરીકે દેખાય છે. આ રોગ વૅલીફીવર, સાન વાકીન ફીવર અને ડેઝર્ટ રૂમેટિઝમ જેવા જુદા જુદા…
વધુ વાંચો >કોબીજ
કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના…
વધુ વાંચો >ખડખડિયો
ખડખડિયો : ફળ, પાક ને જંગલી ઝાડોને થતો રોગ. આ રોગ ફળપાકો અને જંગલી ઝાડોમાં ફૂગ કે સૂક્ષ્મ પરોપજીવીનું ડાળી પર આક્રમણ થવાથી થાય છે. ડાળીનાં પાન સુકાઈ જાય છે. આવાં સુકાયેલાં પાન ડાળી સાથે ચોંટી રહે છે. લીલા ઝાડમાં ભૂખરાં સુકાયેલાં પાન અલગ તરી આવે છે. રોગનું આક્રમણ વધુ…
વધુ વાંચો >ખાપરા બીટલ
ખાપરા બીટલ : ઘઉંની વાંતરી તરીકે જાણીતો ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ડરમેસ્ટિડી કુળનો કીટક. ખાસ કરીને ઘઉંને નુકસાન કરવા ઉપરાંત આ કીટક જવ, ચોખા, જુવાર, મકાઈને પણ નુકસાન કરે છે. પુખ્ત કીટક 2.5 મિમી. જેટલો લાંબો અને લગભગ લંબગોળ આકારનો હોય છે. તે શરીરે ભૂખરા વાળ તેમજ આછા બદામી રંગના ડાઘા…
વધુ વાંચો >ખૂણાવાળાં પર્ણટપકાં
ખૂણાવાળાં પર્ણટપકાં (angular leaf spots) : કપાસ, કેરી, તમાકુ વગેરેના પાકમાં બૅક્ટેરિયા દ્વારા થતો મહત્ત્વનો રોગ. પાનનાં વાયુરંધ્રો (stomata) દ્વારા અથવા તો કીટકોએ પાડેલાં કાણાં દ્વારા બૅક્ટેરિયા પાંદડાંમાં દાખલ થઈને શરૂઆતમાં પાણી-પોચાં ટપકાં કરે છે જે સમય જતાં સુકાઈને કથ્થાઈ કે કાળાં બને છે. ટપકાં મોટે ભાગે નસથી આગળ વધતાં…
વધુ વાંચો >ગલત આંજિયો (ગલત અંગારિયો)
ગલત આંજિયો (ગલત અંગારિયો) : Ustilaginoidea virens નામની ફૂગથી ડાંગરના દાણાને થતો રોગ. જુદા જુદા પાકોમાં Telletia કે Sphacelotheca જાતિની ફૂગથી આંજિયાનો રોગ થાય છે, જ્યારે ગલત આંજિયો તે સિવાયની Ustilaginoidea ફૂગથી થાય છે. આ ફૂગનું આક્રમણ કંટીમાં છૂટાછવાયા દાણાને લીલા વેલ્વેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. આ…
વધુ વાંચો >ગાંઠનો કોહવારો
ગાંઠનો કોહવારો : જુદી જુદી સૂક્ષ્મ પરોપજીવી જીવાત વનસ્પતિનાં થડ, ડાળી કે મૂળની ગાંઠમાં પ્રવેશ કરી તે ભાગોમાં ફૂગ, આંતરકોષ અને પેશીમાં વૃદ્ધિ કરી તેમાંથી ખોરાક લઈ વૃદ્ધિ કરે છે. તેથી ગાંઠમાં કોષોનું મૃત્યુ થવાથી આવી ગાંઠમાં સડો પેદા થાય છે. તેને ગાંઠના કોહવારા તરીકે ઓળખવામાં આવે છે. હિંમતસિંહ લાલસિંહ…
વધુ વાંચો >ગેરુ (rust)
ગેરુ (rust) : ઘઉં, જવ, બાજરી, મકાઈ, કઠોળ જેવા પાકોમાં જાતજાતની ફૂગ દ્વારા થતો મુખ્ય રોગ. ગેરુ ફૂગની આશરે 4,000 જેટલી પ્રજાતિઓ જુદી જુદી આવૃતબીજધારી વનસ્પતિઓમાં ફૂગનો રોગ પેદા કરે છે. કાટ જેવી કથ્થાઈ, બદામી કે પીળા રંગની ફોલ્લીઓ ચાંદા રૂપે પાન કે દાંડી પર ગેરુ તરીકે જોવા મળે છે.…
વધુ વાંચો >