વનસ્પતિરોગશાસ્ત્ર

બંગડીનો રોગ

બંગડીનો રોગ : બટાટામાં જીવાણુથી થતો એક વિશિષ્ટ પ્રકારનો રોગ. આ રોગનો ફેલાવો રોગિષ્ઠ બીજ મારફત એક ઋતુથી બીજી ઋતુમાં થાય છે. બીજ માટે જે છરીથી રોગિષ્ઠ બટાટાના કટકા કર્યા હોય તે જ છરીથી રોગ વગરના બટાટાના કટકા કરવા જતાં તેને ચેપ લાગે છે. તેથી છોડ વૃદ્ધિ દરમિયાન ધીમે ધીમે…

વધુ વાંચો >

બાજરીના રોગો

બાજરીના રોગો : તળછારો (Downy mildew), ગુંદરિયો (ergot), અંગારિયો (smut) અને ગેરુ (rust) જેવા સૂક્ષ્મજીવોના ચેપથી ઉદભવતા બાજરીના રોગો. 1. તળછારો અથવા જોગીડો : બાજરીમાં થતો આ રોગ પીલિયો, તળછારો, બાવા, ખોડિયા જોગીડો, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. રોગનો ઉપદ્રવ બીજમાં અથવા જમીનમાં રહેલા તળછારોના બીજાણુ મારફત થાય છે.…

વધુ વાંચો >

બાવટાના રોગો

બાવટાના રોગો : ફૂગના ચેપથી બાવટાને અથવા નાગલી કે રાગીને થતા રોગો. એ રોગોના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે : 1. બાવટાનો દાહ અથવા કરમોડી (blast) : આ રોગ પારિક્યુલરિયા નામની ફૂગથી થાય છે, જે બાવટો ઉગાડતા દરેક પ્રદેશમાં દર વર્ષે જોવા મળે છે. ગુજરાતનો આહવા-ડાંગ પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં…

વધુ વાંચો >

બાવાં

બાવાં : બાજરીમાં સ્કેરોસપોરા ગ્રામિનિકોલા નામની ફૂગથી થતો રોગ. આ રોગ કુતુલ, પીલીઓ, ખોડિયો, જોગીડો, ડાકણની સાવરણી અને બાવાં જેવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. આ રોગ બાજરી ઉગાડતા દરેક પ્રદેશમાં, અને ખાસ કરીને ગુજરાતમાં સંકર જાતોમાં વધુ જોવા મળે છે. તે દર વર્ષે ખૂબ જ (6 %થી 60 %)…

વધુ વાંચો >

બાહ્યપરોપજીવજન્યરોગ

બાહ્યપરોપજીવજન્યરોગ : જુઓ દાણાના ફૂગજન્ય રોગો

વધુ વાંચો >

બોરનો રોગ

બોરનો રોગ : બોરને ઓઇડિયમ ઇરિસીફૉઇડ્સ નામની ફૂગથી થતો રોગ. દક્ષિણ ગુજરાતમાં વધુ ભેજવાળા અને હૂંફાળા પ્રદેશમાં પાકની ઋતુની શરૂઆતથી એટલે કે ફૂલ બેસતાં જ ફૂલ અને પાન ઉપર ફૂગનું આક્રમણ શરૂ થઈ જાય છે અને તેથી બોરનો પાક લઈ શકાતો નથી. ચોમાસા બાદ ઠંડીની શરૂઆત થતાં પાનની નવી કૂંપળો…

વધુ વાંચો >

બૉરલૉગ, નૉર્મન

બૉરલૉગ, નૉર્મન (જ. 15 માર્ચ 1914, ફ્રેસ્કો, આયોવા, અમેરિકા; અ. 12 સપ્ટેમ્બર 2009, ડલાસ અમેરિકા) : વિખ્યાત અમેરિકન વનસ્પતિ-રોગચિકિત્સક (plant pathologist), બાગવાન (plant breeder) તથા વિશ્વના વિકાસશીલ દેશોમાં હરિયાળી ક્રાંતિનું સર્જન કરનાર વૈજ્ઞાનિક. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાંથી વનસ્પતિ-રોગચિકિત્સા વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1944–60 દરમિયાન મેક્સિકોમાં રૉકફેલર ફાઉન્ડેશનની…

વધુ વાંચો >

બ્લૂપૅનિકના રોગો

બ્લૂપૅનિકના રોગો : ધૂસડો (bluepanic)નામના ઘાસને કેટલીક ફૂગના ચેપથી થતા રોગો. આ ઘાસનું વૈજ્ઞાનિક નામ Panicum antidotale Retz. છે. આ ઘાસ સૂકા વિસ્તારોમાં ઢોરોના ચારા માટે આગવું સ્થાન ધરાવે છે. તે હલકી જમીનમાં અને ઓછા વરસાદમાં થતો પાક હોવાથી રોગના પ્રશ્નો નહિવત્ છે. બ્લૂપેનિકને ફૂગ દ્વારા થતા રોગો આ પ્રમાણે…

વધુ વાંચો >

ભીંગડાંવાળી જીવાત

ભીંગડાંવાળી જીવાત : પરવળ જેવાં વેલાવાળાં શાકભાજી અને ગુલાબ જેવા શોભા માટેના ફૂલછોડને ઉપદ્રવ કરતી રોમપક્ષ(Lepidoptera)ની જીવાત. જે તે પાક પ્રમાણે તેની જાતિ અલગ અલગ હોય છે. વળી હવામાન અને વિસ્તાર પ્રમાણે તેના જીવનચક્રમાં થોડો-ઘણો ફેરફાર જોવા મળે છે; તેમ છતાં તેનાથી થતું નુકસાન લગભગ એકસરખા પ્રકારનું હોય છે. શેરડીની…

વધુ વાંચો >

ભીંડાના રોગો

ભીંડાના રોગો : ભીંડા પર થતા રોગો. ભીંડા દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની વનસ્પતિ છે. તેના કુમળા ફળમાંથી ભારતમાં સર્વત્ર શાક બનાવાય છે. વિશેષ માત્રામાં તેના ફળમાં લોહતત્વ અને અન્ય પોષક તત્વો હોવાથી શાકભાજીમાં તે આગવું સ્થાન ધરાવે છે. ભીંડાની ઘણી જાતો છે, પરંતુ પુસા શાવણી, પરભણી ક્રાન્તિ, નીમકર તેમજ કેટલીક…

વધુ વાંચો >