વનસ્પતિરોગશાસ્ત્ર

પીળી નસનો રોગ

પીળી નસનો રોગ : ભીંડાના પાનમાં ખૂબ જ સ્પષ્ટ પીળી નસનાં લક્ષણો પેદા કરતો વિષાણુજન્ય રોગ. આ વિષાણુઓ જ છોડની બીજ-પર્ણ અવસ્થાથી તે છોડની પરિપક્વ-અવસ્થા સુધીની કોઈ પણ અવસ્થામાં પાન પર આક્રમણ કરે છે. ભીંડાના પાકમાં ભારતનાં બધાં રાજ્યોમાં સૌથી વિશેષ નુકસાન કરતો આ રોગ છે. પાન પર વિષાણુનું આક્રમણ…

વધુ વાંચો >

પીળો ગેરુ

પીળો ગેરુ : પક્સિનિયા સ્ટ્રાઇફૉરમિસ નામની ફૂગથી દુનિયાના ઘણા દેશોમાં ઘઉંને થતો રોગ. ભારતમાં આ રોગ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં વિશેષ નુકસાન કરે છે. આ ફૂગ પાન, પર્ણદંડ અને દાંડી, કંટી તેમજ દાણા ઉપર આક્રમણ કરે છે. પાન ઉપર આક્રમણ થતાં તેની ઉપર ચળકતા પીળા રંગના સૂક્ષ્મ બીજાણુઓ (યુરેડોસ્પોર) પટ્ટી-સ્વરૂપે…

વધુ વાંચો >

પીંછિયું ફૂદું

પીંછિયું ફૂદું : તુવેર અને વાલના પાકમાં નુકસાન કરતી, ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળતી એક જીવાત. Marasmarcha trophanes Meyrના વૈજ્ઞાનિક નામથી ઓળખાતાં આ ફૂદાંનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્ટેરોફોરિડી કુળમાં થયેલો છે. નર ફૂદું નાજુક 15થી 23 મિમી. પહોળું અને 3થી 6 મિમી. લાંબું હોય છે. માદા ફૂદું 19થી…

વધુ વાંચો >

પેનિસિલિયમ

પેનિસિલિયમ : આર્થિક રીતે અગત્યની તેમજ સજીવોમાં રોગ ઉપજાવતી ફૂગની એક પ્રજાતિ. એક વર્ગીકરણ મુજબ તેને વનસ્પતિ-સૃષ્ટિના વિભાગ માયકોટા, વર્ગ એસ્કોમાયસિટ્સ, શ્રેણી યુરોશિયેલ્સના યુરોટિયેસી કુળમાં મૂકવામાં આવે છે. હાલમાં ફૂગની ગણના મોટેભાગે વનસ્પતિ-સૃષ્ટિના થેલોફાઇટા વિભાગના યુમાયસેટ્સ ઉપવિભાગ તરીકે થાય છે. પેનિસિલિયમના બીજરેણુધરો (conidiophores) સીધા અને ઉપલે છેડે શાખામય અને તે…

વધુ વાંચો >

પોચો સડો

પોચો સડો : ફૂગ અને જીવાણુઓના આક્રમણને લીધે ફળ અને શાકભાજીમાં થતો રોગ. તે મુખ્યત્વે ફળ અને શાકભાજીને અપૂરતાં હવા-ઉજાસવાળી પેટીમાં ભરી, અપૂરતી કાળજી રાખી તેમની હેરફેર કરવાથી થાય છે. આ સૂક્ષ્મ પરોપજીવીઓ કૃત્રિમ જખમ દ્વારા ફળમાં પ્રવેશ કરે છે અને તેની વૃદ્ધિ થતાં ફળ પોચું થઈ સડી જાય છે.…

વધુ વાંચો >

પોટિયો અંગારિયો

પોટિયો અંગારિયો : કેટલાક અપરિપક્વ ધાન્ય-પાકોમાં દાણા તૈયાર થાય તે પહેલાં અંગારિયા ફૂગના આક્રમણથી થતો રોગ. આ રોગનું આક્રમણ થતાં પાકમાં દાણા તૈયાર થવાને બદલે વ્યાધિજન્ય ફૂગો વૃદ્ધિ પામે છે. દાણાની જગ્યાએ ફૂગની વૃદ્ધિ આવરણમાં પોપટી અથવા નાની શિંગ આકારમાં થાય છે. તેથી આ વ્યાધિજન્ય અંગારિયાને પોટિયો અંગારિયો કહે છે.…

વધુ વાંચો >

પૉલિપોરેલ્સ

પૉલિપોરેલ્સ : ફૂગના બૅસિડિમાયસેટિસ વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનાં સ્વરૂપો અસંખ્ય છિદ્રો ધરાવતાં હોઈ તેમને બહુછિદ્રિષ્ઠ (polyporous) કહે છે. તેનું પ્રકણીફળ (basidiocarp) અનાવૃત હોય છે. તેના પર એકકોષી મગદળ આકારના પૂર્ણ પ્રકણીધર (holobasidia) ઉત્પન્ન થાય છે અને એક સ્પષ્ટ સ્તર બનાવે છે. તેને ફળાઉ સ્તર (humenium) કહે છે. આ ફળાઉ…

વધુ વાંચો >

પ્યુનીકા

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

ફળમાખી (fruit fly)

ફળમાખી (fruit fly) : ભારત અને બીજા દેશોમાં થતાં વેલાવાળાં શાકભાજી અને ફળોને ખૂબ જ નુકસાન કરતાં બહુભોજી નાનાં કીટકો. સફરજન અને તેને મળતાં આવતાં ફળોને લાગુ પડતી ફળમાખીઓને ડ્રોસોફિલીડી કુળમાં મૂકવામાં આવે છે. તે કોહવાટ પામતાં ફળો પર થતી ફૂગ(યીસ્ટ)માંથી પોષણ મેળવે છે. બાકીની ફળમાખીઓનો સમાવેશ ટેફ્રિટીડી કુળમાં કરવામાં…

વધુ વાંચો >

ફાયકોમાઇસિટિસ

ફાયકોમાઇસિટિસ : ફૂગના યુમાયકોફાઇટા વિભાગનો સૌથી આદ્ય વર્ગ. ગ્વાઇનવૉઘન અને બાર્નેસે (1926) મિસિતંતુ(mycelium)ના પટીકરણ (septation) અને બીજાણુઓના સ્વરૂપને આધારે કરેલા ફૂગના વર્ગીકરણમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. આધુનિક વર્ગીકરણ-પદ્ધતિ મુજબ (બર્નેટ, 1968) આ વર્ગને પ્લાસ્મોડિયોફોરોમાઇસિટિસ, હાઇફોચિટ્રીડિયોમાઇસિટિસ, ચિટ્રીડિયોમાઇસિટિસ, ઉમાઇસિટિસ, ઝાયગોમાઇસિટિસ અને ટ્રાઇકોમાઇસિટિસના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. વિતરણ : આ વર્ગના…

વધુ વાંચો >