લ. ધ. દવે
ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency)
ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency) : સહસંયોજકતા બંધનો વિશિષ્ટ પ્રકાર, જેમાં એક બંધ રચવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન એક જ પરમાણુ કરે છે અને બીજો તેનો સહભાગી (sharer) બને છે. આ કારણસર દાતા (donor) પરમાણુ ઉપર ધનવીજભાર અને સ્વીકારક (acceptor) પરમાણુ પર ઋણવીજભાર ઉત્પન્ન થાય છે. એટલે કે…
વધુ વાંચો >ઉપસહસંયોજક સંયોજનો
ઉપસહસંયોજક સંયોજનો (Co-ordination Compounds) ઉપસહસંયોજક બંધ ધરાવનાર સંયોજનો. આ પ્રકારનાં સંયોજનોમાં એક કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય છે, તે પોતાની આસપાસ અધાતુ પરમાણુઓ કે તેમના સમૂહો વડે આ પ્રકારના બંધથી સંલગ્ન થઈને વીંટળાયેલો હોય છે. કેન્દ્રસ્થ ધાતુ તટસ્થ પરમાણુ કે તેનો ધનાયન હોઈ શકે છે. જ્યારે ઉપસહસંયોજક બંધ વડે સંલગ્ન અધાતુ…
વધુ વાંચો >ઓઝા, ત્ર્યંબકલાલ મ.
ઓઝા, ત્ર્યંબકલાલ મ. (જ. 1907, ધ્રાંગધ્રા; અ. ) : રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક તથા સંશોધક. સામાન્ય કુટુંબમાં જન્મ. મેટ્રિક સુધી વતનમાં અભ્યાસ કરી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી સ્નાતક, અનુસ્નાતક અને ડૉક્ટરેટની ઉપાધિ (અકાર્બનિક રસાયણ) મેળવીને તે જ કૉલેજમાં 1937થી ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. સરકારી નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને…
વધુ વાંચો >ઑફ-બો સિદ્ધાંત
ઑફ-બો સિદ્ધાંત (auf-bau principle) : જર્મન ‘auf-bau prinzip’ ઉપરથી નિલ્સ બ્હોરે પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત auf = ઉપર; bau = ચણવું તે ઉપરથી તેનો અર્થ ‘નીચેથી ઉપર તરફ ચણતર’. પરમાણુની ધરા-સ્થિતિ (ground state) એટલે કે ન્યૂનતમ ઊર્જા માટે ઇલેક્ટ્રૉનવિન્યાસની રચના, આ સિદ્ધાંતને આધારે થાય છે. દરેક પરમાણુમાં ઇલેક્ટ્રૉનના પથરૂપ ઘણી બધી…
વધુ વાંચો >કક્ષક-સંકરણ
કક્ષક-સંકરણ : રાસાયણિક સહસંયોજક બંધ (covalent bond) બનવા પૂર્વે ઊર્જાનો થોડો તફાવત ધરાવતી પરમાણુ-કક્ષકોનું સંમિશ્રણ થતાં, એકસરખી ઊર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનવાની પરિકલ્પના. પરમાણુઓની કક્ષકો વચ્ચે સંમિશ્રણ અથવા અતિવ્યાપન (over-lapping) થવાથી તેમની વચ્ચે બંધ બને છે અને પરિણામે સહસંયોજક અણુઓ રચાય છે. આ બંધની તાકાત કક્ષકો વચ્ચેના…
વધુ વાંચો >કક્ષા તથા કક્ષક
કક્ષા તથા કક્ષક : પરમાણુકેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રૉનનો પથ (કક્ષા) અને પરમાણુ અથવા અણુની આસપાસના જે ક્ષેત્રમાં ઇલેક્ટ્રૉન જોવા મળે અથવા હોવાની સંભાવના હોય તે ક્ષેત્ર. ભૌતિકશાસ્ત્રી નીલ બોહરે 1913માં orbit એટલે કે કક્ષા શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરેલો. દરેક પરમાણુમાં બધા ઇલેક્ટ્રૉન આવી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે તેવી સંકલ્પના બોહરે…
વધુ વાંચો >કાર્બધાત્વીય સંયોજનો
કાર્બધાત્વીય સંયોજનો : કાર્બનિક સંયોજનના કાર્બન સાથે ધાતુઓ (M-C) બંધ રચે ત્યારે પ્રાપ્ત થતાં સંયોજનો. M-O બંધવાળાં ધાતુકાર્બૉક્સિલેટ કે આલ્કૉક્સાઇડ તેમજ M-N બંધવાળાં સંયોજનોનો આ વર્ગમાં સમાવેશ થતો નથી. વળી ધાતુ સાયનાઇડ પણ કાર્બધાત્વીય પદાર્થો ગણાતા નથી. કાર્બધાત્વીય સંયોજનો ઘણા વખતથી જાણીતાં હતાં. તેમાં પારાનાં, જસતનાં કે આર્સેનિકનાં કાર્બધાત્વીય સંયોજનો…
વધુ વાંચો >ક્લૅથ્રેટ સંયોજનો
ક્લૅથ્રેટ સંયોજનો : વિશિષ્ટ પ્રકારની પિંજરીય રચનાવાળાં સંકીર્ણ (complex) સંયોજનો. તેમની રચનામાં યજમાન(host)-આગંતુક (guest) સંબંધ ધરાવતા અણુઓ રહેલા હોય છે. એક પદાર્થના અણુની ગોઠવણીમાં રહેલી ખાલી જગ્યાઓમાં બીજા પદાર્થના યોગ્ય પરમાણુઓ કે અણુઓ ગોઠવાઈ જવાથી મળતાં આવાં સંયોજનો સમાવિષ્ટ (included) સંયોજનો તરીકે પણ ઓળખાય છે. ક્વિનૉલ[હાઇડ્રોક્વિનોન, C6H4(OH)2]ની કેટલાંક વાયુરૂપ સંયોજનો…
વધુ વાંચો >