ર. ના. મહેતા

ગેત્સ, હરમાન

ગેત્સ, હરમાન (જ. 17 જુલાઈ 1898, કાર્લશૃહે, જર્મની; અ. 8 જુલાઈ 1976, હિડનબર્ગ, પ. જર્મની) : ભારતીય વિદ્યા (indology)ના અભ્યાસી જર્મન કલાવિદ્. તેમના પિતા જર્મનીના કાર્લશૃહેની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ કૉલેજના ડિરેક્ટર હતા. 1917માં મ્યૂનિકમાં અધ્યયન માટે જોડાયા. 1918માં લશ્કરમાં સેવા આપેલી. પ્રાચીન ઇજિપ્તનો ઇતિહાસ, ગ્રીક કલાનો ઇતિહાસ, બૌદ્ધ ધર્મ અને…

વધુ વાંચો >

ગોપનું મંદિર

ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…

વધુ વાંચો >

ગ્રામદેવતા

ગ્રામદેવતા : ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમૂહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ-દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ હોય છે. સામાન્ય રીતે ગામને પાદરે તેમનાં સ્થાનો હોય છે. ત્યાં…

વધુ વાંચો >

ચંદ્રાવતી

ચંદ્રાવતી : આબુરોડ સ્ટેશનની દક્ષિણે આશરે પાંચેક કિલોમીટર પર આબુના પરમારોની રાજધાની. તેના ભગ્નાવશેષો આશરે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તેના વ્યવસ્થિત રસ્તા તથા વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જૈન મંદિરો, મહોલ્લા, મહેલાતોના અવશેષો જોડિયાં તળાવ તથા ચંદ્રાવતી નદીની વચ્ચેના ભાગમાં ફેલાયેલા છે. તેમાંના ઘણા આશરે આઠમી-નવમી સદીથી પછીના; પરંતુ…

વધુ વાંચો >

ચાઇલ્ડ, વી. ગૉર્ડન

ચાઇલ્ડ, વી. ગૉર્ડન (જ. 14 એપ્રિલ 1892, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 19 ઑક્ટોબર 1957, ઑસ્ટ્રેલિયા) : વિશ્વના પ્રાગૈતિહાસિક ક્ષેત્રના વિદ્વાન. સિડની અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1927માં તે એડિનબરો યુનિવર્સિટીમાં પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યાના પ્રથમ ઍબરક્રૉમ્બી પ્રોફેસર તરીકે નિમાયા. તેમણે સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડમાં ઉત્ખનન કર્યાં છે. તે પૈકી સ્કારા બ્રાસેબ્રેનું તેમનું…

વધુ વાંચો >

ડભોઈ

ડભોઈ : વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : 22o 11´ ઉ. અ. અને 73o 26´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 6,32.6 ચોકિમી. છે. 2011માં  તાલુકાની વસ્તી 1,80,518 હતી. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા 118 ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે 51,240 (2011) હતી. ડભોઈના ‘દર્ભાવતી’…

વધુ વાંચો >

ડાલ્સ, જી. એફ.

ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે. 1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના…

વધુ વાંચો >

તાપદીપ્તિ સમયાંકન

તાપદીપ્તિ સમયાંકન : પદાર્થને ગરમ કરવાથી ઉત્સર્જિત થતા વિકિરણને આધારે સમય નક્કી કરવાની પદ્ધતિ. સ્ફટિકમાં અણુ અથવા પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત હોય છે (જુઓ આકૃતિ 1). આવી નિયમિત ગોઠવણીમાં ક્યાંયે અસાતત્ય અથવા અનિયમિતતા હોય તો તેમાં ક્ષતિ (defect) છે એમ કહેવાય. ક્ષતિ બિંદુ પ્રકારની અથવા રેખીય પ્રકારની હોય છે (જુઓ…

વધુ વાંચો >

થૉમ્સન, સી. જે.

થૉમ્સન, સી. જે. (જ. 29 ડિસેમ્બર 1788, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 મે 1865 કોપનહેગન, ડેન્માર્ક) : ડેન્માર્કના કોપનહેગન નગરના સંગ્રહાલયના પ્રથમ ક્યુરેટર. તેમણે ઈ. સ. 1816થી 1865 સુધી આ સંગ્રહાલયમાં કામ કર્યું. ડેન્માર્કમાંથી મળતી પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરીને તેનું સંગ્રહાલય બનાવી એ સંગ્રહાલય વ્યવસ્થિત કરવાનું કામ તેમણે કર્યું. આ કામ…

વધુ વાંચો >

નવપાષાણ યુગ

નવપાષાણ યુગ : પ્રાગૈતિહાસિક કાળના અશ્મયુગનો એક પેટાવિભાગ. માનવઇતિહાસના વર્ગીકરણમાં ભાષા અને સાહિત્યની પરંપરા મળે છે ત્યારથી ઐતિહાસિક યુગ નામ આપવામાં આવે છે, તેની પહેલાંના કાળને આદ્યૈતિહાસિક અને તેની પહેલાંના યુગને પ્રાગૈતિહાસિક યુગ નામ આપવામાં આવે છે. આ પરંપરા બે સદીથી દૃઢ થઈ છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગનું પાષાણ કે અશ્મ…

વધુ વાંચો >