રોહિત ગાંધી

નાણાકીય ગુણોત્તરો

નાણાકીય ગુણોત્તરો : નાણાકીય પત્રકોની કોઈ પણ બે મહત્વની માહિતી વચ્ચેનો આંકડાકીય આંતરસંબંધ. નાણાકીય પત્રકોના જુદા જુદા બે આંકડાની સરખામણી કરીને એકબીજાનું પ્રમાણ શોધવું એટલે કે બે રકમોનો ભાગાકાર કરવો તે ગુણોત્તર કહેવાય છે. ઉદાહરણ તરીકે રૂ. 1,00,000ના વેચાણ સામે રૂ. 25,000 કાચો નફો થયો હોય તો કાચા નફાનો ગુણોત્તર…

વધુ વાંચો >

નાણાકીય પત્રકો

નાણાકીય પત્રકો (financial statements) : ધંધાની કાર્યક્ષમતા, નફાકારકતા અને સધ્ધરતા જાણવા માટે નિશ્ચિત સમયગાળાના અંતે તૈયાર કરવામાં આવતાં હિસાબી પત્રકો; જેમાં વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. ધંધાની ઉપાર્જનશક્તિનો અંદાજ મેળવવા, તેની ઉત્પાદનશક્તિનું મૂલ્યાંકન કરવા, કંપનીની આર્થિક શક્તિનો લોન આપનાર બૅંકને ખ્યાલ આપવા, ભાવનીતિ ઘડવામાં સંચાલકોને…

વધુ વાંચો >

નિયંત્રક અને નિયંત્રિત કંપની

નિયંત્રક અને નિયંત્રિત કંપની : અન્ય કંપની પર અંકુશ ધરાવતી  અને અન્ય કંપનીના અંકુશ નીચે રહેતી કંપની. અન્ય કંપનીની શૅરમૂડીના 50 % કરતાં વધારે હિસ્સાની માલિકી ધરાવતી હોય, અન્ય કંપનીમાં 50 % કરતાં વધારે મતાધિકાર ધરાવતી હોય, અથવા અન્ય કંપનીના સ્થાપનાપત્ર (memorandum of association) અને સ્થાપનાનિયમો(articles of association)ના આધારે તે…

વધુ વાંચો >

નિર્ણય-પ્રક્રિયા (decision making)

નિર્ણય-પ્રક્રિયા (decision making) : કંપનીના સંચાલનને લગતાં વિવિધ પાસાંઓ અંગે પ્રવર્તમાન સંજોગોમાં વિવેકપૂર્ણ/બુદ્ધિગમ્ય નિવેડો લાવવાની પ્રક્રિયા. સંચાલનની કાર્યક્ષમતા તથા અસરકારકતા નિર્ણયપ્રક્રિયાના પોત ઉપર આધાર રાખે છે. સંચાલનપ્રક્રિયાના દરેક કાર્યનો આધાર તે વિશેના નિર્ણયો કોણે, ક્યારે, કેવી રીતે અને કઈ બાબતોના સંદર્ભમાં લીધા તેના ઉપર છે. નિર્ણયઘડતરની ગુણવત્તા નિર્ણય ઘડનાર ઘટકો,…

વધુ વાંચો >

નેતૃત્વ

નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી…

વધુ વાંચો >

નૌચાલન

નૌચાલન : માલસામાન અને પ્રવાસીઓની હેરફેર માટે જળમાર્ગો ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ. આવાં વાહન તરીકે હોડી, જહાજ, સ્ટીમર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. નૌચાલનની મૂળ શરૂઆત યુરોપની ફિનિશિયન અને મીનોશ પ્રજાએ સૌપ્રથમ વખત ઈ. સ. પૂ. 1200થી 600 ના સમયગાળા દરમિયાન ઉત્તર આટલાન્ટિકમાં કરી હતી એવો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાપ્ત થાય…

વધુ વાંચો >