રાસાયણિક ઇજનેરી
યાંત્રિક પ્રચાલનો (mechanical operations)
યાંત્રિક પ્રચાલનો (mechanical operations) : એકમ-પ્રચાલનો(unit operations)ના ભાગરૂપ પ્રવિધિઓ. રાસાયણિક ઇજનેરી એ ઇજનેરીની એવી શાખા છે કે જેમાં મોટા ગજાનાં (large scale) રાસાયણિક સંયંત્રો (plants), પેટ્રોલિયમ રિફાઇનરી વગેરેના અભિકલ્પન (designing) અને પ્રચાલનનો સમાવેશ થાય છે. તે ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને માનવ-સંબંધો (human relations) અંગેના સિદ્ધાંતોનો એવાં ક્ષેત્રોમાં ઉપયોગ કરે છે…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરી
રાસાયણિક ઇજનેરી : જેમાં પદાર્થો તેમની ભૌતિક કે રાસાયણિક અવસ્થામાં ફેરફાર પામતાં હોય તેવાં સંયંત્રો(plants)ની ડિઝાઇન અને પ્રચાલન (operation) તથા પ્રવિધિઓ(processes)ના વિકાસ સાથે સંકળાયેલ ઇજનેરીની એક શાખા. રાસાયણિક ઇજનેરીને લગતી સંકલ્પનાઓ (concepts) તો આશરે એક સૈકા અગાઉ જ વિકસાવવામાં આવી છે, પણ જેમને રાસાયણિક ઇજનેરીના ક્ષેત્રમાં સમાવી લેવામાં આવી છે…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering)
રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering) : ભૌતિક પ્રણાલીના પસંદ કરેલા પરિવર્તીઓ(variables)ને બરાબર ગોઠવીને પ્રણાલીને ઇચ્છિત (મનપસંદ) સ્થિતિમાં જાળવી રાખવાની વ્યવસ્થા. રાસાયણિક ઇજનેરીમાં કોઈ પણ પ્લાન્ટમાં દ્રવ્યના વહનનો સમાવેશ થતો હોય છે; દા. ત., દ્રવ્યનું એક પાત્રમાંથી બીજામાં વહેવું, પ્રવાહીનું બુદબુદન (bubbling) અને ઉત્કલન, સ્નિગ્ધ (viscous) દ્રવ્યોનું…
વધુ વાંચો >વિદ્યુત-તાપીય (electrothermal) ઉદ્યોગો
વિદ્યુત-તાપીય (electrothermal) ઉદ્યોગો : વિદ્યુતના ઉપયોગ દ્વારા પ્રાપ્ત થતા ઊંચા તાપમાનની મદદથી વિવિધ રાસાયણિક પદાર્થો બનાવતા ઉદ્યોગો. સામાન્ય વ્યાપારિક દહન-ભઠ્ઠી (combustion furnace) દ્વારા લગભગ 1700° સે. જેટલું તાપમાન મળી શકે છે; જ્યારે ઘણી રાસાયણિક પેદાશો મેળવવા તેનાથી વધુ 4,100° સે. જેટલું તાપમાન આપતી વિદ્યુતભઠ્ઠી(electric furnace)ની જરૂર પડે છે. ઊંચા તાપમાનની…
વધુ વાંચો >વિદ્યુતવિભાજન ઉદ્યોગો (electrolytic industries)
વિદ્યુતવિભાજન ઉદ્યોગો (electrolytic industries) : વિદ્યુત-ઊર્જાના ઉપયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી વિવિધ પદાર્થોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. રાસાયણિક પ્રક્રમણ (process) ઉદ્યોગોમાં વિદ્યુતનો ઉપયોગ મોટર જેવાં યંત્રો ચલાવવા તથા ઊંચું તાપમાન મેળવવા ઉપરાંત વિદ્યુત-વિભાજન વડે રાસાયણિક ફેરફાર કરવા માટે પણ થાય છે. કૉસ્ટિક સોડા, ક્લૉરીન, હાઇડ્રોજન તથા મૅગ્નેશિયમ અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓનું…
વધુ વાંચો >વિસ્ફોટકો (explosives)
વિસ્ફોટકો (explosives) પોતાનામાં ઘણા મોટા જથ્થામાં સંગૃહીત ઊર્જાને એકાએક મુક્ત કરીને મોટા પ્રમાણમાં સંપીડિત (દાબિત, compressed) વાયુઓ ઉત્પન્ન કરતા અથવા તીવ્ર પ્રસારપ્રક્રિયા દ્વારા પોતાની કરચો(fragments)ને મોટા અવાજ સાથે ભારે બળ કે વેગથી ફેંકતા પદાર્થો કે પ્રયુક્તિઓ (devices). વિસ્ફોટ (explosion) એ તીવ્ર પ્રસારપ્રક્રિયા હોઈ તેમાં પદાર્થે પોતે રોકેલા કદ કરતાં અનેકગણા…
વધુ વાંચો >સમાક્ષેપણ (ઊર્ણન, flocculation)
સમાક્ષેપણ (ઊર્ણન, flocculation) : પ્રવાહી માધ્યમમાં રહેલા બારીક અથવા કલિલી (colloidal) કણોને નાનાં ઝુંડો (clumps) અથવા ઝૂમખાં(tufts)માં ફેરવવા માટેની સંચયન (combination) કે સમુચ્ચયન(aggregation)ની ક્રિયા. આવા સમુચ્ચયોને સ્કંદો (coagula) અથવા ગુચ્છો (flocs) કહે છે, તેમાંના સંસક્તિ(cohesive)બળો પ્રમાણમાં નબળાં હોવાથી પ્રવાહીને હલાવવાથી ઘણી વાર સમાક્ષેપણને ઉત્ક્રમિત કરી શકાય છે. સંલયન (coalescence) કે…
વધુ વાંચો >સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરાઈકુડી
સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂ દિલ્હીના નેજા હેઠળ પ્રસ્થાપિત 38 જેટલી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પૈકીની એક. ‘સેક્રિ’(C.E.C.R.I.)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાની સ્થાપના 25 જુલાઈ, 1948ના રોજ તામિલનાડુના કરાઈકુડી ખાતે થઈ હતી. તેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ઔદ્યોગિક અને…
વધુ વાંચો >સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1)
સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1) : માનવશરીરની સુંદરતા વધારવા, દેખાવને જાળવી રાખવા કે બદલવા તેમજ ત્વચા, વાળ, નખ, હોઠ, આંખો કે દાંતને સ્વચ્છ કરવા, રંગવા, તેમનું પ્રાનુકૂલન કરવા (conditioning) માટે ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનો. દવા અને સૌંદર્યપ્રસાધનો વચ્ચેનો તફાવત ઘણો સૂક્ષ્મ છે. જે ઉત્પાદનોનો ઉપયોગ સૌંદર્ય વધારવા ઉપરાંત કોઈ પણ પ્રકારની સારવાર માટે…
વધુ વાંચો >સ્ફટિકીકરણ (crystallization)
સ્ફટિકીકરણ (crystallization) : દ્રાવણ, પિગાળ (melt) કે બાષ્પ અથવા વાયુમાંથી ઘન સ્વરૂપે અથવા અન્ય ઘન પ્રાવસ્થા રૂપે પદાર્થના સ્ફટિકો ઉત્પન્ન કરવાની પ્રવિધિ અથવા ઘટના. દ્રાવણમાંથી સ્ફટિકીકરણ એ એક મહત્વની ઔદ્યોગિક વિધિ (operation) છે, કારણ કે ઘણાબધા પદાર્થો સ્ફટિકીય કણો રૂપે બજારમાં મુકાય છે. કોઈ પણ રાસાયણિક ફૅક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા થયા…
વધુ વાંચો >